Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૨૨૫
જે જે ચારિત્રમોહનીયનો સર્વથા ઉપશમ થાય તેનો કોઈ પણ પ્રકૃતિમાં સંક્રમ થતો નથી. માત્ર ઉપશમેલા દર્શનમોહનીયનો સંક્રમ થાય છે એટલે કે મિથ્યાત્વ અને મિશ્રમોહનીયને સમ્યક્વમોહનીય રૂપ કરે છે. આ હકીકત ગ્રંથના પૂર્વાપરનો વિચાર કરવાથી જાણી શકાય છે.
તથા જ્ઞાનાવરણીયાદિ મૂળકર્મને પરસ્પર સંક્રમાવતા નથી. જેમકે–જ્ઞાનાવરણીયની કોઈપણ પ્રકૃતિને દર્શનાવરણીયાદિ કોઈપણ કર્મમાં, અથવા દર્શનાવરણીયની કોઈપણ પ્રકૃતિને જ્ઞાનાવરણાદિ કોઈપણ કર્મમાં સંક્રમાવતા નથી. એ પ્રમાણે સઘળા મૂળકર્મ આશ્રયી કહેવું. આ અપવાદ સિવાય સંક્રમનું સામાન્ય લક્ષણ પ્રવર્તે છે તેમ સમજવું.
આ પ્રમાણે સંક્રમમાં અપવાદ કહી સંક્રમ અને પતઘ્રહના ભેદો કહે છે–પ્રકૃતિ અને પ્રકૃતિસ્થાનના ભેદે સંક્રમ અને પતટ્ઠહ બબ્બે પ્રકારે થાય છે, તે આ પ્રમાણે–પ્રકૃતિ સંક્રમ, પ્રકૃતિસ્થાનસંક્રમ, પ્રકૃતિ પતઘ્રહ, અને પ્રકૃતિસ્થાન " પતૐહ.
જ્યારે એક પ્રકૃતિ એકમાં સંક્રમે, જેમકે–સાતા અસાતામાં, અથવા અસાતા સાતામાં ત્યારે જે પ્રકૃતિ સંક્રમે છે તે એક જ સંક્રમતી હોવાથી પ્રકૃતિ સંક્રમ, અને એકમાં સંક્રમ થાય છે માટે પ્રકૃતિ પતધ્રહ.
- જ્યારે બે, ત્રણ આદિ ઘણી પ્રકૃતિઓ ઘણીમાં સંક્રમે ત્યારે પ્રકૃતિસ્થાન સંક્રમ અને પ્રકૃતિસ્થાન પતગ્રહ કહેવાય. તાત્પર્ય એ કે જયારે એક પ્રકૃતિ સંક્રમતી હોય ત્યારે પ્રકૃતિસંક્રમ, અનેક સંક્રમતી હોય ત્યારે પ્રકૃતિસ્થાનસંક્રમ, સંક્રમ્સમાણ પ્રકૃતિનો આધાર જ્યારે એક પ્રકૃતિ હોય ત્યારે પ્રકૃતિ પતઘ્રહ, અને અનેક હોય ત્યારે પ્રકૃતિસ્થાન પતઘ્રહ કહેવાય.
તેમાં જ્યારે ઘણી પ્રકૃતિઓ એકમાં સંક્રમે જેમકે–એક યશકીર્તિમાં નામકર્મની શેષ પ્રકૃતિઓ–ત્યારે તે પ્રકૃતિસ્થાન સંક્રમ કહેવાય. જ્યારે ઘણી પ્રકૃતિમાં એક સંક્રમે, જેમકે–-મિશ્ર અને સમ્યક્ત મોહનીયમાં મિથ્યાત્વમોહનો સંક્રમ થાય–ત્યારે તે પ્રકૃતિસ્થાન પતગ્રહ કહેવાય, જ્યારે ઘણી પ્રકૃતિઓમાં ઘણી પ્રકૃતિઓ સંક્રમ–જેમકે જ્ઞાનાવરણીયની પાંચે પ્રકૃતિઓ પાંચમાં ત્યારે તે પ્રકૃતિસ્થાન સંક્રમ અને પ્રકૃતિસ્થાન પતટ્ઠહ કહેવાય. અહીં વાસ્તવિક રીતે જો કે અનેક પ્રકૃતિઓ સંક્રમતી હોય અને પતૐહ પણ અનેક પ્રવૃતિઓ હોય છતાં પણ જ્યારે સંક્રમ અને પતઘ્રહપણામાં એક એક પ્રકૃતિના સંક્રમની અને એક એક પ્રકૃતિરૂપ પતઘ્રહની
૧. અહીં આ પ્રમાણે ચૌભંગી થઈ શકે છે :- ૧. સંક્રમ્સમાણ પ્રકૃતિ એક, પતઘ્રહ પ્રકૃતિ પણ એક. ૨. સંક્રમમાણ પ્રકતિ અનેક, પતગ્રહ પ્રકૃતિ એક, ૩. સંક્રમ્સમાણ પ્રકૃતિ એક, પતદુગ્રહ અનેક, અને ૪. સંક્રમ્સમાણ પ્રકૃતિ અનેક, પતઘ્રહ પ્રકૃતિ પણ અનેક. તેમાં બંધાતી સાતવેદનીયમાં જ્યારે અસાતા સંક્રમે ત્યારે સંક્રમનાર અને પતધ્રહ એક એક પ્રકૃતિ હોવાથી ત્યાં પહેલો ભાંગો ઘટે છે. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગથી દશમાં ગુણસ્થાનક સુધીમાં બંધાતી યશકીર્તિમાં નામકર્મની ઘણી પ્રકૃતિઓ સંક્રમતી હોવાથી ત્યાં બીજો ભાંગો ઘટે છે. પ્રથમ ઉપશમ સમ્યક્તની પ્રાપ્તિ વખતે મિથ્યાત્વના ત્રણ પુંજ કરે છે. ત્યારથી માંડી એક આવલિકા કાલ સુધી મિશ્ર મોહનીયનો સંક્રમ થતો નથી. માટે તે વખતે માત્ર મિથ્યાત્વમોહનીયનો મિશ્ર અને સમ્યક્ત મોહનીય એમ બેમાં સંક્રમ થતો હોવાથી ત્યાં ત્રીજો ભાંગો ઘટે છે. અને બંધાતી નામકર્મની ત્રેવીસાદિ પ્રવૃતિઓમાં સંક્રમનાર નામકર્મની ઘણી પ્રકૃતિઓ હોવાથી ત્યાં ચોથો ભંગ ઘટે છે એમ અન્યત્ર જ્યાં ઘટે ત્યાં દાંતની યોજના કરી લેવી.
પંચ૦૨-૨૯