Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૩૫૩
સમ્યક્તાદિને યોગ્ય ત્રસભવોમાં આઠ વાર સર્વવિરતિ પ્રાપ્ત કરે છે અને તેટલી જ વાર અનંતાનુબંધિ કષાયનું ઉદ્વલન કરે છે.
ચાર વાર ચારિત્રમોહનીયને સર્વથા ઉપશમાવીને ત્યારપછીના ભાવમાં શીઘ્ર ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ કર્મોને ક્ષય કરતો આત્મા ક્ષપિતકમશ અત્યંત અલ્પ કર્મપ્રદેશની સત્તાવાળો કહેવાય છે. આવા ક્ષપિતકર્માશ આત્માનો જઘન્ય પ્રદેશસંક્રમ સ્વામિત્વના વિચારમાં પ્રાયઃબહુલતાએ અધિકાર છે. કેમ કે આવા આત્માને સત્તામાં બહુ અલ્પપ્રદેશ હોય છે, એટલે સંક્રમ પણ અલ્પ જ થાય છે. કેટલીક પ્રવૃતિઓને આશ્રયી વિશેષ છે તે યથાવસરે કહીશ. આ રીતે ક્ષપિતકર્માશનું સ્વરૂપ કહ્યું. ૧૦૩-૧૦૪-૧૦૫.
હવે જઘન્ય પ્રદેશસંક્રમનો સ્વામી કોણ હોય તે કહે છે–
हासदुभयकुच्छाणं खीणंताणं च बंधचरिमंमि । સમ માપવા ગોહિનુયત્રે મોદિ ક્વા. हास्यद्विकभयकुत्सानां क्षीणान्तानां च बंधचरमे ।
समये यथाप्रवृत्तेन अवधियुगलेऽनवधेः ॥१०६॥ અર્થ–હાસ્યદ્ધિક, ભય, જુગુપ્સા અને ક્ષીણમોહે જેનો નાશ થાય છે એવી મતિજ્ઞાનાવરણીયાદિ સોળ પ્રકૃતિઓનો પોતાના બંધના ચરમ સમયે યથાપ્રવૃત્ત સંક્રમ વડે જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. તેમાંથી અવધિબ્રિકનો અવધિજ્ઞાન વિનાના જીવને જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે.
ટીકાનુ–હાસ્યાદ્ધિક-હાસ્ય અને રતિ, ભય જુગુપ્સા, તથા ક્ષીણમોહ ગુણસ્થાનકે જે કર્મપ્રકૃતિઓનો સત્તામાંથી અંત થાય છે તેવી અવધિજ્ઞાનાવરણ રહિત જ્ઞાનાવરણીય ચતુષ્ક, અવધિદર્શનાવરણ રહિત દર્શનાવરણત્રિક, નિદ્રાદ્ધિક, અને અંતરાય પંચક; સઘળી મળી અઢાર પ્રકૃતિઓનો પોતાના બંધના ચરમ સમયે યથાપ્રવૃત્ત સંક્રમ વડે સંક્રમાવતાં જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે.
અવધિજ્ઞાનાવરણ, અવધિદર્શનાવરણનો પણ પોતાના બંધ વિચ્છેદ સમયે જ જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે, પરંતુ અવધિજ્ઞાન વિનાના આત્માને થાય છે. તાત્પર્યાર્થ આ પ્રમાણે— અવધિજ્ઞાન જેને ઉત્પન્ન થયું છે, તેવા આત્માને અવધિજ્ઞાનાવરણ રહિત જ્ઞાનાવરણચતુષ્ક, અને અવધિદર્શનાવરણરહિત દર્શનાવરણત્રિક એમ સાત પ્રકૃતિનો પોતપોતાના બંધવિચ્છેદ સમયે (ક્ષપિતકમશ આત્માને) જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે.
અવધિજ્ઞાન ઉત્પન્ન કરતો આત્મા ઘણાં કર્મયુગલોને તથાસ્વભાવે ક્ષય કરે છે, તેથી ઉપરોક્ત પ્રકૃતિઓના પોતાના બંધવિચ્છેદ સમયે સત્તામાં અલ્પ પુદ્ગલો જ રહે છે, એટલે જ
૧. સંસારમાં રખડતો ભવ્ય આત્મા અસંખ્ય વાર ક્ષયોપશમ સમ્યક્ત કંઈક ન્યૂન તેટલી વાર દેશવિરતિ ચારિત્ર, આઠ વાર સર્વવિરતિ ચારિત્ર, અને તેટલી જ વાર અનંતાનુબંધિની વિસંયોજના કરી શકે છે, માટે તેમ કહ્યું છે. પંચ ૨-૪૫