Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૦૧
અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ત્રેવીસ પ્રકૃતિઓનો બંધ કરનારા તિર્યંચ અને મનુષ્યો હોય છે. અને સામાન્યથી આ ત્રેવીસ પ્રકૃતિ બાંધતા તેઓને ૧૦૨, ૫, ૯૩, ૮૪, ૮૨ એ પાંચ સત્તાસ્થાનો હોય છે. તેથી ૨૩ના પતધ્રહમાં તિર્યંચોને આ પાંચ અને મનુષ્યોને ૮૨ નું સત્તાસ્થાન ન હોવાથી શેષ ચાર સંક્રમસ્થાનો હોય છે.
પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય પચીસ પ્રકૃતિઓનો બંધ કરનારા સામાન્યથી નરક સિવાય ત્રણ ગતિના જીવો હોય છે. અને ત્રેવીસના બંધસ્થાનની જેમ પચીસના બંધે પણ સામાન્યથી પાંચ સત્તાસ્થાનો હોય છે. તેથી અહીં પણ ર૫ના પતંગ્રહમાં તિર્યંચોને પાંચેય સંક્રમસ્થાનો હોય છે પરંતુ મનુષ્યોને ૮૨ વિના ચાર અને દેવોને ૧૦૨ તથા ૯૫ પ્રકૃતિરૂપ બે સંક્રમસ્થાનો હોય છે.
અપર્યાપ્ત ત્રસ પ્રાયોગ્ય ૨૫ પ્રકૃતિનો બંધ કરનાર મનુષ્ય અને તિર્યંચો જ હોય છે, તેથી તે પચીસના પતંગ્રહમાં પણ મનુષ્યોને ૮૨ વિના ચાર, અને તિર્યંચોને પાંચે સંક્રમસ્થાનો હોય છે, પરંતુ અપર્યાપ્ત મનુષ્ય પ્રાયોગ્ય પચીસનો બંધ કરનાર તિર્યંચોને ૮૨નું સત્તાસ્થાન ના હોવાથી તે વિના શેષ ચાર સંક્રમસ્થાન હોય છે.
પર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય છવ્વીસ પ્રકૃતિઓનો બંધ કરનાર નરક વિના ત્રણ ગતિના જીવો હોય છે અને સામાન્યથી પૂર્વોક્ત પાંચ સત્તાસ્થાનો હોવાથી છવ્વીસના પતઘ્રહમાં પણ તિર્યંચોને પાંચ સંક્રમસ્થાનો છે પરંતુ મનુષ્યોને ૮૨ વિના ચાર, અને દેવોને ૧૦૨, ૯૫ એમ બે સંક્રમસ્થાનો હોય છે. | દેવ અથવા નરક પ્રાયોગ્ય ૨૮ પ્રકૃતિના પતધ્રહમાં ૧૦૨ની સત્તાવાળાને ૧૦૨, પ્રથમ નરકાયુ બાંધી ફ્રાયોપથમિક સમ્યક્ત પ્રાપ્ત કરી જિનનામ બાંધનાર ૯૬ની સત્તાવાળા મનુષ્યને મિથ્યાત્વ અને નરકાભિમુખ અવસ્થામાં નરક પ્રાયોગ્ય ૨૮ના પતઘ્રહમાં ૯૬, અને દેવ તથા નરક પ્રાયોગ્ય એમ બન્ને પ્રકારના ૨૮ના પતંગ્રહમાં ૯૫ની સત્તાવાળા મનુષ્ય તથા - તિર્યંચને ૯૫, ૯૫ની સત્તાવાળાને દેવદ્વિકની અથવા નરકદ્ધિકની બંધ આવલિકા વ્યતીત ન થાય
ત્યાં સુધી ૯૩, ૯૩ની સત્તાવાળાને વૈક્રિયસપ્તક અને દેવદ્ધિક અથવા વૈક્રિયસપ્તક અને નરકદ્વિક એ નવની પ્રથમ બંધ આવલિકામાં ૮૪, એમ પાંચ સંસ્થાનો હોય છે અર્થાતુ નરક પ્રાયોગ્ય ૨૮ના પતઘ્રહમાં પાંચ અને દેવપ્રાયોગ્ય ૨૮ના પતધ્રહમાં ૯૬ વિનાનાં ચાર સંક્રમસ્થાનો હોય છે. આ તિર્યંચ, મનુષ્ય અને જિનનામ સહિત દેવ પ્રાયોગ્ય એમ ત્રણ પ્રકારના ૨૯ પ્રકૃતિના બંધરૂપ પતäહમાં સામાન્યથી ૧૦૩, ૧૦૨, ૯૬, ૯૫, ૯૩, ૮૪ અને ૮૨ એ સાત સંક્રમસ્થાનો હોય છે. તેમાં તિર્યંચ પ્રાયોગ્ય પતધ્રહમાં દેવતાઓને તથા નારકોને ૧૦૨ અને ૯૫ એ બે સત્તાસ્થાનો હોવાથી બે સંક્રમસ્થાનો, મનુષ્યોને ૧૦૨, ૯૫, ૯૩ અને ૮૪ એ ચાર અને તિર્યંચોને ૮૨ સહિત એ પાંચ સંક્રમસ્થાનો હોય છે, મનુષ્ય પ્રાયોગ્ય પતગ્રહમાં દેવતાઓને ૧૦૨ અને ૯૫ રૂપ બે સત્તાસ્થાન હોવાથી બે, નારકોને એ બે ઉપરાંત જિનનામ સહિત ૯૬ની સત્તા હોય ત્યારે અપર્યાપ્ત-અવસ્થામાં મિથ્યાષ્ટિને ૯૬ એમ ત્રણ, મનુષ્ય તથા પંચાર-૫૧