Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૩૨
પંચસંગ્રહ-૨ હોવાથી એકસો બત્રીસ સાગરોપમ કાળ દરમ્યાન યથાસંભવ બાંધે છે. આટલી વિશેષતા છે.
પૂર્વક્રોડના આયુષ્યવાળા મનુષ્ય અથવા તિર્યંચના ઉપરાઉપરી સાતભવોમાં શક્ય તેટલા વધારે કાળ સુધી વારંવાર દેવદ્ધિક અને વૈક્રિય સપ્તકને બંધ તથા સંક્રમ દ્વારા અત્યંત પુષ્ટ કરી આઠમા ભવે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલ જીવ પોત-પોતાના બંધ વિચ્છેદ પછી એક આવલિકા બાદ સકલ કર્મલતાની બંધાવલિકા વીતી ગઈ છે. માટે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
એ જ પ્રમાણે દેશોન પૂર્વક્રોડ વર્ષ સુધી વારંવાર આહારક સપ્તકને અને દેશોન બે પૂર્વક્રોડ અધિક તેત્રીસ સાગરોપમ કાળ સુધી તીર્થકર નામકર્મને નિરંતર બંધ તથા સંક્રમ દ્વારા પુષ્ટ કરી ક્ષપકશ્રેણિમાં આઠમાં ગુણસ્થાનકે પોતાના બંધ વિચ્છેદ બાદ એક આવલિકાના અંતે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી છે.
(૫) જઘન્યપ્રદેશસંક્રમના સ્વામી – જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી ક્ષપિતકર્માશ આત્મા હોય છે. અન્ય સર્વ જીવો કરતાં જે જીવને ઓછામાં ઓછા કર્મ પરમાણુઓની સત્તા હોય તે જીવ ક્ષપિતકર્માસ કહેવાય છે. તેથી જીવ ક્ષપિતકર્માશ કઈ રીતે થઈ શકે, તેની રીત બતાવે છે.
સ્વભૂમિકાનુસાર સૂક્ષ્મ નિગોદગત અન્ય જીવોની અપેક્ષાએ ઘણા જ મંદ યોગવાળો અને મંદ કષાયોદયવાળો થઈ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ કાળ સુધી સૂક્ષ્મનિગોદમાં રહી, અભવ્ય જીવને ઓછામાં ઓછી જેટલી પ્રદેશસત્તા હોય તેટલી પ્રદેશ સત્તા કરી, ત્યાંથી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય, અને ત્યાંથી અંતર્મુહૂર્તમાં જ કાળ કરી પૂર્વક્રોડવર્ષના આયુષ્યવાળો મનુષ્ય થઈ માસપૃથક્વ અધિક આઠ વરસની વયે દીક્ષા ગ્રહણ કરી દેશોનપૂર્વક્રોડ સુધી સંયમનું પાલન કરી અંતે મિથ્યાત્વ પામી દશ હજાર વર્ષના આયુષ્યવાળો દેવ થાય, ત્યાં પર્યાપ્તિઓ પૂર્ણ થતાં જ સમ્યક્ત પામે અને અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે પુનઃ મિથ્યાત્વ પામી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય, ત્યાંથી પુન: મનુષ્યમાં આવી દેશવિરતિ અથવા સર્વવિરતિ પાળી અંતે મિથ્યાત્વી થઈ ફરીથી જઘન્ય સ્થિતિવાળો દેવ થાય, એમ પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ કાળમાં વારંવાર બાદર પર્યાપ્ત પૃથ્વીકાયમાં, મનુષ્યમાં અને દેવમાં ઉત્પન્ન થઈ, તે દરમ્યાન અસંખ્યાતી વાર સમ્યક્ત અને તેથી ઘણી થોડી અસંખ્યાતીવાર દેશવિરતિ, આઠ વાર સર્વવિરતિચારિત્ર, આઠ વાર અનંતાનુબંધી કષાયની વિસંયોજના અને ચાર વાર મોહનીય કર્મનો ઉપશમ કરી ત્યારબાદ અન્ય ભવમાં માસપૃથ7 અધિક આઠ વર્ષની ઉંમરે થતાં તરત જ ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થયેલ જીવ ક્ષપિતકર્માશ કહેવાય છે.
નિગોદની અંદર અન્ય જીવો કરતાં યોગ અને કષાય ઘણો જ અલ્પ હોય છે. તેથી નવાં કર્મ-પુદ્ગલો ઘણાં જ ઓછા ગ્રહણ કરે છે. અને પૂર્વબદ્ધ કર્મની ઉદ્વર્તના ઓછી અને અપવર્તના વધુ પ્રમાણમાં થાય છે. તેમજ વારંવાર જન્મ-મરણ થવાથી વ્યાકુળતા અને દુઃખનો અનુભવ કરતાં જ્ઞાનાવરણીય વગેરે કર્મનાં ઘણાં કર્મયુગલો સત્તામાંથી દૂર થઈ જાય છે તેથી સ્વભૂમિકાનુસાર જઘન્યયોગ અને જઘન્ય કષાયવાળો થઈ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ ન્યૂન ઉત્કૃષ્ટ કર્મસ્થિતિ કાળ પ્રમાણ સૂક્ષ્મનિગોદમાં રહેવાનું બતાવેલ છે.