Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૩૬૧
આરૂઢ થનાર આત્માને પોતાના બંધવિચ્છેદ સમયે વજઋષભનારાચ સંઘયણનો જઘન્ય પ્રદેશ સંક્રમ થાય છે. અહીં ઉપશમશ્રેણિના નિષેધનું કારણ ઉપર કહ્યું છે તે જ સમજવું. ચોથા ગુણસ્થાનક સુધી જ પ્રથમ સંઘયણ' નામકર્મ બંધાય છે એટલે ક્ષપકશ્રેણિ પર ચડતા મનુષ્યને તે ગુણસ્થાનકના ચરમ સમયે પ્રથમ સંઘયણ નામનો જઘન્ય પ્રદેશસંક્રમ થાય છે. આ બાબત ગાથામાં કહી નથી, પરંતુ મૂળ ટીકામાં કહી છે. માટે જાણી લેવી. ૧૧૪
तेवढे उदहिसयं गेविज्जाणुत्तरे सऽबंधित्ता । तिरिदुगउज्जोयाइं अहापवत्तस्स अंतमि ॥११५॥ त्रिषष्टमुदधिशतं ग्रैवेयकानुत्तरेषु स अबद्ध्वा ।
તિોિદોd યથાપ્રવૃથાને શા અર્થ -ચૈવેયક અને અનુત્તર વિમાનમાં એકસો ત્રેસઠ સાગરોપમ પર્યત બાંધ્યા વિના ખપાવતાં તિર્યદ્ધિક અને ઉદ્યોત નામકર્મનો તે પિતકમશ આત્મા યથાપ્રવૃત્તકરણના અંતે જઘન્ય પ્રદેશસંક્રમ કરે છે.
ટીકાનુ ચાર પલ્યોપમ અધિક એકસો ત્રેસઠ સાગરોપમ સુધી રૈવેયક અને અનુત્તર વિમાનમાં ભવપ્રત્યય કે ગુણપ્રત્યય વડે બાંધ્યા વિના સર્વ જઘન્ય સત્તાવાળો ક્ષપિતકર્માશ આત્મા યથાપ્રવૃત્તકરણના ચરમ સમયે તિર્યશ્વિક અને ઉદ્યોત નામકર્મનો જઘન્ય પ્રદેશ સંક્રમ કરે છે.
અહીં ચાર પલ્યોપમ અધિક એકસો ત્રેસઠ સાગરોપમ કઈ રીતે કહ્યા ? તે પ્રશ્નના ઉત્તરમાં કહે છે-કોઈ ક્ષપિતકર્માશ આત્મા ત્રણ પલ્યોપમના આયુવાળા યુગલિક મનુષ્યમાં ઉત્પન્ન થાય. ત્યાં તે આત્મા દેવદ્રિક જ બાંધે છે, તિર્યદ્ધિક કે ઉદ્યોતનામ બાંધતો નથી. અંતર્મુહૂર્ત આયુ શેષ રહે ત્યારે ત્યાં સમ્યક્ત પ્રાપ્ત કરી સમ્યક્તથી પડ્યા સિવાય એક પલ્યોપમના આયુવાળો દેવ થાય, ત્યારબાદ સમ્યક્તથી પડ્યા વિના જ દેવભવમાંથી ચ્યવી મનુષ્ય થાય, મનુષ્ય ભવમાં પણ સમ્યક્તથી સ્મૃત ન થાય પરંતુ સમ્યક્ત સહિત એકત્રીસ સાગરોપમના આઉખે રૈવેયકમાં દેવ થાય. ત્યાં ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત ગયા બાદ મિથ્યાત્વે જાય. મિથ્યાત્વે જવા છતાં ત્યાં ભવપ્રત્યયે ઉપરોક્ત પ્રકૃતિઓ બાંધતો નથી, અંતર્મુહૂર્ત શેષ આયુ રહે ત્યારે ફરી સમ્યક્ત પ્રાપ્ત કરે. ત્યારબાદ વચમાં થનારા મનુષ્યભવ યુક્ત ત્રણ વાર અય્યત દેવલોકમાં અને બે વાર અનુત્તર દેવમાં જવા વડે એકસો બત્રીસ સાગરોપમ ક્ષયો- ૧. કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ગાથા ૧૦૯માં પ્રથમ સંઘયણનો જઘન્યપ્રદેશ સંક્રમ પણ પંચેન્દ્રિય જાતિ આદિ પાંત્રીસ પ્રકૃતિઓની સાથે જ અપૂર્વકરણની પ્રથમ આવલિકાના અંત સમયે કહ્યો છે.
- ૨. ક્ષયોપશમ સમ્યક્તનો અવિરતિ છાસઠ સાગરોપમનો કાળ છે, તે બાવીસ બાવીસ સાગરોપમના આઉખે ત્રણ વાર અય્યત દેવલોકમાં જઈ પૂર્ણ કરે છે, ત્યારબાદ અંતર્મુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકે જઈ ફરી વાર ક્ષયોપશમ સમ્યક્ત પ્રાપ્ત કરી શકે છે, અને તેને તેત્રીસ-તેત્રીસ સાગરોપમના આઉખે અનુત્તર વિમાનમાં જઈ પૂર્ણ કરે છે. તે કાળના છેલ્લા અંતર્મુહૂર્તમાં જો ક્ષપકશ્રેણિ પર આરૂઢ ન થાય તો કાળ પૂર્ણ કરી પડી મિથ્યાત્વ પ્રાપ્ત કરે છે. આ કાળ વચમાં થનારા મનુષ્યભવ વડે અધિક સમજવો. . પંચ ૨-૪૬