Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
४०८
પંચસંગ્રહ-૨ (પ-૬) જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ તથા તેના સ્વામી
અપવર્તન અને ઉદ્ધર્તના સંક્રમ આની પછી સ્વતંત્ર કહેવામાં આવશે, તેથી આ કરણમાં મુખ્યતાએ અન્ય પ્રકૃતિ નયનરૂપ સંક્રમનો વિષય છે. તોપણ મિથ્યાત્વ મોહનીય વિના જે પ્રકૃતિઓનો અન્ય પ્રકૃતિ નયન સ્વરૂપ ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમથી ઉત્કૃષ્ટ અપવર્તના સ્થિતિસંક્રમ વધારે થતો હોય તે પ્રકૃતિઓના અને જે પ્રકૃતિઓનો અન્ય પ્રકૃતિ નયનરૂપ જઘન્ય સ્થિતિસંક્રમથી અપવર્નના જઘન્ય સ્થિતિસંક્રમ ઓછો થતો હોય તે પ્રકૃતિઓના અન્ય પ્રકૃતિ નયન સ્થિતિસંક્રમના પ્રમાણને બદલે અપવર્નના સ્થિતિસંક્રમનું પ્રમાણ અને સ્વામી બતાવ્યા છે. અને જે પ્રકૃતિઓનો અપવર્તનાની સમાન જ અન્ય પ્રકૃતિ નયનરૂપ ઉત્કૃષ્ટ અથવા જઘન્ય સ્થિતિસંક્રમ થતો હોય તે પ્રકૃતિઓના અપવર્તનાને બદલે અન્ય પ્રકૃતિ નયનરૂપ સ્થિતિસંક્રમનું પ્રમાણ અને સ્વામી બતાવ્યા છે.
જેમ સમ્યક્ત મોહનીયનો અન્ય પ્રકૃતિ નયન સ્થિતિસંક્રમ અપવર્તના સ્થિતિસંક્રમથી ઓછો અને પહેલે ગુણસ્થાનકે થાય છે. પરંતુ તેના બદલે અપવર્તના સ્થિતિસંક્રમ તેનાથી પણ વધારે અને ચોથો ગુણઠાણે થાય છે તેથી પહેલાના બદલે ચોથા ગુણઠાણે અપવર્તના સ્થિતિસંક્રમ આશ્રયી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી બતાવ્યા છે. તથા ચોથા ગુણસ્થાનકે મિશ્રમોહનીયનો અપવર્તના સ્થિતિસંક્રમ અને અન્ય પ્રકૃતિ નયન સંક્રમ સમાન હોવાથી ત્યાં બેમાંથી ગમે તે સંક્રમ આશ્રયી ચોથે ગુણઠાણે ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમના સ્વામી ઘટી શકે.
તે જ પ્રમાણે ક્ષપકશ્રેણિમાં નવમા ગુણસ્થાનકે અપવર્તના દ્વારા હાસ્યષર્કની સંખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિ કરી એકીસાથે સંજ્વલન ક્રોધાદિકમાં સંક્રમાવે છે માટે હાસ્યષકનું અન્ય પ્રકૃતિ નયન જઘન્ય સ્થિતિસંક્રમનું પ્રમાણ બતાવેલ છે. પરંતુ મતિજ્ઞાનાવરણીય વગેરે કેટલીક પ્રકૃતિઓનો અન્ય પ્રકૃતિ નયનરૂપ જઘન્ય સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્ત પ્રમાણ છે, અને બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે ઉપરની એક સમય પ્રમાણ સ્થિતિનો જઘન્ય અપવર્તના સ્થિતિસંક્રમ થાય છે. માટે મતિજ્ઞાનાવરણીય વગેરે પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી અને પ્રમાણ અન્ય પ્રકૃતિ નયન જઘન્ય સ્થિતિસંક્રમના બદલે અપવર્તના જઘન્ય સ્થિતિસંક્રમને આશ્રયી બતાવ્યા છે.
ત્યાં પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય, ચાર આયુષ્ય, નિદ્રાપ્રચલા, સમ્યક્ત મોહનીય, સંજ્વલન લોભ, બે વેદનીય, ગોત્રદ્ધિક અને સ્થાવરદ્રિકાદિ તેર વિના શેષ નામકર્મની નેવું એમ કુલ ૧૧૬ પ્રકૃતિઓનું અપવર્નનાની અપેક્ષાએ અને તે સિવાયની ૪૨ પ્રકૃતિઓનું અન્ય પ્રકૃતિ નયન સંક્રમની અપેક્ષાએ જઘન્ય સ્થિતિસંક્રમનું પ્રમાણ અને સ્વામી બતાવવામાં આવેલ છે. અને આ બન્ને પ્રકારનો જઘન્ય સ્થિતિસંક્રમ ઉદયાવલિકામાં જ થાય છે, પરંતુ ઉદયાવલિકાની બહાર થતો નથી.
પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય, નિદ્રાકિક, સમ્યક્ત મોહનીય, સંજ્વલન લોભ અને ચાર આયુષ્યનો પોત-પોતાના ક્ષય વખતે સમયાધિક આવલિકા શેષ રહે ત્યારે ઉપરની સમય પ્રમાણ સ્થિતિને અપવર્તના દ્વારા ઉદયાવલિકાના શરૂઆતના સમયાધિક