Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૩૩૩
અર્થ ચરમખંડનું ગુણસંક્રમના પ્રમાણ વડે અપહરાતું દલિક થોડા કાળે નિર્લેપ થાય છે. તે જ ખંડના યથાપ્રવૃત્ત, વિધ્યાત અને ઉદ્વલના સંક્રમ વડે અપહરાતા દલિકનો અનુક્રમે અસંખ્યાત-અસંખ્યાત ગુણ કાળ થાય છે.
ટીકાનુ—ઉદ્વલના સંક્રમના સ્વરૂપને કહેવાના પ્રસંગમાં જે ચરમખંડ કહ્યો હતો, તે ચરમખંડના દલિકને ગુણસંક્રમણના પ્રમાણથી અપહાર કરીએ-પરમાં નાખીએ તો તે ચરમખંડ થોડા જ કાળે-અંતર્મુહૂર્તકાળે સંપૂર્ણપણે નિર્લેપ થાય છે. તથા તે જ ચરમખંડના દલિકને યથાપ્રવૃત્ત, વિધ્યાત અને ઉદ્ધલના સંક્રમના પ્રમાણથી એટલે કે તે તે સંક્રમ વડે જેટલું જેટલું અપહરી શકાય–પરમાં સંક્રમાવી શકાય તે પ્રમાણથી અપહરીએ તો અનુક્રમે અસંખ્યાત અસંખ્યાત ગુણ કાળે અપહરી શકાય છે. તેથી તેઓનો અપારકાળ અનુક્રમે અસંખ્યાત અસંખ્યાત ગુણ જાણવો.
કઈ રીતે અસંખ્યાત ગુણ કાળ જાય ? તે કહે છે તે ચરમખંડને યથાપ્રવૃત્તસંક્રમ વડે અપહાર કરીએ તો તે ખંડ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળે નિર્લેપ થાય છે, માટે ગુણસંક્રમ વડે થતા અપહાર કાળથી યથાપ્રવૃત્ત સંક્રમ વડે થતો અપહાર કાળ અસંખ્યાતગુણ થાય છે.
તે જ ચરમખંડને વિધ્યાતસંક્રમ વડે અપહાર કરીએ તો તે ચરમખંડ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળે નિર્લેપ થાય છે, માટે યથાપ્રવૃત્ત સંક્રમ વડે થતા અપારકાળથી વિધ્યાત સંક્રમ વડે થતો અપારકાળ અસંખ્યાતગુણ થાય છે.
તે જ ચરમખંડને દ્વિચરમ સ્થિતિખંડના ચરમ સમયે પર પ્રકૃતિમાં જેટલું દલિક નંખાય છે તે માને ઉદ્ધલના સંક્રમ વડે અપહાર કરીએ તો તે ચરમખંડ અતિપ્રભૂત-ઘણી અસંખ્યાતી ઉત્સપ્પિણી અવસપ્પિણી વડે નિર્લેપ થાય છે, માટે વિધ્યાત સંક્રમ વડે થતા અપહાર કાળથી ઉદ્ધલના સંક્રમ વડે થતો અપારકાળ આ રીતે અસંખ્યાત ગુણ થાય છે.
' વિધ્યાત અને ઉદ્ધલના સંક્રમ વડે થતો અપહાર ક્ષેત્રથી વિચારીએ તો અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ જેટલા સમય પ્રમાણ કાળે થાય છે. માત્ર ઉઠ્ઠલના સંક્રમ વડે થતા અપહારકાળમાં અતિમોટો અંગુલનો અસંખ્યાતમો ભાગ ગ્રહણ કરવો.' ૮૧
૧. આ ગાથામાં સંક્રમના વિષયમાં કાળનું જે અલ્પબદુત્વ કહ્યું તે ઉપરથી કયા સંક્રમનું કેટલું બળ છે. તે ખ્યાલમાં આવ્યું હશે. સૌથી વધારે બળ ગુણસંક્રમનું છે તેનાથી ઓછું યથાપ્રવૃત્ત સંક્રમનું અને તેનાથી ઓછું વિધ્યાતનું છે. જો કે યોગાનુસાર સંક્રમ થાય છે પરંતુ કાળભેદ થતો હોવાથી એ અલ્પબદુત્વ સંભવે છે. ગુણસંક્રમ વડે થતો સંક્રમ તો હંમેશાં વધારે જ હોય છે. બંધ યોગ્ય પ્રવૃતિઓનો સંક્રમ અને બંધવિચ્છેદ થયા પછી થતો તેનો જ સંક્રમ એમાં વધતા-ઓછાપણું રહે છે. બંધયોગ્યનો વધારે અને બંધવિચ્છેદ થયા પછી અલ્પ દલનો સંક્રમ થાય છે. ઉદ્વલના સંક્રમ તો ઉપરના ગુણઠાણે થાય છે તેનું બળ યથાપ્રવૃત્તથી વધારે છે, કેમ કે તે વડે અંતર્મુહૂર્તમાં કર્મપ્રકૃતિ નિઃસત્તાક થાય છે. ઉદ્વલના સંક્રમમાં તો સ્વમાં નંખાય તે હિસાબે નંખાય તો યથાપ્રવૃત્ત સંક્રમ જેટલું બળ અને પરમાં નંખાય તે હિસાબે નંખાય તો તેનાથી ઘણુ ઓછું બળ છે. પ્રકૃતિને નિઃસત્તાક કરવામાં ઉદ્વલના • ઉપયોગી છે. જ્યાં જ્યાં તે લાગુ પડે છે ત્યાં ત્યાં તે તે પ્રકૃતિ નિઃસત્તાક થાય છે. પહેલે ગુણઠાણે કેટલીક પ્રવૃતિઓમાં ઉદ્ધલના સંક્રમ પ્રવર્તે છે, પરંતુ ઉપરના ગુણઠાણે પ્રવર્તે તેનાથી પહેલા ગુણઠાણે કમ બળવાળો હોય છે.