Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૨૮૫
અર્થ–બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની બે આવલિકા સ્થિતિ છોડીને શેષ સ્થિતિ સંક્રમે છે અને ઇતર-બાકીની પ્રકૃતિઓની ત્રણ આવલિકા સ્થિતિ છોડીને શેષ સ્થિતિ સંક્રમે છે.
ટીકાનુ–બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની બંધાવલિકા રૂપ બે આવલિકા પ્રમાણ સ્થિતિ છોડીને
૧. કોઈપણ કર્મપ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા બંધોત્કૃષ્ટ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી બંધાય તેટલી અને સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની સંક્રમ દ્વારા જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાય તેમાં એક ઉદયાવલિકા મેળવતા જેટલી થાય તેટલી હોય છે, તેનાથી વધારે હોતી નથી.
પ્રશ્ન સમયે સમયે કર્મ તો બંધાયા કરે છે માટે સમયે સમયે જેટલી સ્થિતિ બંધાય તે સઘળાના સરવાળા જેટલી સત્તા કેમ નહિ ? જેમ કે વિવક્ષિત સમયે જ્ઞાનાવરણીયની ત્રીસ કોડાકોડી પ્રમાણ સ્થિતિ બાંધી, પછીના સમયે તેટલી જ સ્થિતિ બાંધી, પછીના સમયે વળી તેટલી જ બાંધી તો તે સઘળાના સરવાળા જેટલી સ્થિતિ સત્તામાં કેમ ન હોય ? માત્ર ત્રીસ કોડાકોડી જ કેમ ?
ઉત્તર-નિષેક રચના કઈ રીતે થાય છે તેનો ખ્યાલ બરાબર હોય તો આ પ્રશ્ન ઉત્પન્ન થશે નહિ. નિષેક રચના આ પ્રમાણે થાય છે જે સમયે જ્ઞાનાવરણીયકર્મ ત્રીસ કોડાકોડી પ્રમાણ બંધાયું. તેના ભાગમાં આવેલાં દલિકોની રચના તે સમયથી આરંભી ત્રણ હજાર વર્ષ પ્રમાણ સ્થિતિ છોડી ત્રણ હજાર વર્ષ ન્યૂન ત્રીસ કોડાકોડીના જેટલા સમયો હોય તેટલા સ્થાનકમાં થાય છે, પછીના સમયે બંધાયેલી તેટલી જ સ્થિતિના ભાગ પ્રાપ્ત દલિકો પછીના સમયથી આરંભી ત્રણ હજાર વરસ ન્યૂન ત્રીસ કોડાકોડીના જેટલા સમયો થાય તેટલામાં ગોઠવાય છે. આ પ્રમાણે જે જે સમયે જેટલી જેટલી સ્થિતિ બંધાય અને તેના ભાગમાં જેટલાં દલિકો આવે તેની રચના તે સમયથી આરંભી તેનો જેટલો અબાધાકાળ હોય તેટલી સ્થિતિ છોડીને બાકીના સ્થાનકમાં થાય છે. આ પ્રમાણે હોવાથી સરવાળો થતો નથી કેમ કે નિષેક સ્થાનો તો તેના તે જ છે માત્ર તે તે સ્થાનકમાં વારંવાર દલિકો આવતા હોવાથી તે અતિ પુષ્ટ થાય છે. નિષેકનાં સ્થાનકો તેના તે જ હોવાથી સરવાળો થતો નથી, તેમજ જેમ જેમ પછી પછીના સમયે જાય તેમ તેમ પૂર્વ પૂર્વની સમય સમય પ્રમાણ સ્થિતિ ભોગવાઈ ક્ષય થતી જતી હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિથી એક પણ સમય વધતો નથી એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી જ સત્તા હોય છે. એમ દરેક સ્થળે સમજવું.
પ્રશ્નવિવક્ષિત સમયે બંધાયેલા ત્રીસ કોડાકોડી પ્રમાણ સ્થિતિના ત્રણ હજાર વરસ પ્રમાણ અબાધાકાળમાં દલિક રચના હોય કે નહિ ? શું તે સ્થાનકો સાવ દલિક રચના વિનાનાં હોય ?
* * ઉત્તર–વચમાં કોઈપણ સ્થાનકો સાવ દલિક રચના વિનાના હોય જ નહિ. કારણ કે પ્રતિસમય બંધ ચાલુ છે, પૂર્વે બંધાયેલ કર્મની નિષેક રચના વિવક્ષિત સમયે બંધાયેલા કર્મના અબાધાકાળમાં પણ હોય છે જ. અબાધાકાળ વિવક્ષિત સમયે બંધાયેલા કર્મનો હોઈ શકે, સંપૂર્ણ કર્મનો નહિ. એટલે જે સમય ત્રીસ કોડાકોડી સાગરોપમ સ્થિતિ બંધાય તે સમયે ભોગવવા યોગ્ય સ્થિતિ પૂર્ણ ત્રીસ કોડાકોડી જ હોય, ઓછી નહિ. અને તેથી જ તેની બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની બંધાવલિકા અને ઉદયાવલિકા એમ બે આવલિકાનૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ અન્યમાં સંક્રમી શકે છે. માટે જ કહ્યું છે કે બંધોત્કૃષ્ટ પ્રકૃતિની સ્થિતિ બે આવલિકા ન્યૂન સંક્રમે છે.
પ્રશ્ન-સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિની કેટલી સ્થિતિ સંક્રમી શકે ?
ઉત્તર–ત્રણ આવલિકા ન્યૂન સંક્રમી શકે. કારણ કે બંધાત્કૃષ્ટ પ્રકૃતિની બે આવલિકા ન્યૂન સ્થિતિ પ્રાપ્ત થાય, તેમાં ઉદયાવલિકા મેળવતાં સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની કુલ સ્થિતિ સત્તા એક આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ જેટલી થાય, તેમાંથી સંક્રમાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ સંક્રમે એટલે સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિની ત્રણ આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિ સંક્રમી શકે. દાખલા તરીકે–નરકગતિની વીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બાંધી, બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ બંધાતી