Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૩૯૭
અને સંજવલન માનના ઉપશમ પછી અંતર્મુહૂર્ત સુધી ૫, તેમજ ઔપશમિક સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં સંજવલન લોભની અપતટ્ઠહતા પછી મિશ્ર અને સમ્યક્વમોહનીય રૂપ બેના પતથ્રહમાં મિથ્યાત્વ અને મિશ્ર એ ૨, અથવા ક્ષપકશ્રેણિમાં સંજવલન ક્રોધના ક્ષયની સાથે જ સંજવલન માનની અપતટ્ઠહતા થવાથી શેષ બેમાં સંજવલન માન અને માયા એ ૨, એમ ચાર સંક્રમસ્થાનો હોય છે.
ક્ષાયિક સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં સંજવલન માયાની પતગ્રહતા પછી લોભરૂપ એકના પતંગ્રહમાં સમયોન બે આવલિકા સુધી અપ્રત્યાખ્યાનીય વગેરે ત્રણ માયા અને બે લોભ એમ ૫, બે માયાના ઉપશમ પછી સમયોન બે આવલિકા સુધી ૩, અને સંજ્વલન માયાના ઉપશમ બાદ અંતર્મુહૂર્ત સુધી ૨, તેમજ ક્ષપકશ્રેણિમાં એ જ એકના પતગ્રહમાં સંજવલન માયા ૧, એમ ચાર સંક્રમસ્થાનો હોય છે.
મોહનીય કર્મમાં સંક્રમસ્થાન વાર પતઘ્રહો હવે કયાં કયાં સંક્રમસ્થાનો કયા કયા પતઘ્રહમાં પડે છે,....તે કહે છે –
૨૮ની સત્તાવાળા મિથ્યાદષ્ટિને મિથ્યાત્વ વિના ર૭નો સંક્રમ બંધાતી ૨૨માં, ચોથે ગુણસ્થાનકે સમ્યક્વમોહનીય વિના ૨૭નો ૧૯માં, પાંચમે ગુણસ્થાનકે ૧૫માં, અને છકે તથા સાતમે ગુણસ્થાનકે ૧૧માં, એમ કુલ ચાર પતઘ્રહમાં હોય છે.
૨૭ની સત્તાવાળા મિથ્યાષ્ટિને મિથ્યાત્વ વિના શેષ ર૬નો સંક્રમ ૨૨માં, ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિની અત્યંતર આવલિકામાં વર્તમાન ૨૮ની સત્તાવાળા ઔપશમિક સમ્યગ્દષ્ટિને સમ્યક્ત તથા મિશ્રમોહનીય વિના શેષ ર૬નો ૧૯માં, પાંચમે ગુણઠાણે ૧૫માં, છકે તથા સાતમે ગુણઠાણે ૧૧માં એમ કુલ ચાર પતઘ્રહમાં થાય છે.
૨૬ની સત્તાવાળા મિથ્યાદષ્ટિને મિથ્યાત્વ વિના શેષ ૨૫નો સંક્રમ મિથ્યાત્વ વિના બધ્યમાન ૨૧માં, સાસ્વાદન ગુણઠાણે ૨૮ની સત્તાવાળાને એ જ ૨૫નો ૨૧માં, મિશ્ર ગુણઠાણે - ૨૮ તથા ૨૭ની સત્તાવાળાને ૨૫નો બધ્યમાન ૧૭માં એમ બે પતઘ્રહમાં થાય છે.
- ૨૪ની સત્તાવાળો સમ્યગ્દષ્ટિ પ્રથમ ગુણઠાણે આવે ત્યારે ૨૮ની સત્તા થાય પણ પ્રથમ બંધ આવલિકામાં વર્તમાનને અનંતાનુબંધી અને મિથ્યાત્વ વિના શેષ ૨૩નો સંક્રમ ૨૨માં, અને ૨૪ની સત્તાવાળાને ચોથા ગુણસ્થાનકે અનંતાનુબંધી અને સમ્યક્ત મોહનીય વિના ૨૩નો ૧૯માં, પાંચમે ગુણઠાણે ૧૫માં, છકે, સાતમે તથા આઠમે ગુણઠાણે ૧૧માં અને નવમે ગુણઠાણે અંતરકરણ કર્યા પહેલાં ૭માં, એમ પાંચ પતઘ્રહમાં થાય છે. - ૨૪ની સત્તાવાળા લાયોપથમિક સમ્યગ્દષ્ટિને ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતાં મિથ્યાત્વનો ક્ષય થાય ત્યારે ૨૩ની સત્તાવાળાને ચોથા ગુણઠાણે સમ્યક્ત મોહનીય વિના શેષ ૨૨નો સંક્રમ સમ્યક્વમોહનીય અને બધ્યમાન ૧૭ એમ ૧૮માં, પાંચમે ગુણસ્થાનકે બીજા ચાર કષાય વિના ૧૪માં, છ તથા સાતમે ગુણઠાણે ત્રીજા ચાર કષાય વિના ૧૦માં, અને ઉપશમ સમ્યક્તીને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સમ્યક્ત મોહનીય અને સંજ્વલન લોભ વિના ૨૨નો સંક્રમ સાતમાં, એમ ચાર પતઘ્રહમાં થાય છે.