Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૩૯૩
સંજવલનમાનની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે તે અપગ્રહ હોવાથી સંજવલન માયા અને લોભ, મિશ્ર અને સમ્યક્વમોહનીય એ ચારના પતધ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૦નો, અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય એ બે માનનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી શેષ ૮નો અને સંજવલન માનનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી શેષ સાતનો સંક્રમ થાય છે.
સંજવલન માયાની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા શેષ રહે તે અપગ્રહ થાય છે તેથી સંજવલન માયા વિના શેષ ત્રણના પતંગ્રહમાં સમયોન બે આવલિકા સુધી સાતનો અને અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય એ બે માયાનો ઉપશમ થાય ત્યારે સમયોન બે આવલિકા સુધી શેષ પાંચનો અને સંજવલન માયાનો ઉપશમ થાય ત્યારે અંતર્મુહૂર્ત સુધી શેષ ચારનો સંક્રમ થાય છે.
સંજવલન લોભની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે તે પણ અપતટ્ઠહ થવાથી અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય લોભનો તેમાં સંક્રમ થતો નથી માટે તે સમયથી અગિયારમા ગુણસ્થાનક સુધી મિશ્ર અને સમ્યક્વમોહનીય એ બેમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીય એ બેનો સંક્રમ થાય છે.
ક્ષાયિકસમ્યક્વીને ઉપશમશ્રેણિ આશ્રયી પતઘ્રહમાં સંક્રમસ્થાનો ક્ષાયિક સમ્યગ્દષ્ટિ ઉપશમણિ આશ્રયી સંક્રમ અને પતંગ્રહ સ્થાનો ઉપર પ્રમાણે જ હોય છે માત્ર દર્શનત્રિક સત્તામાં ન હોવાથી સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય રૂપ બે પ્રકૃતિઓ પતધ્રહમાં અને મિથ્યાત્વ તથા મિશ્ર એ બે પ્રકૃતિઓ સંક્રમમાં ન હોવાથી દરેક પતટ્ઠહ અને સંક્રમ સ્થાનોમાં બે-બે પ્રકૃતિઓ ઓછી લેવી.
ચાર સંજવલન અને પુરુષવેદ એ પાંચના પતઘ્રહમાં અંતરકરણ ન કરે ત્યાં સુધી ૨૧, અંતરકરણ કર્યા પછી સંજવલન લોભ વિના ૨૦, નપુંસક વેદના ઉપશમ પછી ૧૯, સ્ત્રીવેદના *ઉપશમ પછી ૧૮, એ ચાર સંક્રમસ્થાનો હોય છે.
પુરુષવેદની પ્રથમ સ્થિતિ સમયોન બે આવલિકા બાકી રહે ત્યારે તે અપતદ્મહ થવાથી શેષ ચારના પતંગ્રહમાં સમયોન બે આવલિકાકાળ સુધી ૧૮, હાસ્યષકનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકાકાળ સુધી ૧૨, અને પુરુષવેદ ઉપશમ થયા પછી અંતર્મુહૂર્ત સુધી ૧૧, એમ ત્રણ સંક્રમસ્થાનો હોય છે. - સંજવલનક્રોધ અપગ્રહ થાય ત્યારે શેષ ત્રણમાં સમયોન બે આવલિકા સુધી ૧૧નો, અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાની બે ક્રોધનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી ૯નો, અને સંજવલન ક્રોધનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી ૮નો સંક્રમ હોય છે.
સંજવલનમાન અપતટ્ઠહ થાય ત્યારે સંજ્વલમાયા અને લોભ એ બેના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૮નો, અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકા સુધી દુનો, અનો સંજવલનમાનનો ઉપશમ થયા બાદ અંતર્મુહૂર્ત સુધી પનો સંક્રમ હોય છે. પંચાર-૫૦