Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૩૪૩
. શાના તપુરુષી ત્રિયા વા નષ્ટવર્ષ !
मासपृथक्त्वाभ्यधिकस्य नपुंसकस्य चरमसंछोभे ॥१४॥ અર્થ–માસ પૃથક્વ અધિક આઠ વરસની ઉંમરવાળા ઈશાન દેવલોકથી આવેલા પુરુષ અથવા સ્ત્રીને ચરમ સંછોભ સમયે નપુંસકવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
ટીકાનુ–કોઈ ગુણિતકર્માશ ઈશાન દેવલોકના દેવ સંક્લિષ્ટ પરિણામ વડે એકેન્દ્રિય પ્રાયોગ્ય કર્મ બાંધતાં નપુંસકવેદને વારંવાર બાંધીને ત્યારબાદ ઈશાન દેવલોકમાંથી આવી પુરુષ અથવા સ્ત્રી થાય. તે પુરુષ અથવા સ્ત્રી પોતાની માસ પૃથક્વ અધિક આઠ વરસની ઉંમર થાય ત્યારે ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય. ક્ષપકશ્રેણિમાં નપુંસકવેદને ખપાવતા તે પુરુષ અથવા સ્ત્રીને ચરમ પ્રક્ષેપ કાળે સર્વસંક્રમ વડે સંક્રમાવતાં નપુંસકવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. ૯૪ સ્ત્રીવેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહે છે–
पूरित्तु भोगभूमीसु जीविय वासाणि-संखियाणि तओ । हस्सठिई देवागय लहु छोभे इत्थिवेयस्स ॥१५॥
पूरयित्वा भोगभूमिषु जीवित्वा वर्षाण्यसंख्येयानि ततः । * સ્થિતિ તેવી ત: નવું સંછોને સ્ત્રીવેવસ્થ રહા
અર્થ–ભોગભૂમિમાં અસંખ્ય વર્ષ પર્યત સ્ત્રીવેદને બાંધીને પૂરીને અને તેટલો જ કાળ ત્યાં જીવીને જઘન્ય સ્થિતિવાળા દેવમાં ઉત્પન્ન થાય, ત્યાંથી મરણ પામી મનુષ્યમાં ઉત્પન્ન થાય, અને શીઘ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય, ત્યાં સ્ત્રીવેદને ખપાવતા ચરમસંછોભકાળે તેનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે.
ટીકાનુ—ભોગભૂમિ-યુગલિયાના ક્ષેત્રમાં અસંખ્યાતા વર્ષ પર્યત સ્ત્રીવેદ બાંધીને અને અન્ય પ્રકૃતિનાં દલિકોના સંક્રમ વડે પૂરીને અને ત્યાં તેટલા જ વર્ષ જીવીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ જાય ત્યારે અકાલ મૃત્યુ વડે મરણ પામી દશ હજાર વરસ
૧. અહીં “ચરમ પ્રક્ષેપ' વારંવાર આવે છે તે કયો ? એમ કદાચ પ્રશ્ન થાય તો તેના ઉત્તરમાંનપુંસકવેદને ઉદ્વલના સંક્રમ વડે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેવડા ખંડો કરી કરી દૂર કરતા ચરમખંડ સિવાયના તમામ ખંડો સ્વ અને પરમાં સંક્રમાવી ખાલી કરે છે. દરેક ખંડને સંક્રમાવતા અંતર્મુહૂર્ણકાળ જાય છે. એ પ્રમાણે ચરમખંડને પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણાકારે પરમાં સંક્રમાવતા અંતર્મુહૂર્તના ચરમ સમયે સઘળું જે પરમાં સંક્રમાવે તે ચરમ પ્રક્ષેપ કહેવાય છે. અહીં એક તો ગુણિતકર્માશ આત્મા છે, વળી પૂર્વ પૂર્વ સમયથી પછી પછીના સમયે અસંખ્યાત અસંખ્યાત ગુણ સંક્રમાવે છે, એટલે છેલ્લે સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ સંભવે છે.
ઉદ્ધલના સંક્રમ વડે દ્વિચરમખંડ પર્યત સ્વ અને પર બંનેમાં સંક્રમાવે છે, અને ચરમખંડના દળને માત્ર પરમાં જ સંક્રમાવે છે. કેમ કે તે છેલ્લો ખંડ હોવાથી હવે સ્વમાં સંક્રમાવવાને કોઈ સ્થાન નથી.
નપુંસકવેદની જેમ જ્યાં જ્યાં “ચરમપ્રક્ષેપ' શબ્દ આવે ત્યાં ત્યાં ચરમખંડનો ચરમ સમયે જે સઘળો પ્રક્ષેપ • થાય તે ગ્રહણ કરવો.
૨. આ પદ વડે યુગલિકનું અકાલ મૃત્યુ થાય એમ સંભવે છે.