Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૩૨૩
હોય તેટલાં તેટલાં સ્થાનોમાંનાં દલિકો દૂર કરી તેટલી ભૂમિકા સાફ કરે—દલ વિનાની કરે. અહીં ઉદ્ગલના સંક્રમ વડે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડો લઈ તેટલાં સ્થાનકોમાંનાં દલિકો દૂર કરી ભૂમિ સાફ કરવાની છે, એટલે તે દલિકો ક્યાં નાખે તે કહેવું જોઈએ, માટે આ ગાથામાં તે હકીકત કહે છે—
खंडदलं सट्टा समए समए असंखगुणणाए । सेढी परद्वाणे विसेसहीणाए संछुभइ ॥ ७२ ॥
खण्डदलं स्वस्थाने समये समये असंख्येयगुणनया । श्रेण्या परस्थाने विशेषहीना संछुभति ॥ ७२ ॥
અર્થ—પ્રતિસમય દરેક સ્થિતિખંડનાં દલિકો સ્વસ્થાનમાં અસંખ્યાતગુણ શ્રેણિએ અને પરસ્થાનમાં વિશેષહીન શ્રેણિએ સંક્રમાવે છે.
ટીકાનુ—પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડમાંથી જેટલી સ્થિતિ દૂર કરવા માટે સમયે સમયે જે દલિકો ઉકેરે છે—સંક્રમાવવા ગ્રહણ કરે છે, તેમાં પહેલે સમયે થોડું દલિક ઉકેરે છે—એટલે ઉખાડે છે—ત્યાંથી તે દલિકો લઈ અન્યત્ર પ્રક્ષેપે છે. બીજે સમયે અસંખ્યાતગુણ ઉકેરે છે, તેનાથી ત્રીજે સમયે અસંખ્યાતગુણ ઉકેરે છે, એમ ઉકેરતા—તે પ્રથમ ખંડ દૂર કરતા જે અંતર્મુહૂર્તકાળ જાય છે, તેના ચરમસમયે દ્વિચરમસમયથી અસંખ્યાતગુણ ઉકેરે છે. આ પહેલા ખંડને ઉકેરવાનો વિધિ કહ્યો. આ જ ક્રમે દ્વિચરમખંડ સુધીના સઘળા સ્થિતિખંડો ઉકેરે છે.
હવે તે દલિકો ક્યાં નાખે છે તે કહે છે—સ્થિતિખંડના દલિકને પ્રતિસમયે સ્વસ્થાનમાં અસંખ્યાત ગુણાકારે અને પરસ્થાનમાં વિશેષહીન શ્રેણીએ સંક્રમાવે છે તે આ પ્રમાણે—પહેલા સમયે સ્થિતિખંડનું જે કર્મદલિક અન્ય પ્રકૃતિમાં નાખે છે—અન્ય પ્રકૃતિરૂપે કરે છે તે અલ્પ છે તેનાથી તે જ સમયે સ્વસ્થાનમાં નીચે જે નાખે છે તે ૫૨માં નાખ્યું છે તેનાથી અસંખ્યાતગુણ હોય છે.
ઉદ્ગલના સંક્રમ વડે સ્થિતિખંડમાંથી ગ્રહણ કરેલ દલિક કેટલુંક પરરૂપે કરે છે, અને કેટલુંક જે પ્રકૃતિને ઉદ્ગલના સંક્રમ વડે નિર્મૂળ કરવાનો પ્રયત્ન કરે છે તેનાં પોતાનાં જે સ્થાનકો ઉવેલાય છે તે સિવાયનાં નીચેનાં સ્થાનકોમાં પ્રક્ષેપે છે. તેમાં જેટલા પરમાં ગયા તે તો ઓછા જ થયા, પરંતુ નીચે સ્વસ્થામાં જે ગયા તે તો ઓછા ન થતાં જે પ્રકૃતિ ઉવેલાય છે તેના જ પોતાનાં નીચેનાં સ્થાનકોને પુષ્ટ કરનારાં થાય છે. ઉદ્ગલના સંક્રમનો આ ક્રમ છે. દ્વિચરમ સ્થિતિખંડ પર્યન્ત તો આ રીતે સ્વ અને પરમાં દલિક નંખાય છે, પરંતુ છેલ્લા ખંડનું દલિક તે પોતે જ ઉવેલાતો હોવાથી નીચે પોતાનામાં દલપ્રક્ષેપનું કોઈ સ્થિતિસ્થાનક નહિ હોવાને લીધે પરમાં જ નાખી ખલાસ કરે છે, અને તે પ્રકૃતિ નિર્મૂળ થાય છે.
પહેલા સમયે નીચે સ્વસ્થાનમાં જે દલિક નાખ્યું તેનાથી બીજે સમયે સ્વસ્થાનમાં નીચે જે દલિક નાખે છે—પ્રક્ષેપે છે તે અસંખ્યાતગુણ હોય છે, અને પહેલે સમયે પરમાં જે દલિક નાખ્યું તેનાથી બીજે સમયે જે દલિક પ૨માં નંખાય છે તે વિશેષહીન હોય છે. તેનાથી પણ ત્રીજે