Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૦૩
સંક્રમણકરણ
સિવાયુનો અન્ય સઘળો સ્થિતિસંક્રમ અજઘન્ય છે, અને તે અનાદિ કાળથી થતો હોવાથી અનાદિ છે, અને ભવ્ય-અભવ્યની અપેક્ષાએ અનુક્રમે સાંત અને અનંત છે.
ચારિત્રમોહનીયની પચીસ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે—ઉપશમશ્રેણિમાં એ પચીસ પ્રકૃતિઓનો સર્વથા ઉપશમ થયા પછી કોઈ સંક્રમ થતો નથી, ત્યાંથી પડે ત્યારે અજઘન્ય સંક્રમ થાય છે માટે સાદિ, તે સ્થાન જેણે પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્યને અનન્ત અને ભવ્યને સાંત અજઘન્ય સંક્રમ છે.
શેષ અઠ્ઠાવીસ અવ સત્તાવાળી પ્રકૃતિઓના જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુભૃષ્ટ એ ચારે વિકલ્પો તેઓની સત્તા જ અધ્રુવ હોવાથી સાદિ-સાંત એ બે ભાંગે છે.
ધ્રુવ સત્તાવાળી પ્રકૃતિઓના અજઘન્ય સિવાય શેષ જઘન્ય, ઉત્કૃષ્ટ અને અનુષ્કૃષ્ટ એ ત્રણ વિકલ્પો, પણ સાદિ-સાંત ભાંગે છે. તેમાં ઉત્કૃષ્ટ-અનુષ્કૃષ્ટ સ્થિતિસંક્રમ ઉપરના સાદિ-સાંત એ બે ભંગ મૂળકર્મમાં જે પ્રમાણે કહ્યા તે પ્રમાણે સમજવા. અને જઘન્ય સ્થિતિસંક્રમ તો પોતપોતાના ક્ષયને અંતે એક સમયમાત્ર થતો હોવાથી સાદિ-સાંત ભાંગે છે. આ પ્રમાણે ઉત્તરપ્રકૃતિના જઘન્ય-અજઘન્ય સંક્રમાદિ પર સાદિ આદિ ચાર ભાંગા વિચાર્યુ. ૫૧
આ પ્રમાણે સ્થિતિસંક્રમનું સ્વરૂપ કહ્યું. હવે અનુભાગસંક્રમ કહેવાનો અવસર છે. તેમાં સાત અનુયોગદ્વાર છે. તે આ—૧. ભેદ, ૨. વિશેષ લક્ષણ, ૩. સ્પર્ધ્વક પ્રરૂપણા, ૪. ઉત્કૃષ્ટ અનુભાગસંક્રમનું પ્રમાણ, ૫. જઘન્ય અનુભાગસંક્રમનું પ્રમાણ, ૬. સ્વામિત્વ અને ૭. સાદિ આદિ પ્રરૂપણા, તેમાં પ્રથમ ભેદપ્રરૂપણા કહે છે—
ठितिसंकमो व्व तिविहो रसम्मि उव्वट्टणाइ विन्नेओ । रसकारणओ नेयं घाइत्तविसेसणभिहाणं ॥५२॥
स्थितिसंक्रमवत्त्रिविधः रसे उद्वर्त्तनादिना विज्ञेयः । रसकारणतो ज्ञेयं घातित्वविशेषणाभिधानम् ॥५२॥
અર્થ—રસનો સંક્રમ ઉદ્ઘત્તનાદિ ભેદે સ્થિતિસંક્રમની જેમ ત્રણ પ્રકારે જાણવો. તથા ઘાતિત્વ આદિ વિશેષનામ રસને લઈને સમજવું.
ટીકાનુ—અનુભાગનો સંક્રમ બે પ્રકારે છે—૧. મૂળપ્રકૃતિના અનુભાગનો સંક્રમ, ૨. ઉત્તરપ્રકૃતિના અનુભાગનો સંક્રમ. તેમાં મૂળપ્રકૃતિના અનુભાગનો સંક્રમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ આઠ કર્મના ભેદે આઠ પ્રકારે છે. તથા ઉત્તરપ્રકૃતિઓના અનુભાગનો સંક્રમ મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય યાવત્ વીર્યંતરાય સુધી ૧૫૮ ઉત્તરપ્રકૃતિના ભેદે ૧૫૮ પ્રકારે છે. મૂળ અને ઉત્તરપ્રકૃતિઓના રસનો સંક્રમ થાય છે માટે તેના પણ ૮ અને ૧૫૮ ભેદો થાય છે. આ રીતે ભેદની પ્રરૂપણા કરી.
હવે વિશેષ લક્ષણનું કથન કરે છે—સ્થિતિસંક્રમની જેમ રસનો સંક્રમ પણ ઉદ્ધત્તના, અપવત્તના અને પ્રકૃત્યન્તર નયન સંક્રમરૂપ ત્રણ ભેદે છે. તેમાં સત્તામાં રહેલા અલ્પ રસને