Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૩૬
પંચસંગ્રહ-૨
અપૂર્વકરણ ગુણસ્થાનથી અબધ્યમાન અશુભપ્રકૃતિઓનાં ઘણાં દલિકો ગુણસંક્રમ દ્વારા આ પ્રવૃતિઓમાં આવવાથી જઘન્ય પ્રદેશસંક્રમ ન થાય માટે એક વાર પણ મોહનીયનો ઉપશમ કર્યા વિના એમ કહેલ છે. અને ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થતી વખતે પણ અપૂર્વકરણના પ્રથમ સમયથી ગુણસંક્રમ દ્વારા અવધ્યમાન અશુભપ્રકૃતિઓનાં ઘણાં દલિકો આવે અને તે દલિકની પણ સંક્રમાવલિકા વ્યતીત થયા બાદ સંક્રમ થાય માટે અપૂર્વકરણ ગુણસ્થાનકથી પહેલી આવલિકાના ચરમ સમયે જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી કહેલ છે.
એવા જ જીવો પોતાના બંધવિચ્છેદ સમયે એટલે કે ચરમ મનુષ્યભવના પહેલાંના દેવ કે નરક ભવના ચરમસમયે યથાપ્રવૃત્તસંક્રમથી સંક્રમાવતા વજઋષભનારાય સંઘયણના જઘન્ય પ્રદેશ સંક્રમના સ્વામી છે. એમ આ ગ્રંથમાં ટીકાકારે મૂળ ટીકાના આધારે બતાવેલ છે. પરંતુ કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ગાથા ૧૦૯ની ટીકામાં અપૂર્વકરણ ગુણસ્થાનકની પહેલી આવલિકાના ચરમ સમયે વજઋષભનારા સંઘયણનો જઘન્ય પ્રદેશસંક્રમ કહેલ છે, યુક્તિથી પણ એ જ વધારે ઠીક લાગે છે. કારણ કે બંધવિચ્છેદ સમય સુધી યથાપ્રવૃત્તસંક્રમ હોય છે, અને અપૂર્વકરણ ગુણસ્થાનકે વિધ્યાત સંક્રમ હોય છે. તથા યથાપ્રવૃત્તસંક્રમ કરતાં વિધ્યાત સંક્રમથી ઘણું જ ઓછું દલિક સંક્રમે છે. તેમ જ મનુષ્યના ભવમાં ઉદય તથા સંક્રમથી પણ તેટલા કાળમાં સત્તામાંથી ઘણું જ દલિક ઓછું થઈ જાય છે. છતાં અહીં બંધવિચ્છેદ સમયે કેમ કહેલ છે તેનો નિર્ણય અતિશય જ્ઞાની જ કરી શકે.
સાધિક ચાર પલ્યોપમ અધિક એકસો ત્રેસઠ સાગરોપમ સુધી કોઈક ભવમાં ભવપ્રત્યયિક અને કોઈક ભવમાં ગુણપ્રત્યયિક બંધ કર્યા વિના ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર જીવો સાતમા ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે વિધ્યાત સંક્રમથી સંક્રમાવતાં તિર્યંચદ્ધિક અને ઉદ્યોત એ ત્રણ પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશ સ્વામી છે. પછી અપૂર્વકરણ ગુણસ્થાનકે તિર્યંચદ્વિકનો ગુણસંક્રમ થાય છે. માટે જઘન્ય પ્રદેશસંક્રમ થઈ શકતો નથી.
એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સ્થાવરચતુષ્ક અને આતપ આ નવ પ્રકૃતિઓનો છઠ્ઠી નારક, રૈવેયક, મનુષ્ય તથા દેવભવમાં ગુણપ્રત્યયિક અથવા ભવપ્રત્યયિક સાધિક ચાર પલ્યોપમ સહિત એકસો પચાસી સાગરોપમ સુધી બંધ કર્યા વિના અંતે મનુષ્યના ભવમાં ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર જીવો અપ્રમત્તગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાત સંક્રમથી સંક્રમાવતાં આ નવે પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે. પછી અપૂર્વકરણ ગુણસ્થાનકથી આતપ વિના આઠ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થતો હોવાથી જઘન્ય પ્રદેશસંક્રમ ઘટી શકતો નથી માટે જ યથાપ્રવૃત્તકરણના અંતે કહેલ છે.
ત્રણ પલ્યોપમના આયુષ્યનાળા યુગલિક ભવના અંતે સમ્યક્ત પામી ત્યારબાદ દેવમનુષ્ય ભવોમાં સાધિક ૧૩ર સાગરોપમ પ્રમાણ સમ્યક્તનો કાળ પૂર્ણ કરી ચરમ અંતર્મુહૂર્ત ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર આત્માઓ અપ્રમત્તગુણઠાણે યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમથી સંક્રમાવતાં દૌર્ભાગ્યત્રિક, અશુભવિહાયોગતિ, પ્રથમ વિનાના સંસ્થાના, પ્રથમ વિનાના પાંચ સંઘયણ, નીચ ગોત્ર અને નપુંસકવેદ આ સોળ પ્રકૃતિઓના જઘન્યુંપ્રદેશસંક્રમના સ્વામી છે.