Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૩૪
પંચસંગ્રહ-૨
અપ્રમત્તગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમ દ્વારા સંક્રમાવતાં મધ્યમ આઠ કષાયના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.
અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી મધ્યમના આઠ કષાય અને અરતિ વગેરે છે, એ ચૌદ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. માટે યથાપ્રવૃત્તકરણના અંતે જઘન્ય પ્રદેશ સંક્રમ કહેલ છે તે બરાબર છે. પરંતુ અશુભવર્ણાદિનવક અને ઉપઘાત આ દશ પ્રકૃતિઓ આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધી બંધાય છે. તેથી ત્યાં સુધી ગુણસંક્રમ થતો ન હોવાથી આઠમાના છઠ્ઠા ભાગે પણ જઘન્ય પ્રદેશસંક્રમ થઈ શકે, છતાં અહીં યથાપ્રવૃત્તકરણના અંતે કહેલ છે. તેનું કારણ અતિશય જ્ઞાનીઓ જાણે...
- સમ્યક્ત પ્રાપ્ત કરી ઘટી શકે તેટલા ઓછામાં ઓછા-અંતર્મુહૂર્ત કાળ સુધી સમક્વમોહનીય અને મિશ્રમોહનીયમાં ગુણસંક્રમ દ્વારા મિથ્યાત્વનો સંક્રમ કરી એકસો બત્રીસ સાગરોપમ સુધી સમ્યક્તનું પાલન કરી મિથ્યાત્વ ગુણસ્થાનકે જઈ ઉઠ્ઠલના શરૂ કરે, તે ઉકલનાના દ્વિચરમ સ્થિતિખંડના ચરમસમયે ઓછામાં ઓછાં દલિતો પર પ્રકૃતિમાં સંક્રમાવે છે ત્યારે મિથ્યાદષ્ટિ સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયના જઘન્ય પ્રદેશસંક્રમનો સ્વામી છે.
ચાર વાર મોહનીયનો સર્વોપશમ કરી પ્રથમ ગુણસ્થાનકે આવી સ્વભૂમિકાનુસાર જઘન્ય યોગસ્થાને વર્તતા શક્ય તેટલા નાના અંતમૂહૂર્ત પ્રમાણ કાળમાં અનંતાનુબંધીનો બંધ કરી પુનઃ એકસો બત્રીસ સાગરોપમ સુધી સમ્યક્તનું પાલન કરી અનંતાનુબંધી કષાયને ક્ષય કરવા માટે ત્રણ કરણ કરે ત્યારે યથાપ્રવૃત્તકરણના અંત સમયે વિધ્યાત સંક્રમ દ્વારા સંક્રમાવતાં ચારેય અનંતાનુબંધી કષાયના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.
જ્યારે જ્યારે મોહનીયકર્મનો ઉપશમ કરે ત્યારે ત્યારે સ્થિતિઘાત વગેરેથી સત્તામાં રહેલ શેષ ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનાં ઘણાં દલિકો સત્તામાંથી ક્ષય થઈ જાય છે, તેથી મિથ્યાત્વ ગુણસ્થાનકે આવી પુનઃ અનંતાનુબંધી બાંધે ત્યારે તેમાં સંક્રમથી ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનાં ઘણાં જ ઓછાં દલિકો આવે માટે ચાર વાર મોહનીયનો ઉપશમ કરવાનું કહેલ છે, અને એકસો બત્રીસ સાગરોપમ કાળ સુધી સંક્રમ દ્વારા અનંતાનુબંધીના ઘણાં જ દલિકો સત્તામાંથી દૂર થઈ જાય છે. તેથી એકસો બત્રીસ સાગરોપમકાળ સમ્યક્તનું પાલન કરી પછી ક્ષય કરે એમ કહેલ છે, અને અપૂર્વકરણમાં ગુણસંક્રમ દ્વારા ઘણાં દલિકો સંક્રમે છે, તેથી યથાપ્રવૃત્તકરણના અંત્ય સમયે બતાવેલ છે.
શક્ય તેટલા નાનામાં નાના અંતમુહૂર્ત પ્રમાણ અપ્રમત્ત ગુણસ્થાનકે આહારકસપ્તકનો બંધ કરી અવિરત થઈ અંતર્મુહૂર્ત બાદ આહારક સપ્તકની ઉત્કલના શરૂ કરે, તે કરતાં કરતાં
જ્યારે દ્વિચરમસ્થિતિખંડના ચરમસમયે પરપ્રકૃતિમાં દલિક સંક્રમાવે ત્યારે આહારક સપ્તકના ' જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.
પહેલામાં પહેલો તીર્થંકર નામકર્મનો બંધ શરૂ કરે અને પહેલા સમયે બંધાયેલ લતાની બંધ આવલિકા પૂર્ણ કરી પહેલા સમયે યથાપ્રવૃત્તસંક્રમથી પરપ્રકૃતિમાં સંક્રમાવે ત્યારે તીર્થકર નામના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.