Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
એમ પાંચમે, છઠ્ઠ તેમજ સાતમે ગુણસ્થાનકે પણ પાંચ-પાંચ સંક્રમ સ્થાનો અને ત્રણ-ત્રણ પતગ્રહો હોય છે, પરંતુ પાંચમા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીય ચતુષ્કનો બંધ ન હોવાથી ૧૯,૧૮ અને ૧૭ એ ત્રણને બદલે ક્રમશઃ ૧૫, ૧૪ અને ૧૩ એ ત્રણ પતઙ્ગહો અને છઠ્ઠ-સાતમે ગુણસ્થાનકે પ્રત્યાખ્યાનીય ચતુષ્કનો બંધ ન હોવાથી ઉપરના ત્રણ પતદ્ગહોમાંની ચાર પ્રકૃતિ બાદ કરતાં ક્રમશઃ ૧૧, ૧૦ અને ૯ પ્રકૃતિરૂપ ત્રણ પતદ્ગહો હોય છે.
૩૯૨
ત્યાં પાંચમા ગુણસ્થાનકે પૂર્વોક્ત રીતે પંદરના પતઙ્ગહમાં ૨૭, ૨૬ અને ૨૩ એ ત્રણ, અને ૧૪ના પતગ્રહમાં ૨૨, તથા ૧૩ના પતંગ્રહમાં ૨૧ એમ પાંચ સંક્રમ સ્થાનો, અને છઠ્ઠું તથા સાતમે ગુણસ્થાનકે ૧૧ના પતદ્રહમાં ૨૭, ૨૬ અને ૨૩ એ ત્રણ ૧૦ના પતંગ્રહમાં ૨૨, અને ૯ના પતગ્રહમાં ૨૧ એ પાંચ સંક્રમ સ્થાનો હોય છે.
આઠમા ગુણસ્થાનકે ચાર સંજ્વલન, ભય, જુગુપ્સા, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ બંધાતી નવ તેમજ મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીય એમ અગિયારના પતદ્ગહમાં અઠ્ઠાવીસ અને ચોવીસની સત્તાવાળા ઔપશમિક સમ્યગ્દષ્ટિને અનંતાનુબંધી અને સમ્યક્ત્વ મોહનીય વિના શેષ ત્રેવીસનો સંક્રમ થાય છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને એ જ મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીય વિના શેષ નવના પતઙ્ગહમાં એકવીસનો સંક્રમ હોય છે.
ઉપશમસમ્યક્ત્વીને ઉપશમ શ્રેણિ આશ્રયી પતગ્રહમાં સંક્રમસ્થાનો
નવમા ગુણસ્થાનકે ચાર સંજ્વલન અને પુરુષવેદ એ પાંચ પ્રકૃતિઓ બંધાય છે, અને મિશ્રમમાં મિથ્યાત્વનો, તેમજ સમ્યક્ત્વ મોહનીયમાં મિશ્ર તથા મિથ્યાત્વ એ બેનો સંક્રમ થતો હોવાથી મિશ્ર અને સમ્યક્ત્વમોહનીય એ બે અને પૂર્વોક્ત પાંચ એ સાત પ્રકૃતિઓ પતદ્મહ હોય છે. અને અઠ્ઠાવીસની અથવા આ ગ્રંથના મતે અનંતાનુબંધી વિના ચોવીસ પ્રકૃતિઓની સત્તા હોય છે, પરંતુ સમ્યક્ત્વમોહનીયનો સંક્રમ ન હોવાથી અંતરકરણ ન કરે ત્યાં સુધી તે વિના શેષ ત્રેવીસનો સંક્રમ સાતમાં થાય છે અને તે જ સાતના પતગ્રહમાં અંતરક૨ણ કર્યા પછી સંજ્વલનલોભનો સંક્રમ ન હોવાથી સમ્યક્ત્વમોહનીય અને સંજ્વલન લોભ વિના શેષ બાવીસનો, નપુંસકવેદનો ઉપશમ થયા બાદ ૨૧નો, સ્રીવેદનો ઉપશમ થયા પછી ૨૦નો એમ ચાર સંક્રમસ્થાનો થાય છે, અને પુરુષવેદની પ્રથમસ્થિતિ સમયોન બે આવલિકા બાકી રહે ત્યારે પુરુષવેદ પતદ્મહ ન હોવાથી પુરુષવેદ વિના શેષ છના પતર્દ્રહમાં સમયોન બે આવલિકાકાળ સુધી વીસ અને હાસ્ય ષટ્કનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકાકાળ સુધી શેષ ચૌદનો સંક્રમ થાય છે. કારણ કે હાસ્ય ષટ્કનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિકાકાળ પછી પુરુષવેદનો પણ સંપૂર્ણ ઉપશમ થઈ જાય છે અને પુરુષવેદનો ઉપશમ થયા બાદ શેષ તેરનો સંક્રમ થાય છે. એમ ત્રણ સંક્રમસ્થાનો હોય છે.
સંજ્વલન ક્રોધની પ્રથમ સ્થિતિ સમયોન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે તે અપતદ્મહ થાય છે માટે સંજવલન ક્રોધ વિના શેષ પાંચના પતગ્રહમાં સમયોન બે આવલિકા સુધી ૧૩નો, અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થયા બાદ સમયોન બે આવલિા સુધી શેષ ૧૧નો, અને સંજ્વલન ક્રોધનો ઉપશમ થયા બાદ શેષ ૧૦નો અંતર્મુહૂર્તકાળ સુધી હોય છે.