Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૮૬
પંચસંગ્રહ-૨
પ્રકૃતિઓનો હંમેશાં હોય છે એમ સમજવાનું નથી, પરંતુ યથાસંભવ તેમાંની મતિજ્ઞાનાવરણીય વગેરે ધ્રુવબંધી પ્રકૃતિઓનો હંમેશાં અને સાતા વેદનીય વગેરે અધુવબંધી પ્રવૃતિઓનો કોઈ વખતે હોય છે અને કોઈ વખતે નથી પણ હોતો. તે સ્વયં સમજી લેવું.
હવે પતäહ પ્રકૃતિ આશ્રયી સાઘાદિ-ભંગ બતાવે છે.
ત્યાં મિથ્યાત્વ વિના છેતાળીસ ધ્રુવબંધી પ્રકૃતિઓની પતગ્રહતા સાદ્યાદિ ચાર પ્રકારે અને ચાર આયુષ્ય વિના અધ્રુવબંધી અગણોસિત્તેર, મિથ્યાત્વ તેમજ મિશ્ર અને સમ્યક્વમોહનીય એમ બોંતેર પ્રકૃતિઓની પતäહતા સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. તે આ પ્રમાણે જે પ્રકૃતિઓનો જે ગુણસ્થાનક સુધી બંધ હોય ત્યાં સુધી તેમાં સામાન્યથી અન્ય પ્રકૃતિનો સંક્રમ થાય છે...માટે ત્યાં સુધી તે પ્રકૃતિ પતઘ્રહ કહેવાય છે પરંતુ બંધવિચ્છેદ થયા પછી તેમાં અન્ય પ્રકૃતિનો સંક્રમ થતો ન હોવાથી તેની પતટ્ઠહતા પણ રહેતી નથી માટે જે પ્રકૃતિનો જ્યાં સુધી બંધ હોય ત્યાં સુધી તે પ્રકૃતિ સામાન્યથી પતઘ્રહ હોય છે, તેથી તે તે યુવબંધી પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થયા બાદ ફરીથી બંધ શરૂ થાય ત્યારે તે તે પ્રકૃતિના પતઘ્રહની સાદિ, અને બંધવિચ્છેદ ન થાય ત્યાં સુધી અનાદિ, અભવ્ય જીવોને બંધવિચ્છેદ થતો જ ન હોવાથી તેઓ આશ્રયી ધ્રુવ અને ભવ્ય જીવોને બંધવિચ્છેદ થતો હોવાથી અધુવ.
મિથ્યાત્વ મોહનીય ધ્રુવબંધી હોવા છતાં તેમાં મિશ્ર અને સમ્યક્ત મોહનીય એ બે પ્રકૃતિઓનો જ સંક્રમ થાય છે. પરંતુ પ્રથમ ગુણઠાણે આ બે પ્રકૃતિઓની હંમેશાં સત્તા હોતી નથી, તેથી જ્યારે સત્તામાં હોય છે ત્યારે જ મિથ્યાત્વ પતગ્રહ થાય છે, અન્યથા નહિ, માટે મિથ્યાત્વની પતઘ્રહતા સાદિ-અદ્ભવ છે.
અધુવબંધી પ્રકૃતિઓ અમુક નિયત ટાઈમે બંધાય છે, માટે તેની પતટ્ઠહતા પણ સાદિ અને અધ્રુવ હોય તે સ્વાભાવિક છે. અને સમ્યક્ત મોહનીય તેમજ મિશ્ર મોહનીય પણ અનિયત સત્તાવાળી હોવાથી તે બન્નેની પતટ્ઠહતા પણ સાદિ-અધ્રુવ છે.
હવે કયા કયા કર્મનાં કેટલાં કેટલાં સંક્રમસ્થાનો અને પતદ્મહસ્થાનો હોય છે, તે કહે છે –
ત્યાં મોહનીય કર્મનાં સત્તાસ્થાનો અઠ્ઠાવીસ આદિ પંદર છે, પરંતુ સંક્રમસ્થાનો આઠ અધિક હોવાથી ત્રેવીસ અને બંધસ્થાનો બાવીસ આદિ દશ છે. પરંતુ પતઘ્રહો આઠ અધિક હોવાથી કુલ અઢાર છે.
શેષ સર્વ કર્મોનાં જેટલાં બંધસ્થાનો છે, તેટલાં જ પતગ્રહસ્થાનો છે, અને જેટલાં સત્તાસ્થાનો છે તેટલાં જ સામાન્યથી સંક્રમસ્થાનો છે, પરંતુ દર્શનાવરણીય, વેદનીય અને ગોત્રકર્મમાં જે ફેરફાર છે તે હમણાં બતાવશે.
જ્ઞાનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી દશમાં ગુણસ્થાનક સુધી સાથે જ બંધાય છે તેમજ ધ્રુવસત્તા હોવાથી બારમા ગુણઠાણા સુધી પાંચેયની સાથે જ સત્તા હોય છે માટે પાંચ પ્રકૃતિ રૂપ એક જ પતટ્ઠહ અને એક જ સંક્રમ સ્થાન છે, અને તે દશમાં ગુણઠાણા સુધી હોય છે. અગિયારમે અને બારમે ગુણઠાણે પાંચેય પ્રકૃતિઓની સત્તા હોવા છતાં એકેયનો બંધ