Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૪૮
પંચસંગ્રહ-૨
લેવો, અને પ્રથમ સંઘયણનો દેવ-ના૨કના ભવમાં જ્યારે જ્યારે જાય ત્યારે બંધ લેવો. આ પ્રમાણે સમ્યગ્દષ્ટિ છતાં સમ્યક્ત્વીને જેનો બંધ ધ્રુવ છે તેવી બાર પ્રકૃતિઓને એકસો બત્રીસ સાગરોપમ પર્યંત બંધ વડે અને અન્ય સ્વજાતીય પ્રકૃતિઓના સંક્રમ વડે પૂરીને—પુષ્ટ કરીને, અને વજ્રર્ષભના૨ાચ સંઘયણને મનુષ્ય-તિર્યભવહીન-દેવના૨ક ભવમાં યથાસંભવ ઉત્કૃષ્ટ કાળ સુધી બંધ વડે અને અન્ય સ્વજાતીય પ્રકૃતિઓના સંક્રમ વડે પૂરીને સમ્યગ્દષ્ટિને શુભ ધ્રુવ સંજ્ઞાવાળી ઉપરોક્ત બાર પ્રકૃતિઓનો અપૂર્વકરણ ગુણસ્થાનકે બંધવિચ્છેદ થયા પછી બંધાવલિકા પૂર્ણ થયા બાદ યશઃકીર્તિમાં સંક્રમાવતા ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે.
વજ્રઋષભનારાચ સંઘયણનો દેવભવમાંથી ચ્યવી મનુષ્યમાં આવી સમ્યગ્દષ્ટિ છતાં દેવગતિ પ્રાયોગ્ય બંધ કરતાં આલિકા કાળ પછી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કરે છે. દેવભવમાં છેલ્લા સમયે જે પ્રથમ સંઘયણ નામકર્મ બાંધ્યું તેનો બંધાવલિકા ગયા બાદ સંક્રમ થાય તેથી દેવમાંથી મનુષ્યમાં આવી આવલિકાકાળ પછી ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહ્યો છે.
અહીં એક શંકા થાય તેમ છે અને તે એ કે, બાર પ્રકૃતિઓની સાથે પ્રથમ સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કેમ ન કહ્યો ? ઉત્તરમાં સમજવાનું કે બાર પ્રકૃતિઓ તો આઠમાના છઠ્ઠા ભાગ સુધી નિરંતર બંધાય છે, કેમ કે એ સમ્યગ્દષ્ટિ ધ્રુવસંજ્ઞાવાળી છે એટલે બંધ વડે અને સાતમા સુધી યથાપ્રવૃત્ત સંક્રમ વડે અને આઠમાના પ્રથમ સમયથી અન્ય સ્વજાતીય અશુભ પ્રકૃતિઓના ગુણસંક્રમ વડે અતિ ઘણા દળવાળી થાય છે, માટે આઠમા ગુણઠાણે બંધવિચ્છેદ થયા બાદ એક આવલિકા-બંધાવલિકા ઓળંગીને બંધાતી યશઃકીર્તિમાં એ બારનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહ્યો છે. અને પ્રથમ સંઘયણ તો સમ્યક્ત્વી મનુષ્યોને બંધાતું નથી, કેમ કે તેઓ દેવભવ પ્રાયોગ્ય બંધ કરે છે, એટલે મનુષ્ય ભવમાં તે બંધ વડે પુષ્ટ થતું નથી અને બંધાતું નહિ હોવાથી તેમાં અન્ય કોઈ પ્રકૃતિઓનું દળ સંક્રમતું પણ નથી. ઊલટું જો આઠમા ગુણઠાણે બારની સાથે તેનો ઉત્કૃષ્ટસંક્રમ કહેવામાં આવે તો તે નહિ ઘટે, કેમ કે દેવમાંથી મનુષ્યમાં આવી જ્યાં સુધી આઠમે ગુણઠાણે બંધવિચ્છેદ સ્થાન સુધી નહિ પહોંચે ત્યાં સુધી વજઋષભનારાચ સંઘયણને અન્યમાં સંક્રમાવવા વડે હીન દળવાળું ક૨શે એટલે બારની સાથે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ઘટી શકશે નહિ. માટે દેવમાંથી મનુષ્યમાં આવી આવલિકા ગયા બાદ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહ્યો છે. ૯૯
નરકક્રિકાદિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહે છે—
नरयदुगस्स विछोभे पुव्वकोडीपुहुत्तनिचियस्स । थावरउज्जोयायवएगिंदीणं नपुंससमं ॥ १०० ॥
नरकद्विकस्य विछोभे पूर्वकोटिपृथक्त्वनिचितस्य । स्थावरोद्योतातपैकेन्द्रियाणां नपुंसकसमम् ॥१००॥
અર્થ—પૂર્વકોટી પૃથક્ક્સ પર્યંત બાંધેલા નરદ્વિકનો ૯મા ગુણઠાણે તેના ચરમપ્રક્ષેપ સમયે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ થાય છે. તથા સ્થાવરનામ, ઉદ્યોતનામ, આતપનામ, અને એકેન્દ્રિય જાતિનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ નપુંસકવેદની જેમ થાય છે.