Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૩૬
પંચસંગ્રહ-૨ મિથ્યાષ્ટિમાં જ (વારાફરતી) થતા હોવાથી તે બંને સાદિ-સાંત છે. તેનો જઘન્ય ભંગ તો અજઘન્ય કહેવાના પ્રસંગમાં સાદિ-સાત ભાંગે કહેવાઈ ગયેલ છે.
ધ્રુવસત્તાવાળી એકસો ત્રીસ પ્રકૃતિઓ છે તેમાંથી એકસો છવ્વીસ પ્રકૃતિઓના ભંગ કહ્યા, શેષ ચાર પ્રકૃતિઓના કહે છે–મિથ્યાત્વમોહનીયની ધ્રુવસત્તા છે છતાં તેનું સમ્યક્ત અને મિશ્રમોહનીયરૂપ પતધ્રહ સ્થાયી નહિ હોવાથી તેનો કોઈ પણ પ્રકારનો સંક્રમ હંમેશાં થતો નથી. પતથ્રહ જ્યારે હોય ત્યારે અને તે પણ ભવ્યાત્માને નિયતકાળ પર્યત જ થાય છે, માટે તેના જઘન્યાદિ ચારે સાદિ-સાત ભાગ છે. અભવ્યનો તો મિથ્યાત્વના પ્રદેશોનો સંક્રમ જ થતો નથી.
નીચ ગોત્ર અને સાત-અસાતવેદનીય પરાવર્તમાન હોવાથી તેના અજઘન્યાદિ સાદિ-સાંત સમજવા. કેમકે સાતા બંધાય ત્યારે અસાતા સંક્રમે, અસાતા બંધાય ત્યારે સાતા સંક્રમે, ઉચ્ચ ગોત્ર બંધાય ત્યારે નીચ ગોત્ર સંક્રમે, નીચ ગોત્ર બંધાય ત્યારે ઉચ્ચ ગોત્ર સંક્રમે. જે પ્રકૃતિ બંધાતી હોય તેમાં નહિ બંધાતીનો અજઘન્યસંક્રમ થાય. એટલે તે પ્રકૃતિઓના અજઘન્યાદિ સંક્રમ સ્થાયી નહિ હોવાથી તેમાં સાદિ-સાંત ભંગ જ ઘટી શકશે, તથા અધુવસત્તાવાળી-અઠ્ઠાવીસ પ્રકૃતિઓના અજઘન્યાદિ પ્રદેશસંક્રમ તેઓ અધ્રુવ સત્તાવાળી હોવાથી જ સાદિ-સાંત ભાંગે છે. ૮૪
આ રીતે સાદ્યાદિભંગની પ્રરૂપણા કરી. હવે ઉત્કૃષ્ટ અને જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી કોણ? તે કહેવાનો ક્રમ પ્રાપ્ત પ્રસંગ છે. તેમાં જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી ક્ષપિતકર્માશ આત્મા છે, અને ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી ગુણિતકર્માશ આત્મા છે. તેમાં પણ ઔદારિકસપ્તક, જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ ચતુષ્ક અને અંતરાય પંચક એ એકવીસ પ્રકૃતિના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના સ્વામી ગુણિતકર્માશ મિથ્યાદષ્ટિ છે, અને શેષ પ્રકૃતિઓના યથાસંભવ ઉપરના ગુણસ્થાનવર્તી આત્માઓ છે, જે આગળ ઉપર કહેશે. પરંતુ અહીં ગુણિતકમાંશ કોને કહેવાય ? તેનું શું સ્વરૂપ છે ? તે કહેવા ઈચ્છતા આ ગાથા કહે છે –
बायरतसकालूणं कम्मठिइ जो उ बायरपुढवीए । पज्जत्तापज्जत्तदीहेयरआउगो वसिउं ॥८५॥ बादरत्रसकालोनां कर्मस्थिति यस्तु बादरपृथिव्यां ।
पर्याप्तापर्याप्तयोः दीर्धेतरायुः उषित्वा ॥५॥ અર્થ–કોઈ આત્મા બાદર ત્રસકાયના કાયસ્થિતિકાળ ન્યૂન કર્મસ્થિતિ પર્યત બાદર પૃથ્વીમાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ભવોમાં દીર્ઘ અને અલ્પ આઉખે રહીને
ટીકાનુ–ન્નસો બે પ્રકારે છે : ૧. સૂમત્રસ, ૨. બાદરત્રસ. તેમાં બેઇન્દ્રિયાદિ બાદરત્રસ છે, અને તેઉકાય-વાઉકાય સૂમત્રસ કહેવાય છે. અહીં સૂક્ષ્મત્રસના વચ્છેદ માટેપૃથફ કરવા માટે “બાદર' પદ ગ્રહણ કર્યું છે. બેઇન્દ્રિયાદિ બાદર–સનો પૂર્વકોટિ પૃથક્ત અધિક બે હજાર સાગરોપમ પ્રમાણ જે કાયસ્થિતિ કાળ કહ્યો છે, તે વડે ન્યૂન મોહનીયકર્મની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ પર્યંત કોઈ આત્મા બાદર પૃથ્વીકાયના ભવોમાં રહીને,
કેવી રીતે રહીને ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે –