Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચસંગ્રહ-૨
ઉપરોક્ત સઘળી પ્રકૃતિઓની યસ્થિતિ—સઘળી સ્થિતિ સમયાધિક આવલિકા સમજવી. સમ્યક્ત્વમોહનીય માટે નીચેની ગાથામાં કહે છે. ૪૬
૨૯૬
સમ્યક્ત્વમોહનીય માટે સૂત્રકાર પોતે જ વિચાર કરે છે—
खविऊण मिच्छमीसे मणुओ सम्मम्मि खवयसेसम्म । चउगइड तओ होउं जहण्णठितिसंकमस्सामी ॥४७॥
क्षपयित्वा मिथ्यात्वमिश्रे मनुजः सम्यक्त्वे क्षपितशेषे । चतुर्गतिकः ततो भूत्वा जघन्यस्थितिसंक्रमस्वामी ॥४७॥
અર્થ—મનુષ્ય છતાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીય ખપાવીને સમ્યક્ત્વમોહનીય ક્ષપિત શેષ થાય ત્યારે ચારમાંથી કોઈ પણ ગતિમાં જઈને તેની સમય પ્રમાણ જઘન્ય સ્થિતિ સંક્રમાવે છે, અને તેનો સ્વામી ચાર ગતિમાંથી કોઈ પણ ગતિનો આત્મા થાય છે.
ટીકાનુ—જઘન્યથી પણ આઠ વરસથી અધિક આયુવાળો કોઈ મનુષ્ય ક્ષાયિકસમ્યક્ત્વ ઉપાર્જન કરતાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયને સર્વથા ખપાવીને સમ્યક્ત્વમોહનીયને સર્વોપવર્ઝના વડે અપવર્તે છે. આ પ્રમાણે જ્યારે સર્વાપવર્ત્તના થાય ત્યારે સમ્યક્ત્વમોહનીય પિત શેષ થાય છે. આ રીતે જ્યારે સમ્યક્ત્વમોહનીય ક્ષપિત શેષ થાય ત્યારે ચારમાંથી ગમે તે ગતિમાં જઈ શકે છે એટલે ગમે તે ગતિમાં જઈને ત્યાં તેની સમયાધિક આવલિકા સ્થિતિ શેષ રહે ત્યારે ઉદયાવલિકા ઉપરની તે સમયપ્રમાણ સ્થિતિને અપવર્ત્તના સંક્રમ વડે પોતાની આવલિકાના સમયાધિક ત્રીજા ભાગમાં સંક્રમાવે છે તે તેનો જઘન્ય સ્થિતિસંક્રમ કહેવાય છે. અને તેનો સ્વામી ચાર ગતિમાંથી કોઈ પણ ગતિમાં વર્તમાન આત્મા છે. સ્થિતિ સમયાધિક આવલિકા છે. ૪૭
હવે નિદ્રાદ્વિકનો જઘન્ય સ્થિતિ સંક્રમ કહે છે—
निद्दादुगस्स साहियआवलियदुगं तु साहिए तंसे । हासाईणं संखेज्ज वच्छरा ते य कोहम्मि ॥४८॥
૧. સર્વાપવર્ઝના વડે અપવર્તે છે એટલે વ્યાઘાતભાવિની અપવર્ઝના વડે જેટલી ઓછી થઈ શકે તેટલી કરે છે. હવે જેટલી સ્થિતિ સત્તામાં રહી તેટલી સ્થિતિ લઈ મરણ પામી શકે છે અને ગમે તે ગતિમાં પરિણામાનુસા૨ જઈ શકે છે. તેથી જ તેના જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી ચારમાંથી ગમે તે ગતિનો આત્મા હોય છે. ઉપશમના કરણમાં ક્ષાયિક સમ્યક્ત્વ પામવાના અધિકારમાં કહ્યું છે કે મિથ્યાત્વ, મિશ્રમોહનીય ક્ષય થાય ત્યારે સમ્યક્ત્વ મોહનીયની આઠ વરસની સ્થિતિ સત્તામાં રહે છે તેના અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત પ્રમાણ ખંડોને ક્ષય કરતાં છેલ્લો ખંડ જ્યારે ક્ષય થઈ જાય ત્યારે ઉદય સમયથી આરંભી ગુણ શ્રેણીના મસ્તક સુધીની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ સત્તામાં રહે છે. તે સ્થિતિને લઈને પરિણામાનુસાર ગમે તે ગતિમાં જાય છે. ૨. ક્ષપિત શેષ થાય એટલે અપવર્ઝના કરણ વડે ક્ષય કરતાં કરતાં બાકી રહેલી જેટલી સ્થિતિ લઈ અન્ય ગતિમાં જઈ શકે. ક્ષાયિક સમ્યક્ત્વ કયો આત્મા ઉપાર્જન કરી શકે તે માટે ઉપશમનાકરણ જોવું, અહીં એટલું યાદ રાખવું કે વ્યાઘાતભાવિની અપવર્ષના કરણોમાં થાય છે. નિર્વ્યાઘાત ભાવિની અપવર્તના સામાન્યતઃ હંમેશાં પ્રવર્તે છે.