Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૧૬
પંચસંગ્રહ-૨
કષાયનો જઘન્ય અનુભાગ સંક્રમ સમ્યક્ત અવસ્થામાં તે કષાયો ઉત્કલના સંક્રમ વડે સર્વથા ઉકેલાઈ જાય, ત્યાર બાદ પડી મિથ્યાત્વે આવે, ત્યાં મિથ્યાત્વરૂપ હેતુ વડે ફરી બાંધે, તેની બંધાવલિકા ગયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયે થાય છે. આ સિવાયનો એ સત્તરે પ્રકૃતિનો સઘળો અનુભાગ સંક્રમ અજઘન્ય છે. ઉપશમ શ્રેણિમાં સર્વથા ઉપશમ તે સત્તરે પ્રકૃતિનો અજઘન્ય અનુભાગ સંક્રમ થતો નથી, ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેણે પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, ભવ્ય આશ્રયી અધુવ, અને અભવ્ય આશ્રયી ધ્રુવ છે.
જે પાંચ જ્ઞાનાવરણ, મ્યાનદ્વિત્રિક વિના છ દર્શનાવરણ અને પાંચ અંતરાયરૂપ સોળ પ્રકૃતિઓના ક્ષેપક ક્ષીણમોહ ગુણસ્થાનકવર્તી આત્માઓ છે, તે પ્રકૃતિઓનો અજઘન્ય અનુભાગસંક્રમ સાદિ સિવાય અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ ભાંગે છે. તે આ પ્રમાણે– એ સોળ કર્મપ્રકૃતિઓનો જઘન્ય અનુભાગસંક્રમ ક્ષીણકષાય ગુણસ્થાનની સમયાધિક એક આવલિકા સ્થિતિ શેષ હોય ત્યારે થાય છે. તે એક સમય પ્રમાણ હોવાથી સાદિ સાંત છે. તે સિવાયના અન્ય સઘળો અજઘન્ય અનુભાગ સંક્રમ છે. તેની આદિ નથી માટે અનાદિ, ભવ્યને અધ્રુવ અને અભવ્ય ધ્રુવ છે. ૬૬
सुभधुवचउवीसाए होइ अणुक्कोस साइपरिवज्जो । उज्जोयरिसभओरालियाण चउहा दुहा सेसा ॥६७॥
शुभध्रुवचतुर्विंशते र्भवत्यनुत्कृष्टः सादिपरिवर्जः ।
उद्योतर्षभौदारिकाणां चतुर्धा द्विधा शेषाः ॥१७॥ અર્થ–શુભ ધ્રુવ ચોવીસ પ્રકૃતિનો અનુત્કૃષ્ટ રસસંક્રમ સાદિ સર્જ ત્રણ ભાંગે છે, ઉદ્યોત, વજઋષભનારા સંહનન અને ઔદારિક સપ્તકનો અનુત્કૃષ્ટ રસસંક્રમ ચાર પ્રકારે છે, અને શેષ વિકલ્પો બે ભાગે છે.
ટીકાનુ–લગભગ જે પ્રકૃતિઓનો સમ્યક્તની આત્માઓનો વ બંધ છે, તેવી શુભ ધ્રુવ ત્રસાદિ દશક, સાતવેદનીય, પંચેન્દ્રિયજાતિ, અગુરુલઘુ, ઉચ્છવાસ, નિર્માણ, પ્રશસ્તવિહાયોગતિ, સમચતુરગ્નસંસ્થાન, પરાઘાત, તૈજસ, કાર્મણ, શુભ વર્ણ ચતુષ્ક આ ચોવીસ પ્રકૃતિઓનો અનુત્કૃષ્ટ અનુભાગ સંક્રમ સાદિ વર્જિત અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ત્રણ ભાંગે
થરવM |
ત્યાં તદ્માયોગ્ય વિશુદ્ધિ પરિણામે શક્યતા પ્રમાણે ઓછી સ્થિતિ અને રસવાળા દલિકો બાંધે, બંધાવલિકા ગયા બાદ બીજી આવલિકાના પ્રથમ સમયે તે શુદ્ધ એક સમયના બાંધેલાં જઘન્ય રસયુક્ત દલિકોને સંક્રમાવે તેને જઘન્યરસ સંક્રમ કહ્યો છે. અનંતાનુબંધિ વિના બીજી કોઈ પણ મોહ પ્રકૃતિ સત્તામાંથી સર્વથા નષ્ટ થયા પછી ફરી બંધાઈ સત્તામાં આવતી નથી, માત્ર અનંતાનુબંધી કષાયો જ એવા છે કે તેનો સત્તામાંથી સર્વથા નાશ થયા પછી મિથ્યાત્વરૂપ બીજી નાશ ન થયું હોય તો ફરી સત્તામાં આવી શકે છે. એટલે તેનો જઘન્ય રસસંક્રમનો કાળ અને સંજવલનાદિના જઘન્ય રસ સંક્રમનો કાળ જુદો પડે છે.
આ પ્રમાણે લગભગ જે પ્રકૃતિઓનો સર્વથા નાશ થયા પછી ફરી બંધાઈ શકતી હોય તેનો જઘન્યરસ સંક્રમ અનંતાનુબંધિની રીતે કહેવામાં હરકત નથી.