Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૨૦
પંચસંગ્રહ-૨ યોગ્ય સ્થાવર નામકર્માદિ દશ પ્રકૃતિઓ દુર્ભગત્રિક, નીચ ગોત્ર અને અપ્રશસ્તવિહાયોગતિ એ કર્મપ્રકૃતિઓને ભવસ્વભાવે યુગલિકો બાંધતા નથી.
આ પ્રમાણે જે જે પ્રકૃતિઓ જે જે ગતિમાં ભવિનિમિત્તે બંધાતી નથી તેનો તેનો ત્યાં ત્યાં વિધ્યાત સંક્રમ પ્રવર્તે છે. તાત્પર્ય એ કે જે જે કર્મ જેને જેને કે જ્યાં જ્યાં ગુણનિમિત્તે કે ભવનિમિત્તે બંધમાં આવતું નથી તે તે કર્મ તેને તેને કે ત્યાં ત્યાં વિધ્યાતસંક્રમ યોગ્ય છે એમ સમજવું એટલે કે તે તે કર્મપ્રકૃતિઓનો ત્યાં ત્યાં વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે એમ સમજવું
હવે દલિકના પ્રમાણના નિરૂપણ માટે કહે છે–વિધ્યાતસંક્રમ વડે પહેલા સમયે જેટલું કર્મલિક પરપ્રકૃતિમાં નાખે છે, તેટલા પ્રમાણથી શેષ દલિકને પણ પરપ્રકૃતિમાં નાખે તો અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમા ભાગમાં જેટલા આકાશ પ્રદેશ હોય તેટલા સમયો વડે સંપૂર્ણપણે સંક્રમાવી રહે છે. તાત્પર્ય એ કે–પ્રથમ સમયે જેટલું કર્મદલિક વિધ્યાત સંક્રમ વડે અન્ય પ્રકૃતિમાં સંક્રમાવે, તે પ્રમાણ વડે તે પ્રકૃતિના અન્ય દલિકને સંક્રમાવે તો તેને સંપૂર્ણપણે સંક્રમાવતાં ઉપરોક્ત આકાશપ્રદેશની સંખ્યા પ્રમાણ સમયો જેટલો (અસંખ્યાતી ઉત્સર્પિણીઅવસર્પિણી પ્રમાણ) કાળ જાય છે. આ સંક્રમ વડે કોઈ કર્મપ્રકૃતિનાં સઘળાં દલિકો સત્તામાંથી ખાલી થતાં નથી, અહીં તો અસત્કલ્પનાએ આ ક્રમે સંક્રમાવે તો કેટલો કાળ જાય તે જ માત્ર કહ્યું છે. આ વિધ્યાતસંક્રમ પ્રાયઃ યથાપ્રવૃત્તસંક્રમના અંતે પ્રવર્તે છે.
આ રીતે વિધ્યાતસંક્રમનું સ્વરૂપ કહ્યું, હવે ઉદ્ધવનાસંક્રમનું સ્વરૂપ કહે છે.
पलियस्ससंखभागं अंतमुहत्तेण तीए उव्वलइ । एवं पलियासंखियभागेण कुणइ निल्लेवं ॥७०॥ पल्यस्यासंख्येयभागमन्तर्मुहूर्तेन तरया उद्वलयति ।
एवं पल्यासंख्येयभागेन करोति निर्लेपम् ॥७॥ અર્થસત્તાગત સ્થિતિના અગ્રભાગથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ખંડને અંતર્મુહૂર્વકાળે ઉકેલે છે. એ પ્રમાણે ઉવેલતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાત્ર કાલે સર્વથા નિર્લેપ કરે છે.
ટીકાનુ–કર્મોને સત્તામાંથી નિર્મૂળ કરવામાં જે ઉપયોગી સાધનો છે તેમાં ઉદ્ધલના સંક્રમ પણ એક પ્રબળ સાધન છે. ઉત્કલનાનો અર્થ જ ઉખેડવું સત્તામાંથી નિર્મૂળ કરવું એવો થાય છે,
૧. વિધ્યાતસંક્રમ યથાપ્રવૃત્ત સંક્રમના અંતે કહેવાનું કારણ યથાપ્રવૃત્ત સંક્રમ સામાન્ય છે, બંધ યોગ્ય સઘળી પ્રવૃતિઓનો તે થાય છે, અને વિધ્યાસક્રમ તો ગુણ કે ભવનિમિત્તે જે જે પ્રકૃતિઓ બંધમાંથી વિચ્છિન્ન થઈ તેનો તેનો થાય છે. એટલે સાધારણ રીતે પહેલાં યથાપ્રવૃત્તસંક્રમ પ્રવર્તે છે અને બંધમાંથી વિચ્છિન્ન થયા બાદ વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે. આમ યથાપ્રવૃત્તસંક્રમના અંતે વિધ્યાતસંક્રમ પ્રવર્તે છે એમ કહ્યું છે. પ્રાય: કહેવાનું કારણ અન્યસંક્રમ પ્રવર્યા બાદ પણ વિધ્યાતસંક્રમ પ્રવર્તે તો વાંધો નથી એમ જણાવવા માટે છે. જેમ કે ઉપશમ શ્રેણિમાં ગુણસંક્રમ પ્રવર્યા બાદ મરણ પામી અનુત્તર વિમાનમાં જાય તો ગુણ નિમિત્તે નહિ બંધાતી પ્રકૃતિઓનો વિધ્યાતસંક્રમ થાય છે. અને ઉપશમ સમ્યત્વ પ્રાપ્તિના અંતરકરણમાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો ગુણસંક્રમના અંતે વિધ્યાત સંક્રમ પ્રવર્તે છે.