Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૪૧
સંક્રમણકરણ પ્રશ્નોત્તરી ૧૮ છે..
પ્રશ્ન–૧૨. કયાં ક્યાં કર્મનાં સંક્રમસ્થાનો પોતાનાં સત્તાસ્થાનોની સમાન સંખ્યાવાળાં હોય છે અને કયાં કયાં કર્મનાં સમાન નથી હોતાં?
ઉત્તર–જ્ઞાનાવરણીય, અંતરાય અને નામકર્મનાં સંક્રમસ્થાનો સત્તાસ્થાનોની સમાન જ છે. પરંતુ નામકર્મમાં સત્તાસ્થાન અને સંક્રમસ્થાનમાં પ્રકૃતિઓની સંખ્યા સમાન નથી અર્થાત્ ભિન્ન છે. જ્યારે દર્શનાવરણીયનાં સત્તાસ્થાનો ૩ અને સંક્રમસ્થાનો ર છે તેમજ વેદનીય અને ગોત્રકર્મનાં સત્તાસ્થાનો ૨ અને સંક્રમસ્થાન ૧ અને મોહનીય કર્મનાં સત્તાસ્થાનો ૧૫ અને સંક્રમસ્થાનો ૨૩ છે.
પ્રશ્ન-૧૩. દર્શનાવરણીય કર્મનું ચાર પ્રકૃતિમય સત્તાસ્થાન છે. છતાં તે સત્તાસ્થાનનો સંક્રમ કેમ નથી ?
ઉત્તર-ચાર પ્રકૃતિમાં સત્તાસ્થાન ૧૨ મા ગુણસ્થાનકના ચરમ સમયે હોય છે પણ ત્યાં દર્શનાવરણીયની એક પણ પ્રકૃતિનો બંધ ન હોવાથી પતધ્રહના અભાવે ચારનો સંક્રમ થતો નથી.
પ્રશ્ન-૧૪. ધ્રુવબંધી દરેક પ્રકૃતિની પતગ્રહતા સાદ્યાદિ ચાર પ્રકારે હોવા છતાં મિથ્યાત્વની પતäહતા સાદિ અને અધ્રુવ બે પ્રકારે જ કેમ છે ?
ઉત્તર–મિથ્યાત્વમોહનીય ધ્રુવબંધી હોવા છતાં તેમાં ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો સંક્રમ થતો નથી. પરંતુ સમ્યક્ત અને મિશ્રમોહનીય એ બેનો જ સંક્રમ થાય છે અને આ બે પ્રકૃતિઓની ઉદ્ધલના કર્યા પછી મિથ્યાષ્ટિને અને ક્યારેય પણ અનાદિમિથ્યાત્વીને સત્તા હોતી નથી, માટે એ બે પ્રકૃતિઓ સત્તામાં હોય ત્યારે મિથ્યાત્વ-પતગ્રહરૂપે હોય છે. અને સત્તામાં ન હોય ત્યારે બંધ હોવા છતાં મિથ્યાત્વ પતગ્રહ હોય નહીં, તેથી સાદિ અને અધુવ એમ બે પ્રકારે જ હોય છે. '' પ્રશ્ન–૧૫. ઉપશમશ્રેણિમાં ક્ષાયિક સમ્યક્તીને મોહનીયમાં અન્ય પ્રકૃતિનયન સંક્રમ કયા ગુણસ્થાનક સુધી હોય ?
- ઉત્તર–નવમા ગુણસ્થાનક સુધી હોય. આ પ્રશ્ન–૧૬. અગિયારમા ગુણસ્થાને મોહનીય કર્મની પ્રકૃતિઓનો સંક્રમ હોય? જો હોય તો કોને ? અને કઈ કઈ પ્રવૃત્તિઓનો હોય ?
ઉત્તર–અગિયારમા ગુણસ્થાને ઉપશમ સમ્યક્વીને મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ બે પ્રકૃતિઓનો સંક્રમ હોય છે.
પ્રશ્ન–૧૭. કઈ કઈ ગતિમાં નામકર્મનાં કેટલાં અને કયાં સંક્રમસ્થાનો હોય ?
ઉત્તર–દેવગતિમાં ૧૦૩, ૧૦૨, ૯૬ અને ૯૫ એમ ચાર, નરકગતિમાં ૧૦૩ વિના તે જ ત્રણ, તિર્યંચગતિમાં ૧૦૨, ૯૫, ૯૩, ૮૪ અને ૮૨ એમ પાંચ અને મનુષ્યગતિમાં બધાં જ (૧૨) સંક્રમસ્થાનો હોય છે. પંચાર-પ૬