Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ સારસંગ્રહ
સંક્રમ સંવલન માનાદિક ૩માં છે.
ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યા. પ્રત્યા. માનનો ઉપશમ થાય બાદ ૮નો સંક્રમ ૪માં અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં સંજ્વલન ક્રોધનો ઉપશમ થાય બાદ સંજ્વલન માનાદિક ૩માં તથા એને જ સંજ્વલન માન અપતદ્ગહ થાય ત્યારે સંજ્વલન માયા તથા લોભ એ ૨ના પતઙ્ગહમાં થાય છે.
ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માનનો ઉપશમ થયા પછી ૭નો સંક્રમ ૪માં અને સંજ્વલન માયા અપતદ્રુહ થાય ત્યારે ૩માં થાય છે.
ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ થયા પછી ૬નો સંક્રમ સંજ્વલન માયા અને લોભ એ ૨માં થાય છે.
૩૯૯
ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય માયાનો ઉપશમ થયા બાદ પનો સંક્રમ ૩માં, ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માનનો ઉપશમ થયા બાદ ૨માં, અને સંજ્વલનમાયા અપતગ્રહ થાય ત્યારે સંજ્વલન લોભરૂપ ૧માં થાય છે.
ક્ષપકશ્રેણિમાં હાસ્યષટ્કનો ક્ષય થયા પછી સંજ્વલન લોભ વિના ૪નો સંક્રમ સંજ્વલન ક્રોધાદિક ૪માં અને ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માયાનો ઉપશમ થયા બાદ ૩માં થાય છે.
ક્ષપકશ્રેણિમાં પુરુષવેદના ક્ષય પછી ૩નો સંક્રમ ૩માં અને ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં અપ્રત્યા. પ્રત્યા. માયાનો ઉપશમ થયા બાદ ૧ લોભમાં થાય છે.
ઉપશમ સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં લોભ અપતષ્રહ થયા બાદ ૨નો સંક્રમ ૨માં અથવા ક્ષપકશ્રેણિમાં ક્રોધનો ક્ષય થયા પછી ૨નો સંજ્વલન માયા અને સંજ્વલન લોભ એ ૨માં અને ક્ષાયિક સમ્યક્ત્વીને ઉપશમશ્રેણિમાં સંજ્વલન માયાનો ઉપશમ થયા બાદ સંજ્વલન લોભ રૂપ ૧માં થાય છે.
ક્ષપકશ્રેણિમાં સંજ્વલન માનનો ક્ષય થયા પછી ૧ સંજ્વલન માયાનો સંજ્વલન લોભ રૂપ ૧ના પતગ્રહમાં સંક્રમ થાય છે.
નામકર્મની સંક્રમસ્થાન તથા પતગ્રહ સ્થાનો
નામકર્મનાં સંક્રમસ્થાનો અને પતદ્મહ સ્થાનોનો વિચાર કરતાં પહેલાં સત્તાસ્થાનો અને બંધસ્થાનો કહે છે.
નામ કર્મની સર્વે પ્રકૃતિઓ સત્તામાં હોય ત્યારે ૧૦૩, જિનનામ સત્તામાં ન હોય ત્યારે ૧૦૨, આહા૨ક સપ્તક વિના શેષ સર્વ પ્રકૃતિઓ હોય ત્યારે ૯૬ અને જિનનામ તથા આહારક સપ્તક વિના શેષ પ્રકૃતિઓની સત્તા હોય ત્યારે ૯૫. આ ચાર સત્તાસ્થાનોને પ્રથમ સત્તાસ્થાન ચતુષ્ક કહેવાય છે.
આ ચાર સત્તાસ્થાનવાળા જીવોને ક્ષપકશ્રેણિમાં નવમા ગુણઠાણે સ્થાવરદ્વિક વગેરે નામ કર્મની ૧૩ પ્રકૃતિઓનો ક્ષય થયા બાદ ક્રમશઃ ૯૦, ૮૯, ૮૩ અને ૮૨. આ ચાર સત્તાસ્થાનો