Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૦૯
ત્રીજા ભાગની અંદર સંક્રમાવે છે ત્યારે જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. તેમાં પાંચ જ્ઞાનાવરણીય વગેરે ચૌદ પ્રકૃતિઓના બારમા ગુણસ્થાનકવાળા, સમ્યક્ત મોહનીયના ચારે ગતિના સમ્યગ્દષ્ટિ, સંજવલન લોભના ક્ષેપક સૂક્ષ્મ સંપરાયવર્તી અને ચારે આયુષ્યના સ્વ-સ્વગતિવર્તી જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી છે. અને નિદ્રાદ્ધિકના બારમા ગુણસ્થાનકવાળા આવલિકાના અસંખ્યાતા ભાગ સહિત બે આવલિકા પ્રમાણ કાળ બાકી રહે ત્યારે સર્વોપરિ સમય પ્રમાણ સ્થિતિની અપવર્તન કરી ઉદયાવલિકાના શરૂઆતના સમયાધિક ત્રીજા ભાગમાં સંક્રમાવે છે. અહીં વસ્તુ-સ્વભાવ જ કારણ છે.
ક્ષપક-નવમા ગુણઠાણે હાસ્યષટ્રકના ચરમ પ્રક્ષેપ વખતે સંખ્યાત વર્ષ પ્રમાણ સ્થિતિની અપવર્તન કરી સંજવલન ક્રોધની ઉદયાવલિકામાં સંક્રમાવે ત્યારે સંખ્યાત વર્ષ પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે. અને એ જ જીવ બંધવિચ્છેદ સમયે બંધાયેલ પુરુષવેદ અને સંજવલન ક્રોધાદિ ત્રણના અબાધાકાળમાં પૂર્વબદ્ધ-દલિક ન હોવાથી અનુક્રમે અંતર્મુહૂર્ત ન્યૂન આઠ વર્ષ, બે માસ, એક માસ અને પંદર દિવસ પ્રમાણ પુરુષવેદાદિ ચારનો જઘન્ય સ્થિતિસંક્રમ કરે છે, માટે આ દશેય પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી કૃપક નવમા ગુણઠાણાવર્તી જીવો છે. પરંતુ અન્ય વેદે શ્રેણિ માંડનારને પુરુષવેદનો જલદી ક્ષય થતો હોવાથી તેમજ ઉદય તથા ઉદીરણા ના હોવાથી જઘન્ય સ્થિતિસંક્રમ ઘટતો નથી માટે પુરુષવેદે શ્રેણિ માંડનારને પુરુષવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. આ વિશેષતા છે.
- મિથ્યાત્વ મોહનીય, મિશ્રમોહનીય, પ્રથમના બાર કષાય, નપુંસકવેદ, સ્ત્રીવેદ, થીણદ્વિત્રિક, સ્થાવરદ્ધિક, તિર્યંચદ્રિક, નરકદ્રિક, આતપદ્રિક, એકેન્દ્રિયાદિ આદ્ય ચાર જાતિ અને સાધારણ નામકર્મ આ બત્રીસ પ્રકૃતિઓનો પોત-પોતાના ક્ષયના અંતે ચરમસ્થિતિ ઘાતના ચરમ પ્રક્ષેપ વખતે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ છે. તેમાં ચાર અનંતાનુબંધીના ચારે ગતિના સમ્યગ્દષ્ટિ, મિથ્યાત્વ તથા મિશ્રમોહનીયના ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરનાર ચોથાથી સાતમા ગુણઠાણા સુધીના મનુષ્ય અને શેષ છવ્વીસ પ્રકૃતિઓના ક્ષેપક નવમા ગુણઠાણાવાળા જીવો જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી છે. શેષ ચોરાણું પ્રકૃતિઓનો સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે સર્વ-અપવર્તનો કરણથી અપવર્તન કરે ત્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે અને તે જ તેના સ્વામી છે.
જઘન્ય સ્થિતિસંક્રમ વખતે જેટલી સત્તા હોય તે જઘન્ય સ્થિતિ કહેવાય છે અને તે સામાન્ય રીતે જઘન્ય સ્થિતિસંક્રમથી એક આવલિકા અધિક હોય છે. પરંતુ નવ નોકષાય, સંજવલન ક્રોધાદિ ત્રણ અને નિદ્રાદ્ધિકમાં એમ નથી. કારણ કે નવ નોકષાય અને સંજ્વલન ક્રોધાદિ ત્રણ–એ બારનો અંતરકરણમાં જઘન્ય સ્થિતિસંક્રમ થાય છે અને અંતરકરણમાં દલિક હોતું નથી, પરંતુ સ્થિતિસત્તા હોય છે, માટે આ બારમાંથી હાસ્યષક, સ્ત્રીવેદ અને નપુંસકવેદની જઘન્ય સ્થિતિસંક્રમથી યસ્થિતિ અંતર્મુહૂર્ત અધિક હોય છે અને પુરુષવેદ તેમજ સંજ્વલન ક્રોધાદિ ત્રણ એ ચારનો જે વખતે જઘન્ય સ્થિતિસંક્રમ કરે છે, તે વખતે બંધવિચ્છેદ સમયે બંધાયેલા કર્મદલિક સિવાય અન્ય દલિક સત્તામાં વિદ્યમાન ન હોવાથી ચરમ સમયે બંધાયેલ કર્મલતાની બંધ આવલિકા વીત્યા બાદ સંક્રમણ આવલિકાના ચરમ સમયે જઘન્યસ્થિતિસંક્રમ થાય છે. માટે 'પંચ ૨-૫૨