Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૩૨૫
સ્થિતિખંડરૂપ સ્વસ્થાનમાં નાખે છે તે માને ચરમસ્થિતિખંડનું દલિક પ્રતિ સમય અપહરતાઅન્યમાં સંક્રમાવતા પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળે તે ચરમખંડ સંપૂર્ણપણે અપહરાય છે. એટલે તે ચરમખંડને તદ્દન નિર્મૂળ કરતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ જાય છે.
તથા ચરમસમયે દ્વિચરમ સ્થિતિખંડનું દલિક જેટલું પરપ્રકૃતિમાં નાખે છે તે માને અપહરાતું ચરમખંડનું દલિક અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ સમય વડે અપહરાય છે. એટલે કે ચરમ સમયે દ્વિચરમ સ્થિતિખંડના દલિકને જેટલું પરમાં નાખે છે. તે માને ચરમખંડનું પરમાં નાખે–સંક્રમાવે તો તે ચરમખંડને તદ્દન નિર્મૂળ થતાં અંગુલના અસંખ્યાતમા ભાગના આકાશપ્રદેશ પ્રમાણ સમયો જાય છે. અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમાં ભાગે જેટલા આકાશપ્રદેશો હોય તેટલા ચરમસ્થિતિખંડના ઉપર કહેલ પ્રમાણવાળા દલિકના ખંડો થાય છે એ તાત્પર્ય છે.
આ ક્ષેત્ર આશ્રયી માર્ગણા-વિચાર થયો.
કાળ આશ્રયી માર્ગણા-વિચાર આ પ્રમાણે છે–દ્વિચરમસ્થિતિખંડનું જેટલા પ્રમાણવાળું કર્મદલિક ચરમ સમયે પર પ્રકૃતિમાં નાખે છે, તેટલા પ્રમાણવાળું ચરમસ્થિતિખંડનું દલિક જો દરેક સમયે પરપ્રકૃતિમાં નાખે તો તે ચરમસ્થિતિખંડ અસંખ્યાતી ઉત્સપ્પિણી-અવસર્પિણી કાળે નિર્લેપ થાય છે–નિર્મૂળ થાય છે–સત્તાવિનાનું થાય છે નષ્ટ થાય છે. અમુક પ્રમાણ વડે ચરમસ્થિતિખંડનું દલિક પરમાં સંક્રમાવે તો કેટલો કાળ જાય તે કહ્યું. અહીં “ચરમ સમય' એ શબ્દ વડે દ્વિચરમ ઉવેલતા જે અંતર્મુહૂર્ણકાળ જાય છે, તેનો છેલ્લો સમય લેવાનો છે. ૭૩
આ રીતે ઉદ્ધલના એટલે શું? તે કેવી રીતે થાય? દલિકો ક્યાં સંક્રમે તે સઘળું કહ્યું. હવે ઉવેલાતી પ્રકૃતિઓના સ્વામી કહે છે. અર્થાત્ કઈ કઈ, પ્રકૃતિઓની કોણ-કોણ ઉઠ્ઠલના કરે, તે કહે છે –
एवं उव्वलणासंकमेण नासेइ अविरओ आहारं । सम्मोऽणमिच्छमीसे छत्तीस नियट्ठी जा माया ॥७४॥
एवमुद्वलनासंक्रमेण नाशयति अविरत आहारं । सम्यग्दृष्टिः अनन्तानुबन्धिमिथ्यात्वमिश्राणि
षट्त्रिंशतमनिवृत्तिः यावन्मायाम् ॥७४॥ અર્થ–આ રીતે ઉઠ્ઠલના સંક્રમ વડે અવિરતિ જીવ આહારક દ્રિકનો નાશ કરે છે, સમ્યગ્દષ્ટિ જીવ અનંતાનુબંધી, મિથ્યાત્વ અને મિશ્ર મોહનીયનો નાશ કરે છે, અને માયા સુધીની
૧. ઉકલના સંક્રમ વડે સ્વમાં નીચે વધારે ઊતરે છે એટલે તે માટે સંક્રમાવતાં કાળ ઓછો જાય છે અને પરમાં ઓછું સંક્રમાવે છે માટે તે માને સંક્રમાવતાં કાળ વધારે જાય છે. કોઈ પ્રકૃતિને સત્તામાંથી નિર્મળ કરવા જ્યાં એકલી ઉઠ્ઠલના પ્રવર્તે ત્યાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ જાય છે. સાથે ગુણસંક્રમ પણ પ્રવર્તે ત્યારે અંતર્મુહૂર્તમાં કોઈ પણ ક્રમપ્રકૃતિ નિર્મૂળ થઈ જાય છે.