Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૨૯
સ્વામી છે.
થીણદ્વિત્રિક, મધ્યમના આઠ કષાય, છ નોકષાય, તિર્યચકિક, વિકલત્રિક, સૂક્ષ્મ અને સાધારણ આ ચોવીસ પ્રકૃતિઓનો સપક નવમાં ગુણસ્થાનકે પોત-પોતાના ચરમપ્રક્ષેપના ચરમ સમયે સર્વ સંક્રમ દ્વારા સંક્રમાવતો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
ગુણિતકર્માશ સાતમી નરકમાંથી નીકળી ગર્ભજપર્યાપ્ત તિર્યંચમાં ઉત્પન્ન થઈ ત્યાંથી કાળ કરી મનુષ્યમાં આવી ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતાં ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ જ્યારે મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના ચરમસ્થિતિઘાતનો ચરમપ્રક્ષેપ ગુણસંક્રમના અંતે સર્વસંક્રમ દ્વારા સમ્યક્વમોહનીયમાં કરે છે. તે સમયે અવિરત સમ્યગ્દષ્ટિ જીવો મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી છે.
સાતમી નરકમાં અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છતે ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરી ઘણા મોટા અંતર્મુહૂર્ત સુધી ગુણસંક્રમ દ્વારા મિથ્યાત્વ અને મિશ્રમોહનીયને સમ્યક્તમાં સંક્રમાવી મિથ્યાત્વે જાય ત્યારે પ્રથમ સમયે યથાપ્રવૃત્ત સંક્રમથી સંક્રમાવતાં સમ્યક્વમોહનીયના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
સાતમી નરકમાં અંતર્મુહૂર્ત આયુ બાકી રહે છતે છેલ્લી ગુણિતકર્માણની આવશ્યક ક્રિયાઓ કરી ત્યાંથી કાળ કરી ગર્ભજ તિર્યંચ પર્યાપ્તામાં ઉત્પન્ન થાય અને ત્યાં લાયોપથમિક સમ્યક્ત પામી ચાર અનંતાનુબંધીનો ક્ષય કરતા જયારે ચરમસ્થિતિઘાતનો ચરમપ્રદેશ સર્વસંક્રમ દ્વારા પરપ્રકૃતિમાં કરે છે, ત્યારે ચાર અનંતાનુબંધીનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
ગુણિતકર્માશ જીવ સાતમી નરકમાંથી નીકળી તિર્યંચમાં જઈ ત્યાંથી કાળ કરી ઈશાન દેવલોકમાં જાય અને ત્યાં અત્યંત સંક્લિષ્ટ થઈ વારંવાર નપુંસકવેદ, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, આતપ અને ઉદ્યોતનામકર્મનો બંધ દ્વારા તેમજ અન્ય પ્રકૃતિઓના સંક્રમ દ્વારા ઘણાં દલિકોનો સંચય કરી ત્યાંથી કાળ કરી સ્ત્રી અથવા પુરુષવેદપણે મનુષ્યમાં ઉત્પન્ન થાય અને ત્યાં સાત માસ અધિક આઠ વર્ષની વયે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ જ્યારે નવમા ગુણસ્થાનકે આ દરેક પ્રકૃતિઓના ચરમસ્થિતિઘાતનો ચરમપ્રક્ષેપ સર્વસંક્રમ દ્વારા કરે છે, ત્યારે તે આ પાંચ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે. - ગુણિતકર્માશ જીવ યુગલિકમાં ઉત્પન્ન થઈ અસંખ્યાત વરસ સુધી વારંવાર બંધ તથા સંક્રમ દ્વારા સ્ત્રીવેદને ખૂબ જ પુષ્ટ કરી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વ્યતીત થાય બાદ અકાળપણે મૃત્યુ પામી જઘન્ય સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થઈ ત્યાં પણ વારંવાર બંધ તથા સંક્રમથી સ્ત્રીવેદને પુષ્ટ કરી કોઈ પણ વેદે મનુષ્યમાં ઉત્પન્ન થઈ માસપૃથક્વ અધિક આઠ વરસની વયે ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થાય તે જીવ ચરમસ્થિતિઘાતના ચરમપ્રક્ષેપને સર્વસંક્રમ દ્વારા સંક્રમાવે ત્યારે સ્ત્રીવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો સ્વામી છે.
ગુણિતકર્માશ જીવ ઈશાનદેવલોકમાં પૂર્વોક્ત રીતે નપુંસકવેદને પુષ્ટ કરી ત્યાંથી 'સંખ્યાતવર્ષના આયુષ્યવાળામાં આવી ત્યાંથી કાળ કરી અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકમાં ઉત્પન્ન થાય ત્યાં અસંખ્યાત વર્ષ સુધી વારંવાર બંધ તથા અન્ય પ્રકૃતિઓના સંક્રમ દ્વારા સ્ત્રીવેદને