Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૩૫૫
વિધ્યાત સંક્રમ વડે સંક્રમાવતા સ્થાનદ્ઘિત્રિક, સ્રીવેદ અને મિથ્યાત્વમોહનીયનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. અપૂર્વકરણે ગુણસંક્રમનો સંભવ હોવાથી જધન્ય પ્રદેશસંક્રમ થતો નથી. તેમાં ક્ષપક શ્રેણિમાં આરૂઢ થયેલા આત્માને ત્યાનર્જિંત્રિક અને સ્રીવેદનો અપ્રમત્ત ગુણસ્થાનકના ચરમસમયે જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. કેમ કે શ્રેણિ પર આરૂઢ થનારને સાતમું ગુણસ્થાનક જ યથાપ્રવૃત્તકરણ ગણાય છે. આઠમા ગુણસ્થાનકથી અબધ્યમાન અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ પ્રવર્તતો હોવાથી જઘન્ય પ્રદેશસંક્રમ થઈ શકતો નથી, માટે અપ્રમત્ત-યથાપ્રવૃત્તકરણના ચરમસમયે વિધ્યાત સંક્રમ વડે સંક્રમાવતાં જઘન્ય પ્રદેશસંક્રમ થાય તેમ કહ્યું છે.
જો કે ઉપરોક્ત પ્રકૃતિઓનો ‘‘યથાપ્રવૃત્તસંક્રમ વડે સંક્રમાવતાં પોતપોતાના યથાપ્રવૃત્તકરણના ચરમસમયે જઘન્ય પ્રદેશસંક્રમ થાય તેમ મૂળ ટીકામાં કહ્યું છે,” પરંતુ ગુણ કે ભવનિમિત્તે જે પ્રકૃતિઓ બંધાતી નથી તેનો વિધ્યાતસંક્રમ આ જ ગ્રંથમાં પહેલાં કહ્યો છે, યથાપ્રવૃત્તસંક્રમ નહિ.
અહીં ઉપરોક્ત પ્રકૃતિઓનો ત્રીજા ગુણસ્થાનકથી અબંધ ગુણ નિમિત્તે થયો છે માટે તેનો વિધ્યાતસંક્રમ થવો જોઈએ, યથાપ્રવૃત્ત નહિ. આ કારણથી શ્રીમલયગિરિજી મહારાજે વિધ્યાતસંક્રમ વડે સંક્રમાવતા જઘન્ય પ્રદેશસંક્રમ થાય તેમ આ ગાથાની ટીકામાં કહ્યું છે. તત્ત્વ કેવળી ભગવંત જાણે.
તથા ક્ષાયિક સમ્યક્ત્વ ઉપાર્જન કરતા જિનકાલિક પ્રથમ સંઘયણી ચોથાથી સાતમા સુધીના ગુણસ્થાનકમાં વર્તમાન મનુષ્યને દર્શનત્રિકનો ક્ષય કરવા કરેલા ત્રણ ક૨ણમાંના યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે વિધ્યાત સંક્રમ વડે. સંક્રમાવતા મિથ્યાત્વમોહનીયનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. અપૂર્વકરણે ગુણસંક્રમ પ્રવર્તતો હોવાથી યથાપ્રવૃત્ત કરણનો ચરમસમય ગ્રહણ કર્યો છે. ૧૦૭
अरइसोगट्ठकसायअसुभधुवबन्धिअथिरतियगाणं ।
अस्सायरस य चरिमे अहापवत्तस्स लहु खवगे ॥ १०८ ॥
अरतिशोकाष्टकषायाशुभध्रुवबन्ध्यस्थिरत्रिकाणाम् ।
असातस्य च चरमे यथाप्रवृत्तस्य लघु क्षपके ॥ १०८ ॥
અર્થ—અરતિ, શોક, મધ્યમ આઠ કષાય, ધ્રુવબંધિની નામકર્મની—અશુભ પ્રકૃતિઓ, અસ્થિરત્રિક અને અશાતાવેદનીયનો જઘન્ય પ્રદેશસંક્રમ શીઘ્ર ક્ષપકને યથાપ્રવૃત્ત કરણના ચરમ સમયે થાય છે.
ટીકાનુ—અરતિ, શોક, નામકર્મની અશુભધ્રુવબંધિની પ્રકૃતિઓ—અશુભ વર્ણ આદિ નવ અને ઉપઘાત, અસ્થિરત્રિક-અસ્થિર, અશુભ અને અયશઃકીર્ત્તિ, તથા અસાતવેદનીય એમ સોળ કર્મ પ્રકૃતિઓને શીઘ્રપણે—અહીં શીઘ્રપણાનો અર્થ એ સમજવો કે સાત માસ ગર્ભના અને આઠ વર્ષ ત્યારપછીના કુલ સાત માસ અધિક આઠ વર્ષ અતિક્રમીને સત્તામાંથી નિર્મૂળ કરવા