Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૧૨
પંચસંગ્રહ-૨ પહેલાં ટીકામાં કહેવાઈ ગઈ છે, ફરી એ જ હકીકત ગાથામાં અહીં કહી છે. ૬૧
આ પ્રમાણે જઘન્ય અનુભાગ સંક્રમનો સ્વામી કોણ હોઈ શકે તેના સંભવનો વિચાર ર્યો, હવે જઘન્ય અનુભાગ સંક્રમનો સ્વામી કોણ હોય તે કહે છે –
घाईणं जे खवगो जहण्णरससंकमस्स ते सामी । आऊण जहण्णठिइ-बंधाओ आवली सेसा ॥२॥ घातिनां यः क्षपकः जघन्यरससंक्रमस्य स स्वामी ।
आयुषां जघन्यस्थितिबंधात् आवलिका शेषा ॥३॥ અર્થ–જે ક્ષપક આત્મા છે તે ઘાતિકર્મ પ્રકૃતિઓના જઘન્ય રસસંક્રમનો સ્વામી છે. આયુના જઘન્યરસ સંક્રમનો સ્વામી તે તે આયુના જઘન્ય સ્થિતિબંધથી આરંભી પોતાની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધીનો છે.
ટીકાનુ–ઘાતિ કર્મપ્રકૃતિઓના જઘન્ય રસ સંક્રમના સ્વામી ક્ષપક શ્રેણિમાં વર્તનાર આત્માઓ છે. તે આત્માઓ ક્ષપકશ્રેણિમાં અંતરકરણ કર્યા પછી સ્થિતિઘાતાદિ વડે ક્ષય કરતા કરતા તે તે પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ જ્યાં જ્યાં સંક્રમાવે છે ત્યાં ત્યાં જઘન્ય રસનો પણ સંક્રમ કરે છે. એટલે કે અંતરકરણ કર્યા બાદ અનિવૃત્તિ બાદર સંપરાય વર્ના ક્ષેપક આત્મા નવ નોકષાય અને સંજવલન ચતુષ્કનું અંતરકરણ કર્યા બાદ તેનો અનુક્રમે ક્ષય કરતાં તે તે પ્રકૃતિની જઘન્ય સ્થિતિના સંક્રમકાળે જઘન્ય રસ પણ સંક્રમાવે છે.
જ્ઞાનાવરણીયપંચક, અંતરાયપંચક, દર્શન ચતુષ્ક, નિદ્રાહિક એ સોળ પ્રકૃતિઓનો સમયાધિક આવલિકારૂપ શેષ સ્થિતિમાં વર્તમાન ક્ષીણકષાય ગુણસ્થાનવર્સી આત્મા જઘન્ય અનુભાગ સંક્રમાવે છે.
સમ્યક્ત અને મિશ્રમોહનીયનો સપક આત્મા પોત-પોતાના ચરમ ખંડના સંક્રમકાળે જઘન્યાનુભાગ સંક્રમાવે છે.
ચાર આયુની જઘન્યસ્થિતિ બાંધીને–આયુકર્મમાં જઘન્યસ્થિતિ બંધાય ત્યારે રસ પણ જઘન્ય બંધાય છે માટે જઘન્યસ્થિતિનું ગ્રહણ કર્યું છે—બંધાવલિકા ગયા બાદ તે તે આયુની સમયાધિક એક આવલિકા શેષ રહે ત્યાં સુધી જઘન્ય અનુભાગ સંક્રમાવે છે. ૬૨
अणतित्थुव्वलगाणं संभवओ आवलिए परएणं । सेसाणं इगिसुहुमो घाइयअणुभागकम्मंसो ॥६३॥
૧. કોઈ પણ કર્મની ઉદ્ધના તેનો બંધ થતો હોય ત્યાં સુધી જ થાય છે. એટલે ઉદ્વર્તનાનો બંધ સાથે સંબંધ છે, અપવર્તનાનો બંધ સાથે સંબંધ નથી, બંધ હોય કે ન હોય પણ અપવર્નના યોગ્ય અધ્યવસાય ગમે ત્યારે થાય છે. ચાર આયુની જઘન્ય સ્થિતિ બંધાતાં તેનો રસ પણ જઘન્ય બંધાય છે, હવે જો તે જઘન્ય આયુના બંધકાળ સુધીમાં તેના રસની ઉદ્ધના ન થાય તો તેવો જ જઘન્ય રસ સત્તામાં રહે છે અને તેને સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી સંક્રમાવે છે. તથા જ્યાં જ્યાં અન્ય સ્વરૂપે કરવા રૂપ સંક્રમ ઘટી શકે ત્યાં ત્યાં તે સંક્રમ સમજવો, અન્ય સ્થળે ઉદ્વર્તના, અપવર્નના જે સંભવે તે સમજવો.