Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૩૮૯
ચોવીસની સત્તાવાળા મનુષ્યને ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતાં મિથ્યાત્વનો ક્ષય કર્યા બાદ ત્રેવીસની સત્તા થાય ત્યારે સમ્યક્ત મોહનીય તથા મિથ્યાત્વનો સંક્રમ ન હોવાથી શેષ બાવીસનો સંક્રમ થાય અથવા ઉપશમ સમ્યક્તીને ઉપશમ શ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સંજ્વલન લોભનો સંક્રમ ન હોવાથી તથા સમ્યક્ત મોહનીયનો પણ સંક્રમ ન હોવાથી શેષ બાવીસનો સંક્રમ થાય છે.
બાવીસની સત્તાવાળા ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિને દર્શનત્રિકનો સંક્રમ ન હોવાથી શેષ એકવીસનો અને ક્ષાયિક સમ્યગ્દષ્ટિને પણ એકવીસનો સંક્રમ થાય છે, તેમજ ચોવીસની સત્તાવાળા મિશ્રદષ્ટિને પણ દર્શનત્રિક વિના એકવીસનો સંક્રમ થાય છે અને કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ગાથા ૧૬માં બતાવ્યા પ્રમાણે ર૪ની સત્તાવાળા સાસ્વાદન સમ્યગ્દષ્ટિને પણ દર્શનત્રિક વિના ૨૧નો સંક્રમ હોય છે છતાં અહીં તેની વિવક્ષા કરી નથી. અથવા ક્ષપક શ્રેણિમાં નવમાં ગુણઠાણે એકવીસની સત્તાવાળાને આઠ કષાયનો ક્ષય ન થાય ત્યાં સુધી એકવીસનો સંક્રમ હોય છે, અથવા ઉપશમ સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અંતરકરણ કર્યા બાદ નપુંસકવેદનો ઉપશમ થયા પછી તેનો, સંજ્વલન લોભ અને સમ્યક્ત મોહનીય એ ત્રણનો સંક્રમ ન હોવાથી શેષ એકવીસ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે.
એ જ જીવને સ્ત્રીવેદનો ઉપશમ થયા પછી પૂર્વોક્ત ત્રણ અને સ્ત્રીવેદ આ ચાર વિના શેષ વીસનો સંક્રમ થાય છે, અથવા ક્ષાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમ શ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સંજવલન લોભનો સંક્રમ ન હોવાથી તે વિના શેષ વિસનો સંક્રમ થાય છે, અને એ જ જીવને નપુંસકવેદનો ઉપશમ થાય ત્યારે ઓગણીસનો અને સ્ત્રીવેદનો ઉપશમ થાય ત્યારે સંજવલનલોભ, નપુંસકવેદ અને સ્ત્રીવેદ વિના શેષ અઢારનો સંક્રમ થાય છે.
ઉપશમ સમ્યક્તીને ઉપશમ શ્રેણિમાં હાસ્યષકનો ઉપશમ થયા બાદ પુરુષવેદ વિના આઠ નોકષાય, ચાર અનંતાનુબંધી, સંજવલનલોભ અને સમ્યક્ત મોહનીય એ ચૌદ વિના શેષ " ચૌદ પ્રકૃતિઓનો સંક્રમ થાય છે.
એ જ જીવને પુરુષવેદનો ઉપશમ થયા બાદ તેરનો સંક્રમ થાય છે અથવા ક્ષપક શ્રેણિમાં આઠ કષાયનો ક્ષય થયા પછી તેનો અને એને જ અંતરકરણ કર્યા પછી સંજવલન લોભ વિના શેષ બારનો સંક્રમ થાય છે અથવા ક્ષાયિક સમ્યક્વીને ઉપશમ શ્રેણિમાં હાસ્યષકનો ઉપશમ થયા બાદ પુરુષવેદ વિના આઠ નોકષાય અને સંજવલન લોભ એ નવ વિના શેષ બારનો સંક્રમ થાય છે. ઉપશમ સમ્યક્તીને ઉપશમ શ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થાય ત્યારે અગિયારનો અથવા ક્ષાયિક સમ્યક્તીને ઉપશમ શ્રેણિમાં પુરુષવેદનો ઉપશમ થાય ત્યારે અગિયારનો તેમજ ક્ષપકશ્રેણિમાં નપુંસકવેદનો ક્ષય થાય ત્યારે પણ અગિયારનો સંક્રમ થાય છે.
' ઉપશમ સમ્મસ્વીને ઉપશમશ્રેણિમાં સંજવલન ક્રોધનો ઉપશમ થાય ત્યારે દસનો અથવા , ક્ષપકશ્રેણિમાં સ્ત્રીવેદનો ક્ષય થાય ત્યારે દસનો સંક્રમ થાય છે.
સાયિક સમ્યગ્દષ્ટિને ઉપશમશ્રેણિમાં અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ