Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૩૪
પંચસંગ્રહ-૨
દ્વિચરમખંડ સુધીના ખંડોનું દલિક ઉદ્ધવનાસંક્રમ વડે પરમાં અને સ્વમાં એમ બે રીતે સંક્રમાવે છે. પૂર્વની ગાથામાં જે અલ્પબદુત્વ કહ્યું છે, તેમાં દ્વિચરમખંડનું પરમાં જે સંક્રમાવે તે હિસાબે ચરમખંડનું દલ પરમાં નાખે તો જેટલો કાળ થાય તેટલો કાળ ઉદલના સંક્રમનો લેવાનો છે તે જણાવવા ઇચ્છતા, તથા યથાપ્રવૃત્ત સંક્રમનું પણ પ્રમાણ કહેવા ઇચ્છતા આ ગાથા કહે છે
जं दुचरिमस्स चरिमे सपरहाणेसु देई समयम्मि । ते भागे जहकमसो अहापवत्तुव्वलणमाणे ॥८२॥
यद् द्विचरमस्य चरमे स्वपरस्थानयोः ददाति समये ।
तौ भागौ यथाक्रमशः यथाप्रवृत्तोद्वलनमानं ॥४२॥ અર્થ_દ્વિચરમખંડના ચરમ સમયે સ્વ અને પરસ્થાનમાં જે દલ ભાગ નાખે છે, તે દલ ભાગ અનુક્રમે યથાપ્રવૃત્ત અને ઉદ્ધલના સંક્રમનું પ્રમાણ છે.
ટીકાનુ–દ્વિચરમખંડનો ચરમસમયે જે દલભાગ સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં આપે છે–સંક્રમાવે છે, તે દલભાગ અનુક્રમે યથાપ્રવૃત્તસંક્રમ અને ઉદ્ધવનાસંક્રમનું પ્રમાણ છે.
અહીં તાત્પર્ય આ છે–પૂર્વની ગાથામાં ચરમખંડને ગુણસંક્રમાદિ વડે સંક્રમાવતા થતા કાળનું અલ્પબદુત્વ કહ્યું છે, તેમાં યથાપ્રવૃત્ત અને ઉદ્વલન સંક્રમ વડે ચરમખંડને સંક્રમાવતાં કહ્યું પ્રમાણ લેવાનું છે, તે ત્યાં કહ્યું નથી. અહીં બતાવે છે–ઉકલના સંક્રમમાં દ્વિચરમખંડનો ચરમ પ્રક્ષેપ કરતાં જેટલું દલ સ્વસ્થાનમાં નાખે છે, તે પ્રમાણ યથાપ્રવૃત્તસંક્રમમાં લેવાનું છે. એટલે કે તે હિસાબે ચરમખંડને સંક્રમાવતાં જેટલો કાળ થાય તેટલો કાળ યથાપ્રવૃત્તિનો લેવાનો છે. (આ હેતુથી જ ઉકલનાસંક્રમ વડે દ્વિચરમખંડનો ચરમ પ્રક્ષેપ કરતાં જેટલું દળ રવમાં નાખે છે તે માને ચરમખંડને સંક્રમાવતાં જેટલો કાળ થાય તેની તુલ્ય યથાપ્રવૃત્ત સંક્રમ વડે સંક્રમાવતાં કાળ થાય છે, એમ અન્યત્ર કહ્યું છે.)
ઉદ્ધલના સંક્રમમાં વિચરમખંડનો ચરમ પ્રક્ષેપ કરતાં જેટલું દળ પરમાં નાખે છે, તે પ્રમાણ ઉદ્ધલના સંક્રમમાં લેવાનું છે. એટલે કે હિચરમખંડનો ચરમપ્રક્ષેપ કરતાં પરમાં જેટલું દલિક નાખે છે તે માને ચરમખંડને અન્યત્ર સંક્રમાવતાં જેટલો કાળ થાય તેટલો કાળ ઉદ્વલનાનો લેવાનો છે. આ પ્રમાણે લેતાં ઉપરોક્ત અલ્પબદુત્વ સંભવે છે. ૮૨
આ રીતે વિસ્તારપૂર્વક પાંચે સંક્રમનું સ્વરૂપ કહ્યું. હવે સાદિ આદિનો વિચાર કરવો જોઈએ, તેમાં મૂળ કર્મનો પરસ્પર સંક્રમ થતો નથી, માટે ઉત્તર પ્રવૃતિઓના સંક્રમના વિષયમાં જ સાઘાદિ ભંગોનો વિચાર કરવા આ ગાથા કહે છે–
चउहा धुवछव्वीसगसयस्स अजहन्नसंकमो होइ । अणुक्कोसो विहु वज्जिय उरालियावरणनवविग्धं ॥८३॥ चतुर्धा ध्रुवषड्विंशत्युत्तरशतस्याजघन्यसंक्रमो भवति । अनुत्कृष्टोऽपि हु वर्जयित्वौदारिकावरणनवविघ्नम् ॥८३॥