Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૫૮
પંચસંગ્રહ-૨
થાય છે.
ટીકાન–અલ્પકાળ પર્યંત અપ્રમત્ત છતાં આહારકદ્રિક બાંધીને એટલે કે ઓછામાં ઓછો જેટલો અપ્રમત્તનો કાળ હોઈ શકે તેટલા કાળપયત આહારક સપ્તક બાંધીને કર્મોદયવશાત્ અવિરતિ અવસ્થા પ્રાપ્ત કરે. તે અવિરતિ અવસ્થામાં અંતર્મુહૂર્ત કાળ. ગયા પછી તે આહારકદ્ધિકને ચિરોલના–પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે થતી ઉદ્ધલના વડે ઉલવા માંડે. ઉવેલતાં ઓછામાં ઓછો જે સંક્રમ થાય તે તેનો જઘન્ય પ્રદેશ સંક્રમ કહેવાય છે. કયો સંક્રમ થાય કે જે જઘન્ય સંક્રમ કહેવાય ? તે કહે છે–દ્વિચરમખંડને ઉવેલતાં ચરમ સમયે તેનું જે કર્મદલિક પરપ્રકૃતિમાં સંક્રમાવે તે આહારક સપ્તકનો જઘન્યપ્રદેશસંક્રમ કહેવાય છે.
તીર્થંકર નામકર્મ બાંધતાં પહેલા સમયે જે દલિક બાંધ્યું તે પહેલા સમયના દલિકને બંધાવલિકા ગયા બાદ યથાપ્રવૃત્ત સંક્રમ વડે પરપ્રકૃતિમાં જે સંક્રમાવે તે તીર્થકર નામકર્મનો જઘન્ય પ્રદેશસંક્રમ કહેવાય છે.
वेउव्वेक्कारसगं उव्वलियं बंधिऊण अप्पद्धं । जेट्ठितिनरयाओ उव्वट्ठित्ता अबंधित्ता ॥११२॥ थावरगसमुव्वलणे मणुदुगउच्चाण सुहुमबद्धाणं । एमेव समुव्वलणे तेउवाउसुवगयस्स ॥११३॥
वैक्रियैकादशमुद्वलितं बद्ध्वाऽल्पाद्धाम् । ज्येष्ठस्थितिनरकादुद्वर्त्य अबद्ध्वा ॥११२॥ स्थावरगतस्य समुदलने मनुजद्विकोच्चैर्गोत्राणाम् सूक्ष्मबद्धानाम् । एवमेव समुदलने तेऊवाय्वोरुपगतस्य ॥११३॥ .
૧. અહીં ઉઠ્ઠલના સંક્રમનું સ્વરૂપ ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. પલ્યોપમના અસંખ્ય ભાગપ્રમાણ ખંડને લઈ લઈ સ્વ અને પરમાં સંક્રમાવી અંતર્મુહૂર્વે અંતર્મુહૂર્તો ખાલી કરે છે. ઉત્તરોત્તર સમયે સ્વ કરતાં પરમાં ઓછું સંક્રમાવે છે. પરથી સ્વમાં અસંખ્યાત ગુણ સંક્રમાવે છે. દરેક ખંડને એ પ્રમાણે સંક્રમાવતા દ્વિચરમ ખંડનું પોતાના સંક્રમકાળના અંતર્મુહૂર્તના છેલ્લા સમયે પરમાં જે સંક્રમાવે તે તેનો જઘન્ય પ્રદેશ સંક્રમ કહેવાય છે. છેલ્લા ખંડને તો પૂર્વ પૂર્વથી ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્ય ગુણ પરમાં સંક્રમાવે છે એટલે ત્યાં જઘન્ય સંક્રમ ઘટી શકતો નથી, એટલે દ્વિચરમખંડ ગ્રહણ કર્યો છે. એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું.
૨. તીર્થંકર નામકર્મનું બંધના પહેલા સમયે જ દળ બાંધ્યું છે તે જ શુદ્ધ એક સમયનું બાંધેલ બંધાવલિકા ગયા બાદ સંક્રમ તે તેનો જઘન્ય સંક્રમ છે. તીર્થંકર નામકર્મની ઉઠ્ઠલના થતી નથી કે આહારકની જેમ દ્વિચરમખંડનું ચરમ સમયે જે પરમાં સંક્રમે તે જઘન્ય પ્રદેશ સંક્રમ તરીકે કહી શકાય. વળી બીજા અનેક સમયના બાંધેલા ગ્રહણ કરવામાં સત્તામાં ઘણા હોવાને લીધે પ્રમાણ વધી જાય. વળી જ્યારે તેનો સંક્રમ થશે ત્યારે યથાપ્રવૃત્ત સંક્રમ જ થશે એટલે તીર્થકર નામકર્મની શરૂઆતના બંધ સમયે જે બાંધ્યું તેની બંધાવલિકા પૂર્ણ થતાં જ પછીના સમયે પહેલા સમયે જે બાંધ્યું તે જ દળ યથાપ્રવૃત્ત સંક્રમ વડે સંક્રમતાં જઘન્ય પ્રદેશ સંક્રમ થાય તેમ કહ્યું છે.