Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
% ની ગઈ નમ: ઉર્વના અને અપવર્તનાકરણ
આ પ્રમાણે સંક્રમ (અન્ય પ્રકૃતિપણે પરિણમાવવા રૂ૫) કરણનું સવિસ્તર સ્વરૂપ કહ્યું. હવે ઉદ્દેશક્રમને અનુસરીને ઉદ્વર્તના-અપવર્તનાકરણ ક્રમ પ્રાપ્ત છે એટલે તેનું સ્વરૂપ કહેવા યોગ્ય છે, તે કહે છે. ઉદ્વર્તન અને અપવર્તના એ બંને સ્થિતિ અને અનુભાગના વિષયભૂત છે. તેમાં સ્થિતિ હોય તો જ અનુભાગનો સંભવ હોવાથી પહેલાં સ્થિતિની ઉદ્વર્તના-અપવર્નના કહેવી જોઈયે, ત્યારબાદ રસની ઉદ્વર્તના-અપવર્તન. તેમાં પણ પહેલાં ઉદ્દેશક્રમ પ્રમાણે સ્થિતિની ઉદ્વર્તના કહે છે
उदयावलिबज्झाणं ठिईण उव्वट्टणा उ ठितिविसया । सोक्कोसअबाहाओ जावावलि होइ अइत्थवणा ॥१॥ उदयावलिकाबाह्यानां स्थितीनामुद्वर्त्तना तु स्थितिविषया ।
स्वोत्कृष्टाबाधातः यावदावलिः भवत्यतिस्थापना ॥१॥ અર્થ_સ્થિતિના વિષયરૂપ ઉદ્વર્તના ઉદયાવલિકા બાહ્ય સ્થિતિઓની થાય છે. અને પોતાની ઉત્કૃષ્ટ અબાધાથી આરંભી આવલિકા સુધીની સ્થિતિઓ અતીત્થાપના છે. (તેટલી સ્થિતિઓમાં ઉદ્વર્તના થતી નથી.)
ટીકાનુ–આત્માના જે પ્રયત્ન દ્વારા સ્થિતિ અને રસની વૃદ્ધિ થાય તે સ્થિતિ અને રસની ઉદ્વર્તના કહેવાય છે. એટલે ઉદ્વર્તનાનો વિષય સ્થિતિ અને રસ છે, પ્રકૃતિ, પ્રદેશ
૧. અહીં ઉદ્ધના અને અપવર્ણના થાય છે એટલે શું થાય છે તે સમજવું જોઈએ, સંક્રમણકરણ દ્વારા અન્ય સ્વરૂપે રહેલ પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ બંધાતી સ્વજાતીય પતઘ્રહ પ્રકૃતિરૂપે થાય છે. ત્યારે ઉદ્વર્તના, અપવર્તના દ્વારા સ્વપ્રકૃતિના સ્થિતિ-રસમાં જ વૃદ્ધિનહાનિ થાય છે. સ્થિતિ અને રસની ઉદ્વર્તના તે જે કર્મ પ્રકૃતિના
પ્રકતિ બંધાતી હોય ત્યારે જ થાય છે. જેમ કે મતિજ્ઞાનાવરણીયના સ્થિતિ અને રસની ઉદ્વર્તના મતિજ્ઞાનાવરણીય જ્યાં સુધી બંધાતું હોય ત્યાં સુધી જ થાય છે, અપવર્ણનામાં બંધ સાથે સંબંધ નથી. જેના સ્થિતિ કે રસની અપવર્ણના થાય તે બંધાતી હોય કે ન બંધાતી હોય (અહીં એ ખ્યાલમાં રાખવું કે જે સમયે કર્મ બંધાય તે સમયથી આરંભી આવલિકા ગયા બાદ જ તેમાં સંક્રમણાદિ કોઈપણ કરણ પ્રવર્તે છે. એટલે અહીં ઉદ્વર્તના અવિના પણ જેની બંધાવલિકા વીતી હોય તેમાં જ પ્રવર્તે છે એમ સમજવું.) તોપણ થાય છે.
કઈ સ્થિતિની ઉદ્વર્તન થાય તે કહે છે—જે પ્રકૃતિ બંધાય છે તેની જેટલી અબાધા હોય, સત્તામાં રહેલ કર્મ પ્રકૃતિની તેટલી સ્થિતિમાં જીવ-સ્વભાવે ઉદ્ધર્તના પ્રવર્તતી નથી, એટલે કે અબાધા પ્રમાણ સત્તાગત સ્થિતિસ્થાનકોમાંનાં દલિકોને ઉપાડી અબાધા ઉપરનાં સ્થાનકો સાથે ભોગવાય તેમ કરતો નથી, એટલે જ આટલી સ્થિતિને અતિસ્થાપના એટલે ઉદ્વર્તનને અયોગ્ય સ્થિતિ કહી છે. ઉત્કૃષ્ટ અબાધા એ ઉત્કૃષ્ટ અતિસ્થાપના અને એક આવલિકા કે આવલિકાના અસંખ્યાતમો ભાગ જઘન્ય અતિસ્થાપના છે. અપવર્ણનામાં બંધની સાથે સંબંધ નહિ હોવાથી અબાધા પ્રમાણ સ્થિતિ અતિસ્થાપના હોતી નથી, પરંતુ તેમાં