Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૪૧૬
પંચસંગ્રહ-૨
અનંતાનુબંધી ચતુષ્ક, નવ નોકષાય, અને સંજવલન ચતુષ્ક આ સત્તર પ્રવૃતિઓનો અજઘન્ય અનુભાગ સંક્રમ ચાર પ્રકારે, શેષ ત્રણ સંક્રમો સાદિ-અદ્ભવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એકના દશ-દશ, કુલ એકસોસિત્તેર. પાંચ જ્ઞાનાવરણીય, છ દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ સોળનો અજઘન્ય અનુભાગ સંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે અને બાકીના ત્રણ સંક્રમો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ કુલ એકસો ચુંમાળીસ. ત્રસદશક, પંચેન્દ્રિયજાતિ, સમચતુરગ્નસંસ્થાન, શુભવિહાયોગતિ, તૈજસ-કાશ્મણસપ્તક, શુભવર્ણાદિ અગિયાર, પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, નિર્માણ, અને સાતાવેદનીય આ છત્રીસ પ્રવૃતિઓનો અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે અને બાકીના સંક્રમો સાદિ-અધુવ એમ બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ કુલ ત્રણસો ચોવીસ. ઔદારિક સપ્તક, ઉદ્યોત, પ્રથમસંઘયણ આ નવનો અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ ચાર પ્રકારે અને શેષ ત્રણ સંક્રમો સાદિઅધુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એકના દશ-દશ કુલ નેવું. બાકીની થીણદ્વિત્રિક વગેરે એંસી પ્રકૃતિઓના ચારે અનુભાગ સંક્રમ સાદિ-અધુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એકના આઠ-આઠ કુલ છસો ચાળીસ....એમ ઉત્તર પ્રવૃતિઓના અનુભાગ સંક્રમ આશ્રયી ૧,૩૬૮ (એકહજાર, ત્રણસો, અડસઠ) ભાંગા થાય છે.
ચોવીસની સત્તાવાળો પ્રથમ ગુણસ્થાનકે આવી અનંતાનુબંધીનો બંધ કરે ત્યારે બંધ આવલિકા પછીના પહેલા સમયે તેનો જઘન્ય સંક્રમ થાય છે અને નવ નોકષાય તેમજ ચાર સંજવલનના ક્ષેપકને પોત-પોતાના જઘન્ય સ્થિતિ સંક્રમ કાળે એક સમયમાત્ર જઘન્ય અનુભાગ. સંક્રમ થાય છે. માટે સાદિ-અધુવ એમ બે પ્રકારે છે. તે સિવાયના કાળમાં જ્યારે આ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે ત્યારે તે અજઘન્ય અનુભાગ સંક્રમ હોય છે. તે અજઘન્ય અનુભાગ સંક્રમ પ્રથમ ગુણસ્થાનકે સમયાધિક આવલિકા પછી અને તે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ અગિયારમા ગુણસ્થાનકથી પડે ત્યારે પુનઃ શરૂ થાય છે ત્યારે સાદિ, અને આ સ્થાનોને નહીં પામેલા જીવને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અવ હોય છે.
- બારમા ગુણસ્થાનકે મતિજ્ઞાનાવરણીય વગેરે સોળ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ સંક્રમ સમયમાત્ર થતો હોવાથી સાદિ-અધ્રુવ છે, તે સિવાય જયારે આ પ્રકૃતિઓનો સંક્રમ પ્રવર્તે છે ત્યારે તે અજઘન્ય હોય છે પરંતુ તેની શરૂઆત ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે. આ સોળ અને પૂર્વોક્ત સત્તર, એમ તેત્રીસ પ્રકૃતિઓનો સંજ્ઞીપંચેદ્રિય ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી આવલિકા પછી ઉત્કૃષ્ટ અને શેષ કાળે અનુત્કૃષ્ટ એમ વારાફરતી અનેક વાર કરતા હોવાથી આ બન્ને સંક્રમો સાદિ-અધુવ બે પ્રકારે છે.
ત્રસાદિ શુભપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ પોત-પોતાનો બંધ વિચ્છેદ કરી આવલિકા બાદ સયોગીના અંત સુધી થતો હોવાથી સાદિ-અધ્રુવ છે. તે સિવાયના કાળમાં જ્યારે આ પ્રકૃતિઓનો સંક્રમ હોય છે ત્યારે અનુષ્ટ હોય છે અને તેની શરૂઆત ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ એમ ત્રણ પ્રકારે છે.
સર્વવિશુદ્ધ દેવ ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરી બંધ-આવલિકા બાદ ઔદારિક સપ્તક અને પ્રથમ સંઘયણ એ આઠનો અને સપ્તમપૃથ્વીનો નારક મિથ્યાત્વના ચરમ સમયે ઉત્કૃષ્ટ અનુભાગ