Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૩૧૧
છે. એટલે સર્વઘાતિ કે દેશઘાતિ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગ સંક્રમનો સંભવ ક્ષેપકને અંતરકરણ કરાયા બાદ જાણવો, અને શેષ અસાતવેદનીયાદિ અશુભ અવાતિ પ્રકૃતિઓના અનુભાગ સંક્રમનો સંભવ સયોગીકેવલીને નહિ પરંતુ જેને ઘણા રસની સત્તાનો નાશ થઈ ગયો છે એવા સૂક્ષ્મ એકેન્દ્રિયાદિને જાણવો. આગળ ઉપર તેને જ જઘન્ય રસનો સંક્રમ કહેશે.
એક વસ્તુનો અહીં ખ્યાલ રાખવો કે મિથ્યાષ્ટિઓ શુભ પ્રકૃતિઓનો અનુભાગને સંક્લેશ વડે અને અશુભ પ્રકૃતિઓના અનુભાગને વિશુદ્ધિ વડે અંતર્મુહૂર્વ બાદ અવશ્ય નાશ કરે છે. આ વાત પહેલાં કહેવાઈ ગઈ છે. જઘન્ય અનુભાગનો સંભવ કોને હોય તેના જ્ઞાન ઉપરથી જઘન્ય અનુભાગ સંક્રમ કોણ કરે તેનો ખ્યાલ આવી શકશે. ૬૦ સમ્યગ્દષ્ટિઓ અશુભ પ્રકૃતિઓના અને શુભ પ્રકૃતિઓના રસને જે કરે છે તે કહે છે –
सम्मट्टिी न हणइ सुभाणुभागं दु चेव दिट्ठिणं । सम्मत्तमीसगाणं उक्कोसं हणइ खवगो उ ॥६१॥ सम्यग्दृष्टिर्न हन्ति शुभानुभागं द्वयोश्चैव दृष्ट्योः ।
सम्यक्त्वमिश्रयोरुत्कृष्टं हन्ति क्षपकस्तु ॥६१॥ અર્થ–સમ્યગ્દષ્ટિ આત્મા શુભ અનુભાગને હણતો નથી–ઓછો કરતો નથી. સમ્યક્ત અને મિશ્ર એ બે દૃષ્ટિના ઉત્કૃષ્ટ રસને ક્ષપક આત્મા હણે છે.
ટીકાનુ–સમ્યગ્દષ્ટિ આત્મા સાતવેદનીય, દેવદ્રિક, મનુજદ્રિક, પંચેન્દ્રિય જાતિ, પ્રથમ સંસ્થાન, પ્રથમ સંઘયણ, ઔદારિકસપ્તક, વૈક્રિયસપ્તક, આહારકસપ્તક તૈજસસપ્તક, શુભવદિ ૧૧, અગુરુલઘુ, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રશસ્તવિહાયોગતિ, ત્રસાદિ દશ, નિર્માણ, તીર્થકર અને ઉચ્ચ ગોત્ર એ છાસઠ પુન્ય પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ અનુભાગનો વિનાશ કરતો નથી ઓછો કરતો નથી, પરંતુ બે છાસઠ સાગરોપમ પર્વત પરિપાલન કરે છે–ટકાવી રાખે છે. * મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિ એ બંને સમ્યક્ત મોહનીય અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ રસનો નાશ કરતા નથી પરંતુ ક્ષેપક નાશ કરે છે. ક્ષપક ક્ષયકાળે તે બંને પ્રકૃતિના ઉત્કૃષ્ટ રસનો નાશ કરે છે. કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ગાઇ પ૬મીમાં કહ્યું છે કે, સમ્યગ્દષ્ટિ આત્માઓ શુભ પ્રકૃતિઓના અનુભાગને હણતા નથી. તથા મિથ્યાત્વી અને સમ્યક્તી એ બંને પ્રકારના આત્માઓ સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીયના ઉત્કૃષ્ટ રસનો નાશ કરતા નથી, પરંતુ દર્શનત્રિકના ક્ષપક આત્માઓ જ ક્ષયકાળે તેના ઉત્કૃષ્ટ રસનો નાશ કરે છે. જો કે આ હકીકત
૧. બે છાસઠ કહેવાનું કારણ-ક્ષયોપશમ સમ્યક્તનો છાસઠ સાગરોપમ ઉત્કૃષ્ટ નિરંતર કાળ છે. તેટલો કાળ સમ્યક્તનું પાલન કરી અંતર્મુહૂર્ત મિશ્રે જઈ ફરી વાર ક્ષયોપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે છે અને તેને પણ છાસઠ સાગર ટકાવી રાખે છે. ત્યારબાદ તે મોક્ષે જાય છે કે પડીને મિથ્યાત્વે જાય છે. મોક્ષે જાય તો સર્વથા કર્મનો ક્ષય કરે છે, અને મિથ્યાત્વે જાય તો ત્યાં ગયા બાદ અંતર્મુહૂર્ત પછી ઉત્કૃષ્ટ રસનો નાશ કરે છે. એટલે ઉપરના ગુણઠાણે બે છાસઠ સાગરોપમ જ પુણ્યના ઉત્કૃષ્ટ રસને ટકાવી રાખે છે. સમ્યક્વાદિ ગુણસ્થાનક વર્તી આત્માઓના પરિણામ પ્રશસ્ત હોવાથી પુન્ય પ્રવૃતિઓના રસને ટકાવી શકે છે અને પાપનો રસ ઓછો કરે છે. મિથ્યાદેષ્ટિઓ અંતર્મુહૂર્તથી અધિક પુન્ય કે પાપ કોઈના રસને ટકાવી શકતા નથી.