Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૨૭
સંક્રમણકરણ સારસંગ્રહ ચારે સંક્રમો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે જ હોય છે, અને અધુવ સત્તાવાળી ચોવીસ પ્રકૃતિઓની સત્તા જ અધ્રુવ હોવાથી તેના જઘન્યાદિ ચારેય સંક્રમો સ્વાભાવિક રીતે સાદિ-અદ્ભવ એમ બે પ્રકારે છે.
(૪) ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી : મતિજ્ઞાનાવરણીય વગેરે એકવીસ પ્રકૃતિઓના ગુણિતકર્માશ મિથ્યાદષ્ટિ અને શેષ પ્રકૃતિઓના ગુણિતકશ બહુલતાએ ઉપરના ગુણસ્થાનકવાળા ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી હોય છે. તેથી પ્રથમ ગુણિતકર્માશ જીવનું સ્વરૂપ બતાવે છે.
જે જીવને સૌથી વધારે કર્મપ્રદેશો સત્તામાં હોય તે જીવ ગુણિતકર્માસ કહેવાય છે. એ. કઈ રીતે થાય તે અહીં સમજાવે છે.
જેટલી વાર શક્ય હોય તેટલી વાર પોતાની ભૂમિકાને અનુસારે ઉત્કૃષ્ટ યોગવાળો અને ઉત્કૃષ્ટ કષાયવાળો થાય અને દરેક ભવની અંદર ત~ાયોગ્ય જઘન્ય યોગસ્થાને વર્તતો આયુષ્યનો બંધ કરે, વળી દરેક વખતે ઉપરનાં સ્થાનોમાં વધારે-વધારે દલિકો ગોઠવે, તેમજ બની શકે તેટલા દીર્ધાયુવાળા બાદરકઠણ પૃથ્વીકાય પર્યાપ્તાના અને ઓછામાં ઓછા અપર્યાપ્ત પૃથ્વીકાયના ભવો થાય તે રીતે પૂર્વક્રોડ પૃથક્વ અધિક બે હજાર સાગરોપમ પ્રમાણ બેઇન્દ્રિયાદિ ત્રસકાયની સ્વકાયસ્થિતિથી ન્યૂન સિત્તેરકોડાકોડી સાગરોપમ પ્રમાણ બાદરપૃથ્વીકાયમાં રહી બેઇન્ડિયાદિ ત્રસકાયમાં પૂર્વોક્ત રીતિ એ જ પૂર્વક્રોડપૃથક્વ અધિક બે હજાર સાગરોપમ કાળ સુધી રહે, તે દરમ્યાન બની શકે તેટલી વાર ઉત્કૃષ્ટ આયુવાળા સાતમીનરકમાં નારકપણે ઉત્પન્ન થાય અને છેલ્લા સાતમીનરકના ભાવમાં અન્ય જીવોની અપેક્ષાએ બની શકે તેટલો શીઘ્ર પર્યાપ્તો થઈ પૂર્વોક્ત વિધિ પ્રમાણે અંતર્મુહૂર્ત ન્યૂન તેત્રીસ સાગરોપમ પ્રમાણ કાળ વ્યતીત કરી અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહે છતે આઠ સમયના કાળવાળા યવમધ્યથી ઉપરના સાત સમય વગેરેનાં કાળવાળાં યોગસ્થાનોમાં અંતર્મુહૂર્ત કાળ પ્રમાણ ક્રમશઃ અસંખ્યાતગુણવૃદ્ધ ચડતાં યોગસ્થાનોમાં વર્તી પોતાના ભવના આયુષ્યના છેલ્લા સમયથી ત્રીજા અને બીજા સમયે ઉત્કૃષ્ટ કષાયોદયવાળો તથા ઉપાસ્ય (છેલ્લાથી પહેલા) સમયે અને છેલ્લા સમયે ઉત્કૃષ્ટયોગવાળો થાય, તેવો સાતમી નરકનો ચરમસમયવર્તીજીવ સંપૂર્ણ ગુણિતકર્માસ કહેવાય છે.
ઉત્કૃષ્ટયોગથી ઘણાં કર્મ-પુગલો પ્રહણ થાય અને ઉત્કૃષ્ટ કષાયોદયથી ઉદ્ધર્તના ઘણી થાય, એટલે કે ઉપરનાં સ્થાનોમાં ઘણાં દલિકો રહે, અને અપવર્તન અલ્પ થવાથી નીચેનાં સ્થાનોમાં દલિકો થોડાં રહે તેમજ નીચેનાં સ્થાનો ઉદયથી ભોગવાઈ જાય પરંતુ ઉપરનાં સ્થાનોમાં દલિકો લાંબા ટાઇમ ટકી રહે છે, તેથી ઉત્કૃષ્ટયોગ અને ઉત્કૃષ્ટ કષાયોદય બની શકે તેટલી વાર થવાનું બતાવેલ છે.
આયુષ્ય જઘન્યયોગે બાંધે ત્યારે તથાસ્વભાવે જ આયુષ્યકર્મનાં પુગલો થોડાં ગ્રહણ કરે અને જ્ઞાનાવરણીય વગેરે કર્મનાં થોડાં પગલોનો ક્ષય કરે, માટે દરેક ભવમાં જઘન્યયોગે આયુષ્ય બાંધે એમ કહ્યું છે. તથા ઉપરનાં સ્થાનોમાં વિશેષ દલરચના કરવાનું કારણ તે સ્થાનોમાં દલિક લાંબો ટાઇમ ટકી રહે તે છે.