Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
ઉત્કૃષ્ટ સંક્લેશ સ્થાનકને પ્રાપ્ત થાય.
અહીં સાતમી નરકપૃથ્વીના ભવમાં વર્તમાન જીવનું આયુ દીર્ઘ હોય છે, અને ઉત્કૃષ્ટ કષાયજન્ય ઉત્કૃષ્ટ સંક્લેશ તેમજ ઉત્કૃષ્ટયોગ હોઈ શકે છે, માટે જેટલી વાર જઈ શકાય તેટલી વાર સાતમી નરકપૃથ્વીમાં જાય તેમ કહ્યું છે. તથા અપર્યાપ્તાની અપેક્ષાએ પર્યાપ્તાનો યોગ અસંખ્યાતગુણ હોય છે, અને વધારે યોગ હોવાને લીધે ઘણાં કર્મપુદ્ગલો ગ્રહણ કરી શકે છે. અહીં ગુણિતકર્માંશના અધિકારમાં જે ઘણાં કર્મપુદ્ગલો ગ્રહણ કરે અને ઓછાં દૂર કરે તેવા. આત્માનું પ્રયોજન છે, માટે શીઘ્ર પર્યાપ્ત થાય એમ કહ્યું છે. ૮૭,
ઉપરોક્ત વિધિ કર્યા બાદ વળી ગુણિતકર્માંશને અંગે શું કરવાનું છે તે કહે છે— जोगजवमज्झ उवरिं मुहुत्तमच्छित्तु जीवियवसाणे तिचरिमदुचरिमसमए पूरितु कसायमुकोसं ॥८८॥ जोगुक्कोसं दुरिमे चरिमसमए उ चरिमसमयंमि । संपुन्नगुणियकम्मो पगयं तेणेह सामित्ते ॥८९॥
योगयवमध्यस्योपरि मुहूर्त्त स्थित्वा जीवितावसाने । त्रिचरिमद्विचरिमसमये पूरयित्वा कषायमुत्कृष्टम् ॥८८॥ योगोत्कृष्टं द्विचरमे चरमसमये तु चरमसमये । संपूर्णगुणित कर्मांशः प्रकृतं तेनेह स्वामित्वे ॥८९॥
૩૩૯
અર્થ—પોતાના આયુના અંતે યોગના યવમધ્યના ઉપરનાં યોગસ્થાનોમાં અંતર્મુહૂર્ત રહીને, તથા ત્રિચરમ અને દ્વિચરમ સમયે ઉત્કૃષ્ટ કષાય અને દ્વિચરમ અને ચરમ સમયે ઉત્કૃષ્ટ યોગ પૂરીને આત્મા ગુણિતકર્માંશ થાય છે.
દ્વિચરમ અને ચરમ સમયે ઉત્કૃષ્ટ યોગવાળો થાય. આ વિધિથી પોતાના આયુના ચરમ સમયે તે સાતમી નરક પૃથ્વીનો જીવ સંપૂર્ણ ગુણિતકર્માંશ થાય. એવા જીવનો જ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામિત્વના વિષયમાં અધિકાર છે.
ટીકાનુયોગના અધિકારમાં આઠ સમય કાળમાનવાળાં જે યોગસ્થાનકો કહ્યાં છે તે યવમધ્ય સંજ્ઞાવાળાં કહેવાય છે. ઉપર વર્ણવ્યો તેવો સાતમી નરક પૃથ્વીનો આત્મા પોતાનું અંતર્મુહૂર્ત આયુ બાકી રહે ત્યારે યવમધ્ય યોગસ્થાનની ઉપરના સાત છ આદિ સમયના કાળવાળા યોગસ્થાનમાં અંતર્મુહૂર્ત પર્યંત અનુક્રમે વધતો જાય, અર્થાત્ અનુક્રમે ચડતા ચડતા યોગસ્થાનકે જાય. યોગમાં વધવાનું કારણ ઘણાં કર્મપુદ્ગલો ગ્રહણ કરે તે છે. તથા પોતાના આયુના અંતસમયથી ગમતાં ત્રીજું સમયે અને બીજા સમયે ઉત્કૃષ્ટ કષાયોદયજન્ય ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામી થાય અને બીજા સમયે અને પહેલા-પોતાના આયુના છેલ્લા સમયે ઉત્કૃષ્ટ યોગવાળો
થાય.
અહીં ઉત્કૃષ્ટ યોગ અને ઉત્કૃષ્ટ સંક્લેશ બંને એકસાથે એક સમયકાળ જ હોય છે,