Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૨૪
પંચસંગ્રહ-૨
સમયે સ્વસ્થાનમાં જે દલિક પ્રક્ષેપાય છે તે બીજે સમયે સ્વસ્થાનમાં પ્રક્ષેપાયેલા દલિકથી અસંખ્યાતગુણ છે, અને ત્રીજે સમયે પરપ્રકૃતિમાં જે પ્રક્ષેપાય છે તે બીજે સમયે પરસ્થાનમાં પ્રક્ષેપાયેલ દલિકથી વિશેષહીન છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ સમયે સ્વસ્થાનમાં જે દલિક પ્રક્ષેપાય છે તેનાથી ઉત્તરોત્તર સમયે સ્વસ્થાનમાં અસંખ્યાતગુણ પ્રક્ષેપાય છે, અને પૂર્વ પૂર્વ સમયે પરસ્થાનમાં જે પ્રક્ષેપાય છે–પરરૂપે જે કરાય છે તેનાથી ઉત્તરોત્તર સમયે પરસ્થાનમાં હીન હીન પ્રક્ષેપાય છે–અન્ય સ્વરૂપે હીન હીન કરાય છે. એમ અંતર્મુહૂર્ત કે જે એક સ્થિતિખંડને ઉકેરવાનો કાળ છે તેના ચરમસમય પર્વત કહેવું. એમ દ્વિચરમખંડ સુધીના સઘળા સ્થિતિખંડોને ઉકેરવાનો વિધિ સમજવો.
હવે ચરમખંડના દલિકને ઉકેરવાનો વિધિ કહે છે–ચરમસ્થિતિખંડમાં જે કંઈપણ દલપ્રમાણ છે તેમાંથી સકલ કરણને અયોગ્ય હોવાથી ઉદયાવલિકાગત દલિક છોડીને શેષ સઘળું દલિક પરમાં નાખે છે. તે આ પ્રમાણે–પહેલા સમયે થોડું નાખે છે, બીજા સમયે અસંખ્યાતગુણ નાખે છે, તેનાથી પણ ત્રીજા સમયે અસંખ્યાતગુણ નાખે છે એમ પૂર્વ પૂર્વ સમયથી ઉત્તરોત્તર સમયે અસંખ્યાતગુણ-અસંખ્યાતગુણ પરમાં પ્રક્ષેપ અંતર્મુહૂર્તના ચરમસમય પર્યત થાય છે. અહીં પહેલો, બીજો કે છેલ્લો સમય વગેરે જે કહ્યું તે છેલ્લા ખંડને ઉવેલતા જે અંતર્મુહૂર્ત કાળ થાય છે તેના સમજવા. એમ અન્યત્ર પણ સમજવું.
છેલ્લા ખંડનું છેલ્લા સમયે જે કંઈ દલિક પરમાં પ્રક્ષેપાય છે તે સર્વસંક્રમ કહેવાય છે. સર્વસંક્રમ એટલે સઘળા દલિકનો સંક્રમ. સર્વસંક્રમ થયા પછી કોઈ ખંડનું દલિક બાકી રહેતું નથી. છેલ્લા ખંડનું અંતર્મુહૂર્તના ચરમસમયે સઘળું દલિક પરમાં પ્રક્ષેપવામાં સર્વસંક્રમ પ્રવર્તે છે, અથવા કહો કે છેલ્લા સમયનું તે સઘળું દલિક જે પરમાં જાય છે તે સર્વસંક્રમ કહેવાય છે. ઉદ્ધલના સંક્રમ વડે છેલ્લો ખંડ ઉવેલાયા બાદ એક ઉદયાવલિકા શેષ રહે છે, તેને સ્ટિબુકસંક્રમ વડે સંક્રમાવી દૂર કરે છે. ૭૨
ઢિચરમ સ્થિતિખંડના દલિકને ચરમ સમયે જેટલું સ્વ અને પરસ્થાનમાં નાખે છે તે હિસાબે પરમાં પ્રક્ષેપતા તે ચરમખંડને દૂર થતાં કેટલો કાળ જાય તે કહે છે
दुचरिमखंडस्य दलं चरिमे जं देइ सपरहाणंमि । तम्माणेणस्स दलं पल्लंगुलसंखभागेहिं ॥७३॥ द्विचरमखण्डस्य दलं चरमे यद्ददाति स्वपरस्थाने ।
तन्मानेनास्य दलं पल्याङ्गुलसंख्यभागैः ॥७३॥
અર્થ–ચરમ સમયે દ્વિચરમખંડનું જે દલ સ્વ અને પરમાં નાખે છે તે માને તે ચરમખંડનું દલ પરમાં નાખતાં અનુક્રમે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળે અને અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશના સમય પ્રમાણ કાળ દૂર થાય છે—ખલાસ થાય છે.
ટીકાનુ—ચરમ સમયે દ્વિચરમ સ્થિતિખંડનું જે પ્રદેશ પ્રમાણ પોતાના જ ચરમ