Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ઉદ્રત્તના અને અપવર્તનાકરણ
કર્મની જ પૂર્વબદ્ધ સ્થિતિની ઉદ્ધૃત્તના થતી નથી. એટલે કે અબાધા પ્રમાણ તે સત્તાગત સ્થિતિને ત્યાંથી ઉપાડી બંધાતી તે જ પ્રકૃતિની અબાધા ઉપરની સ્થિતિમાં નાખતો નથી. કારણ કે તે સ્થિતિ અબાધાની અંતઃપ્રવિષ્ટ-અંદરની છે.
૪૫૧
અહીં સ્થિતિને ઉપાડી અન્યત્ર નાખવાનો તાત્પર્ય તે તે સ્થિતિસ્થાનમાં ભોગવવા યોગ્ય દલિકોને ઉપાડી અન્યત્ર નાખતો નથી એ છે.
અબાધા ઉપર જે સ્થિતિ છે તેની છેવટના સ્થિતિસ્થાન પર્યંત ઉદ્ધત્તના થાય છે. આ પ્રમાણે અબાધાની અંદરની સઘળી સ્થિતિઓ ઉદ્ઘર્દના આશ્રયી અતિક્રમણીય છે. એટલે કે અબાધા પ્રમાણ સત્તાગત સ્થાનકોનાં દલિકોને અબાધા ઉપરનાં સ્થાનકોમાં નાખતો નથી—અબાધા ઉપરનાં સ્થાનકોનાં દલિકો સાથે ભોગવાય તેમ કરતો નથી. આ પ્રમાણે હોવાથી જે ઉત્કૃષ્ટ અબાધા એ ઉત્કૃષ્ટ અતીત્યાંપના છે, સમયોન ઉત્કૃષ્ટ અબાધા એ સમયોન ઉત્કૃષ્ટ અતીત્થાપના છે, બે સમયોન ઉત્કૃષ્ટ અબાધા એ બે સમયોન ઉત્કૃષ્ટ અતીત્થાપના છે, એમ સમય સમય અબાધા હીન-હીન થતાં ત્યાં સુધી કહેવું કે જઘન્ય અંતર્મુહૂર્ત પ્રમાણ અબાધા એ જઘન્ય અતીત્થાપના છે.
આ પ્રમાણે બંધાતી પ્રકૃતિની સ્થિતિની જે અબાધા હોય તત્પ્રમાણ સત્તાગત સ્થિતિની ઉદ્ધત્તના ન થાય, જઘન્ય અબાધારૂપ અતીત્થાપનાથી પણ જઘન્ય અતીસ્થાપના છે, અને તે આવલિકા પ્રમાણ છે, અને તે ઉદયાવલિકારૂપ છે. કારણ કે ઉદયાવલિકાની અંદરની સ્થિતિઓની ઉર્જાના થતી નથી. કહ્યું છે કે—‘સ્થિતિની ઉર્જાના ઉદયાવલિકા ઉપરની સ્થિતિમાં થાય છે.' શંકા—કોઈપણ કાળે બંધ હોય તો જ ઉદ્ધત્તના થાય છે. કહ્યું પણ છે કે—‘બંધ પર્યંત એટલે કે જ્યાં સુધી બંધ થાય ત્યાં સુધી જ ઉત્તના પ્રવર્તે છે.' કોઈપણ પ્રકૃતિની ઉદ્ધત્તના તે
૧. ઉત્તના કરે છે એટલે વહેલા ભોગવાય તેમ નિયત થયેલાં દલિકોને મોડાં ભોગવાય તેમ કરે છે. બંધ સમયે જે નિષેક રચના થઈ હોય તેને ઉર્જાનામાં ફેરવી નાખે છે. કેટલીક વખતે જેટલી સ્થિતિ બંધાંય તેટલી જ સત્તામાં હોય છે. કેટલીક વખતે બંધથી સત્તામાં ઓછી હોય છે, કેટલીક વખતે બંધથી સત્તા વધારે હોય છે. આ દરેક વખતે ઉર્જાના કેવી રીતે થાય તે સમજવા યોગ્ય છે.
ઉપર કહ્યા પ્રમાણે અહીં એ ખ્યાલમાં રાખવાનું છે કે ઉદ્ધૃત્તના થાય ત્યારે બંધ સમયે થયેલ નિષેક રચનામાં ફેરફાર થાય છે. અને જેટલી સ્થિતિ બંધાય તેટલી જ સ્થિતિની સત્તા હોય ત્યારે બદ્ધ સ્થિતિની અબાધા તુલ્ય સત્તાગત સ્થિતિ છોડી ઉ૫૨ના જે સ્થિતિસ્થાનકના દલિકની ઉર્જાના થાય છે, તેના દલિકને તેના ઉપરના સમયથી આવલિકાના સમય પ્રમાણ સ્થિતિ છોડી ઉપરના બંધાતી સ્થિતિના ચરમસ્થાન સુધીના કોઈ પણ સ્થાનકના દલિકની સાથે ભોગવાય તેમ કરે છે. તાત્પર્ય એ કે—બંધ સમયે જે સમયે ભોગવાય તેમ નિયત થયા હોય તેને એક આવલિકા પછી કોઈ પણ સમયે ભોગવવા યોગ્ય કરે છે. આ પ્રમાણે નિષેક રચના ફરે છે. સ્થિતિની ઉદ્ધત્તના એટલે અમુક સ્થાનમાં ભોગવવા માટે નિયત થયેલાં દલિકોને ત્યાર પછીથી કમમાં કમ આલિકા પછી ફળ આપે તેની સાથે ભોગવવા યોગ્ય કરવા એ છે. જે સ્થિતિની ઉર્જાના કરવાની હોય છે તેની ઉપરના સમયથી આરંભી એક આવલિકા પ્રમાણ સ્થિતિમાં દલિક નિક્ષેપ જીવસ્વભાવે થતો નથી, પરંતુ ત્યાર પછીના કોઈ પણ સ્થાનમાં થાય છે, માટે આવલિકા અતીત્થાપના કહેવાય છે. આથી ઓછામાં ઓછી એક આવલિકા પ્રમાણ સ્થિતિ વધે છે. વધારેમાં વધારે અબાધા ઉપરની સ્થિતિના દલિકને બંધાતી સ્થિતિમાંના છેલ્લા સ્થિતિસ્થાનમાં નાખે છે તે વખતે તેની ઘણી સ્થિતિ વધે છે એમ કહેવાય છે.