Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૩૩૧
बाधित्वा यथाप्रवृत्तं स्वहेतुना गुणो वा विध्यातः ।
उद्वलनसंक्रमस्यापि कृत्स्नः चरमे खण्डे ॥७९॥ અર્થ-સ્વહેતુના સામર્થ્ય વડે યથાપ્રવૃત્ત સંક્રમને બાધીને ગુણસંક્રમ અથવા વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. ઉદ્વલના સંક્રમના ચરમખંડના ચરમ પ્રક્ષેપરૂપ સર્વસંક્રમ છે.
ટીકાનુ–પોતાના ગુણ કે ભવરૂપ નિમિત્તે પ્રાપ્ત કરી અબંધ થવારૂપ હેતુની પ્રાપ્તિના સંબંધના સામર્થ્ય વડે યથાપ્રવૃત્ત સંક્રમને બાધીને ગુણસંક્રમ કે વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. યથાપ્રવૃત્ત સંક્રમ એ સામાન્ય છે એટલે ગુણ કે ભવરૂપ હેતુ વડે કર્મપ્રકૃતિનો બંધવિચ્છેદ થયા પછી વિધ્યાતસંક્રમ કે ગુણસંક્રમ પ્રવર્તે છે. માટે યથાપ્રવૃત્ત સંક્રમનો બાધ કરીને–તેને હઠાવીને ગુણસંક્રમ કે વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે એમ કહ્યું છે. તથા સર્વસંક્રમ એ ઉદ્વલના સંક્રમના ચરમખંડના ચરમ પ્રક્ષેપરૂપ છે એટલે એ સર્વસંક્રમ પણ ઉદ્ધવનાસંક્રમને બાધીને પ્રવર્તે છે એમ સમજવું. ૭૯
અહીં છો તિબુકસંક્રમ નામનો પણ સંક્રમ છે. પણ તેમાં કરણનું લક્ષણ ઘટતું નહિ હોવાથી સંક્રમ કરણના છઠ્ઠા ભેદ તરીકે જોડ્યો–કહ્યો નથી. કરણ એ સલેશ્ય વીર્ય કહેવાય છે. એટલે જ્યાં લેશ્યા યુક્ત વીર્યનો વ્યાપાર હોય ત્યાં સંક્રમ-બંધનાદિ કરણની પ્રવૃત્તિ થાય છે. સ્તિબુકસંક્રમ તો લેશ્યા વિનાના અયોગી કેવલી ભગવાનને પણ અયોગી ગુણસ્થાનકના કિચરમ સમયે તોતેર પ્રકૃતિનો પ્રવર્તે છે. એટલે તિબુક સંક્રમ આઠ કરણની અંતર્ગત નથી. છતાં અહીં એનું સ્વરૂપ કહેવાનું કારણ એ પણ એક પ્રકારનો સંક્રમ છે. એટલે જ સંક્રમના અધિકારમાં તેનું પણ સ્વરૂપ કહેવું જોઈએ માટે તેના સ્વરૂપનું પ્રતિપાદન કરવા ઇચ્છતા નીચેની ગાથા કરે છે–
पिंडपगईण जा उदयसंगया तीए अणुदयगयाओ । संकामिऊण वेयइ जं एसो थिबुगसंकामो ॥४०॥ पिंडप्रकृतीनां योदयसंगता तस्यामनुदयगताः । संक्रमय्य वेदयति यदेषः स्तिबुकसंक्रमः ॥८०॥
૧. કરણ એટલે જીવના વીર્યનો વ્યાપાર. જ્યાં જ્યાં વીર્યનો વ્યાપાર હોય છે, ત્યાં ત્યાં યથાયોગ્ય રીતે સંક્રમાદિ કરણો પ્રવર્તે છે. ત્યારે સ્ટિબુકસંક્રમની પ્રવૃત્તિમાં વીર્યવ્યાપાર નથી તે તો સાહજિક રીતે થાય છે. એટલે જ સંક્રમ વડે હજારો વર્ષોમાં ભોગવી શકાય તેવું કર્મ એક જ સમયમાં અન્ય સ્વરૂપે થઈ જે રૂપે થાય તે રૂપે ફળ આપે છે. અને તિબુકસંક્રમ વડે કોઈ પણ જાતના વીર્યવ્યાપાર વિના ફળ આપવા સન્મુખ થયેલ એક સમય માત્રમાં ભોગવાય તેટલું દળ અન્ય રૂપે થાય છે. વળી એ પણ વિશેષ છે કે સંક્રમકરણ વડે અન્ય સ્વરૂપ થયેલ કર્મ પોતાના મૂળ સ્વરૂપને છોડી દે છે જ્યારે બુિકસંક્રમ વડે અન્યમાં ગયેલ દળ સર્વથા પોતાના મૂળ સ્વરૂપને છોડતું નથી; એટલે કે સર્વથા પતધ્રહ પ્રકૃતિરૂપે પરિણમતું નથી. સંક્રમકરણ વડે બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરનું દળ અન્ય રૂપે થાય છે, ત્યારે સિબુકસંક્રમ વડે ઉદયાવલિકાના ઉદયગત એક સ્થાનકનું જ દલ ઉદયવતી પ્રકૃતિના ઉદયસમયમાં કોઈપણ જાતના પ્રયત્ન સિવાય જાય છે.