Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૧૦
પંચસંગ્રહ-૨ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસને નવ-દશે અને બારમા ગુણસ્થાનકવર્તી જીવો પણ સંક્રમાવનાર જાણવા. ૫૮
આ પ્રમાણે ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમના સ્વામી કહ્યા. હવે જઘન્ય અનુભાગ સંક્રમના સ્વામી કહેવા જોઈએ, તેમાં જઘન્ય અનુભાગ સંક્રમનો સંભવ કોને હોઈ શકે તેના પરિજ્ઞાન માટે નીચેની ગાથા કહે છે –
खवगस्संतरकरणे अकए घाईण जो उ अणुभागो । तस्स अणंतो भागो सुहुमेगिदिय अए थोवो ॥५९॥
क्षपकस्यान्तरकरणेऽकृते घातिनां यस्त्वनुभागः ।
तस्यानन्तभागः सूक्ष्मैकेन्द्रियस्य कृते स्तोकः ॥५९॥ અર્થ—અંતરકરણ ન કરાયું હોય ત્યાં સુધી ક્ષપકને ઘાતકર્મનો જે અનુભાગ (સત્તામાં) હોય છે, તેનો અનંતમો ભાગ સૂક્ષ્મ એકેન્દ્રિયને હોય છે. અને અંતરકરણ કરાયા બાદ અલ્પ હોય છે.
ટીકાનુ–જ્યાં સુધી અંતરકરણ થયું હોતું નથી ત્યાં સુધી સર્વઘાતિ કે દેશઘાતી કર્મપ્રકૃતિઓનો જે અનુભાગ ક્ષેપક આત્માને સત્તામાં હોય છે, તેનો અનંતમો ભાગ સૂક્ષ્મએકેન્દ્રિયને (સત્તામાં) હોય છે, એટલે કે જ્યાં સુધી અંતરકરણ થયું હોતું નથી ત્યાં સુધી સૂક્ષ્મ એકેન્દ્રિયના સત્તાગત અનુભાગથી ક્ષપક આત્માનો સર્વઘાતિ કે દેશઘાત કર્મપ્રકૃતિઓનો સત્તાગત અનુભાગ અનંતગુણ હોય છે. પરંતુ અંતરકરણ કરાયા બાદ સૂક્ષ્મ એકેન્દ્રિયના સત્તાગત અનુભાગથી રસઘાત વડે ઘણો રસ ઓછો થઈ જતો હોવાથી ક્ષપક આત્માને શાંતિકર્મપ્રકૃતિઓનો અનુભાગ ઘણો ઓછો હોય છે. પ૯
सेसाणं असभाणं केवलिणो जो उ होइ अणुभागो । तस्स अणंतो भागो असण्णिपंचेंदिए होइ ॥६०॥
शेषाणामशुभानां केवलिनः यस्तु भवत्यनुभागः ।
तस्यानन्तभागः असंज्ञिपंचेन्द्रिये भवति ॥६०॥ અર્થ–શેષ અશુભ પ્રકૃતિઓનો કેવલીને જે અનુભાગ હોય છે, તેનો અનંતમો ભાગ અસંજ્ઞી પંચેન્દ્રિયને હોય છે.
ટીકાનુ–શેષ અસતાવેદનીય, પ્રથમવજે પાંચ સંસ્થાન, પ્રથમવર્જ પાંચ સંહનન, અશુભ વર્ણાદિ નવ, ઉપઘાત, અપ્રશસ્ત વિહાયોગતિ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અસ્થિર, અશુભ, અપર્યાપ્ત, અપયશકીર્તિ અને નીચ ગોત્ર એ ત્રીસ અઘાતિ અશુભ પ્રકૃતિઓનો કેવલી ભગવંતને સત્તામાં જે અનુભાગ હોય છે, તેનો અનંતમો ભાગ અસંજ્ઞીપંચેન્દ્રિયને સત્તામાં હોય છે.
તાત્પર્ય એ કે અસંજ્ઞીપંચેન્દ્રિયના અનુભાગથી કેવલી મહારાજને ઉક્ત અશુભ.પ્રકૃતિઓનો અનુભાગ અનંતગુણ હોય છે. જે અનુભાગ જેના અનંતમા ભાગે હોય તેનાથી તે અનંતગુણ હોય