Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૩૩
દેવ અને મનુષ્ય ભવમાં યથાસંભવ વારંવાર સમ્યક્તાદિ ગુણો પ્રાપ્ત કરતાં સત્તામાંથી ઘણાં કર્મો ક્ષય પામે અને નવીન કર્મો ઘણાં જ ઓછા બંધાય તેથી જ અસંખ્યાતીવાર સમ્યક્ત, તેનાથી ઘણી અલ્પ અસંખ્યાતીવાર દેશવિરતિ, તેમજ ભવચક્રમાં તેથી વધારે વાર સર્વવિરતિ આદિ પ્રાપ્ત કરતો ન હોવાથી આઠ વાર સર્વવિરતિચારિત્ર, આઠ વાર અનંતાનુબંધી કષાયની વિસંયોજના અને ચાર વાર મોહનીયકર્મનો સર્વોપશમ કરવાનું બતાવેલ છે.
એ જ આત્મા હવે પછી બતાવવામાં આવશે તે પ્રમાણે જઘન્ય પ્રદેશસંક્રમનો સ્વામી થાય છે.
નિદ્રાદ્ધિક, હાસ્ય-રતિ, ભય અને જુગુપ્સા આ છ પ્રકૃતિઓમાં અપૂર્વકરણ ગુણસ્થાનકના પ્રથમ સમયથી ગુણસંક્રમ દ્વારા સ્વજાતીય અબધ્યમાન અશુભ પ્રકૃતિનાં ઘણાં જ દલિકો આવે છે. અને પોતાના બંધવિચ્છેદ પછી આ પ્રવૃતિઓના પણ ગુણસંક્રમ દ્વારા અન્ય પ્રવૃતિઓમાં ઘણાં દલિકો સંક્રમે છે. તેથી આ છયે પ્રકૃતિઓના પોતપોતાના બંધવિચ્છેદ સમયે યથાપ્રવૃત્ત સંક્રમ દ્વારા સંક્રમાવતાં અપૂર્વકરણ ગુણસ્થાનવ જીવો જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.
અવધિજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરતી વખતે તથાસ્વભાવે જ અન્ય પ્રકૃતિઓનાં ઘણાં દલિકો સત્તામાંથી દૂર થઈ જાય છે અને થોડાં જ બાકી રહે છે. તેથી જ જઘન્ય પ્રદેશસંક્રમ થઈ શકે, માટે અવધિજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરેલ જીવો દશમા ગુણસ્થાનકથી આગળ પતäહરૂપ પ્રકૃતિઓના બંધનો અભાવ હોવાથી દશમાં ગુણસ્થાનકના ચરમસમયે અવધિજ્ઞાનાવરણ વિના ચાર જ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણ વિના ત્રણ દર્શનાવરણ અને પાંચ અંતરાય એ બાર પ્રકૃતિઓના જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.
અવધિજ્ઞાન-દર્શન પ્રાપ્ત કરેલ જીવોને અવધિજ્ઞાનાવરણ તથા અવધિદર્શનાવરણનાં પુદ્ગલો ઘણાં જ રૂક્ષ થઈ જાય છે, તેથી બંધવિચ્છેદ સમયે પણ આ બે પ્રકૃતિઓના ઘણા પ્રદેશોનો સંક્રમ થાય છે. માટે તેવા જીવોને જઘન્ય પ્રદેશસંક્રમ થતો ન હોવાથી અવધિજ્ઞાનદર્શન પ્રાપ્ત નહીં કરેલ જીવો દશમા ગુણસ્થાનકના ચરમસમયે અવધિજ્ઞાનાવરણ તેમજ અવધિદર્શનાવરણ જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.
એકસો બત્રીસ સાગરોપમ કાળ સુધી સમ્યક્તનું પાલન કરતાં થીણદ્વિત્રિક, સ્ત્રીવેદ અને મિથ્યાત્વમોહનીય એ પાંચ પ્રકૃતિઓના સંક્રમ વગેરે દ્વારા સત્તામાંથી ઘણાં પુગલો ઓછા કરી ક્ષય કરવા તૈયાર થયેલ જીવો સાતમા ગુણસ્થાનકના અંતે થીણદ્વિત્રિક અને સ્ત્રીવેદ એ ચારના તથા ક્ષાયિક સમ્યક્તને પ્રાપ્ત કરતા ચોથાથી સાતમાં ગુણસ્થાનક સુધીના મનુષ્યો મિથ્યાત્વના યથાપ્રવૃત્તકરણના અંતે વિધ્યાતસંક્રમ દ્વારા સંક્રમાવતાં જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી છે.
સાત માસ અધિક આઠ વર્ષની ઉંમરે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થવાને ઇચ્છનાર ક્ષપિતકર્માશ જીવ અપ્રમત્ત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણના અંતે યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા સંક્રમાવતાં અરતિ શોક, અસ્થિરદ્ધિક, અયશકીર્તિ, અસતાવેદનીય, ઉપઘાત અને કુવર્ણાદિ નવક એ સોળ પ્રકૃતિઓના તેમજ દેશોનપૂર્વક્રોડ વર્ષ સંયમનું પાલન કરી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થનાર . પંચ૦૨-૫૫