Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૫૪
પંચસંગ્રહ-૨
જઘન્યસંક્રમ થાય છે. અહીં જઘન્ય પ્રદેશસંક્રમનો અધિકાર છે, માટે અવધિજ્ઞાન યુક્ત આત્માને જઘન્ય પ્રદેશસંક્રમાધિકારી કહ્યો છે. બંધવિચ્છેદ થયા બાદ પતગ્રહ નહિ હોવાથી સંક્રમ જ થતો નથી માટે બંધવિચ્છેદ સમય ગ્રહણ કર્યો છે.
નિદ્રાદ્ધિક, હાસ્ય-રતિ, ભય, અને જુગુપ્સાનો પણ પોતાના બંધવિચ્છેદ સમયે જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. કેમ કે બંધવિચ્છેદ થયા પછી તેઓનો ગુણસંક્રમ વડે સંક્રમ થાય છે. આઠમા ગુણસ્થાનકથી બંધવિચ્છેદ થયા બાદ અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે એમ પહેલાં કહેવાઈ ગયું છે, અને ગુણસંક્રમ વડે તો ઘણાં પુદ્ગલો સંક્રમે, માટે બંધવિચ્છેદ સમયે યથાપ્રવૃત્ત સંક્રમ વડે સંક્રમાવતાં જઘન્ય પ્રદેશસંક્રમ થાય એમ કહ્યું છે.
અંતરાય પંચકનો પણ પોતાના બંધવિચ્છેદ સમયે જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. કેમ કે બંધવિચ્છેદ થયા પછી તો કોઈ પતંગ્રહ નહિ હોવાને લીધે સંક્રમ જ થતો નથી, માટે બંધના ચરમસમયે જઘન્ય પ્રદેશસંક્રમ થાય એમ કહ્યું છે.
જેમને અવધિજ્ઞાન અને અવધિદર્શન ઉત્પન્ન થયું હોતું નથી તેવા આત્માને અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણનો પોતાના બંધના ચરમસમયે જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. કારણ બતાવે છે–અવધિજ્ઞાન-દર્શન ઉત્પન્ન કરતાં પ્રબળ ક્ષયોપશમના સદૂભાવથી અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણનાં યુગલો અતિ રુક્ષ––અતિ નિઃસ્નેહ થાય છે, અને તેથી કરીને બંધવિચ્છેદ કાલે પણ તે સત્તામાં ઘણાં રહી જતા હોવાથી તેનાં ઘણાં પુગલોનો ક્ષય થાય છે. અને તેથી જઘન્ય પ્રદેશસંક્રમ થતો નથી, માટે અવધિજ્ઞાન વિનાના આત્માને અવધિજ્ઞાનદર્શનાવરણનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય એમ કહ્યું છે.
थीणतिगइथिमिच्छाण पालिय बेछसट्टि सम्मत्तं । सगखवगाए जहन्नो अहापवत्तस्स चरमंमि ॥१०७॥ स्त्यानधिकस्त्रीमिथ्यात्वानां पालियित्वा द्वे षट्षष्टी सम्यक्त्वम् ।
स्वस्य क्षपणायां जघन्यः यथाप्रवृत्तस्य चरमे ॥१०७॥
અર્થ_એ છાસઠ સાગરોપમ સુધી સમ્યક્ત પાળીને ક્ષપકશ્રેણિમાં પોતપોતાના યથાપ્રવૃત્તકરણના ચરમસમયે થીણદ્વિત્રિક, સ્ત્રીવેદ અને મિથ્યાત્વમોહનીયનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે.
ટીકાનુ–એકસો બત્રીસ સાગરોપમ પર્યત સમ્યક્તનું પાલન કરીને, અને તેટલા કાળ પર્યત સમ્યક્તના પ્રભાવથી ઘણાં દલિકો દૂર કરીને ક્ષય કરીને થોડાં બાકી રહે ત્યારે તે પ્રકૃતિઓને ખપાવવા માટે તત્પર થયેલા આત્માને પોતપોતાના યથાપ્રવૃત્તકરણના અંત સમયે
- ૧. અહીં તથાસ્વભાવે અવધિજ્ઞાન ઉત્પન્ન કરતો આત્મા જ્ઞાનાવરણાદિ અન્ય પ્રવૃતિઓનાં ઘણાં પુદ્ગલો દૂર કરે છે, પરંતુ પોતાનાં ઘણાં પુદ્ગલો દૂર કરતો નથી, જો કે રૂક્ષ કરે છે. એટલે અવધિજ્ઞાનીને અન્ય પ્રવૃતિઓનો બંધવિચ્છેદ સમયે જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો પરંત અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણનો અવધિજ્ઞાન વિનાના જીવને જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો છે.