Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ
૩૦૯
અર્થ–આતપ, ઉદ્યોત, ઔદારિક સપ્તક, પ્રથમ સંઘયણ, મનુષ્યદ્ધિક અને ચાર આયુના ઉત્કૃષ્ટ રસ સંક્રમના સ્વામી મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિઓ જાણવા. અને શેષ શુભ પ્રકૃતિઓના સયોગી-કેવલીઓ જાણવા.
ટીકાનુ–આતપ, ઉદ્યોત, ઔદારિક સપ્તક, પ્રથમ સંઘયણ અને મનુષ્યદ્ધિક એ બાર કર્મપ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસ સંક્રમના સ્વામી મિથ્યાષ્ટિ અને સમ્યગ્દષ્ટિ બંને પ્રકારના આત્માઓ સમજવા. તે આ પ્રમાણે–સમ્યગ્દષ્ટિ આત્માઓ શુભ પ્રકૃતિઓના અનુભાગનો વિનાશ કરતા નથી પરંતુ વિશેષતઃ એકસો બત્રીસ સાગરોપમ સુધી ટકાવી રાખે છે. એટલે આતપ, ઉદ્યોત સિવાય ઉપરોક્ત પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસને સમ્યગ્દષ્ટિ છતાં બાંધી બંધાવલિકા ગયા બાદ તે ઉત્કૃષ્ટ રસને ઉપરોક્ત કાળ પર્યત સમ્યગ્દષ્ટિ આત્માઓ સંક્રમાવે છે. તથા ઉપરોક્ત કાળ પર્યત તે રસને ટકાવીને પછીથી મિથ્યાત્વે પણ જાય છે, એટલે મિથ્યાદષ્ટિઓ પણ ઉપરોક્ત પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસને સંક્રમાવે છે.
આતપ, ઉદ્યોતનો ઉત્કૃષ્ટ અનુભાગ મિથ્યાષ્ટિઓ જ બાંધે છે. માટે બંધાવલિકા ગયા બાદ તે બેના ઉત્કૃષ્ટ રસના સંક્રમનો તો તેઓને અભાવ નથી જ, અને ઉત્કૃષ્ટ રસ સત્તામાં છતાં મિથ્યાત્વેથી સમ્યત્વે જતા સમ્યગ્દષ્ટિઓ પણ તે બે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસને સંક્રમાવે છે. કેમ કે શુભ પ્રકૃતિ હોવાથી સમ્યગ્દષ્ટિઓ તે બેના ઉત્કૃષ્ટ રસને ઓછો કરતા નથી. પરંતુ ટકાવી રાખે છે, એટલે સમ્યગ્દષ્ટિને પણ તેના ઉત્કૃષ્ટ રસના સંક્રમનો કોઈ વિરોધ નથી.
ચાર આયુના ઉત્કૃષ્ટ રસને સમ્યગ્દષ્ટિ કે મિથ્યાદૃષ્ટિ છતાં બાંધી, બંધાવલિકા ગયા બાદ તે તે આયુની સમયાધિક આવલિકા શેષ રહે ત્યાં સુધી સમ્યગુ કે મિથ્યા એમ બંને દૃષ્ટિવાળા સંક્રમાવે છે. એટલે ચાર આયુના ઉત્કૃષ્ટ રસ સંક્રમના સ્વામી સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બને છે.
શેષ સાતવેદનીય, દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિયસપ્તક, આહારક સપ્તક, તૈજસ સપ્તક, સમચતુરગ્ન સંસ્થાન, શુભવર્ણાદિ અગિયાર, પ્રશસ્ત વિહાયોગતિ, ઉચ્છવાસનામ, અગુરુલઘુ, પરાઘાત, ત્રસાદિદશ, નિર્માણ, તીર્થકર અને ઉચ્ચ ગોત્રરૂપ ચોપન શુભ પ્રવૃતિઓના ઉત્કૃષ્ટ રસને પોતપોતાના બંધ વિચ્છેદ સમયે બાંધી બંધાવલિકા ગયા બાદ સયોગી કેવલીના ચરમ સમય પર્યત તે ઉત્કૃષ્ટ રસને સંક્રમાવે છે. માટે એ ચોપન પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસ સંક્રમના સ્વામી સયોગી-કેવલી આત્માઓ જાણવા. અને “ઘ' શબ્દથી તે તે પ્રકૃતિઓનો બંધવિચ્છેદ થયા પછી જે જે ગુણસ્થાને વર્તતા હોય તે તે ગુણસ્થાન વર્તી જીવો પણ સમજવા. જેમ કે, સાતવેદનીય, યશકીર્તિ અને ઉચ્ચ ગોત્રના ઉત્કૃષ્ટ રસને બારમા ગુણસ્થાનકવર્તી જીવો અને શેષ
૧. અહીં ત્રણ આયુનો ઉત્કૃષ્ટ રસબંધ મિથ્યાદષ્ટિ કરે છે અને દેવાયુનો અપ્રમત્ત આત્મા કરે છે. એટલે જ્યાં જ્યાં બાંધે ત્યાં ત્યાં તો ઉત્કૃષ્ટ રસનો સંક્રમ ઘટી શકે છે. અને ઉત્કૃષ્ટ રસ સત્તામાં છતાં, મિથ્યાત્વેથી સખ્યત્વે જતા સમ્યગ્દષ્ટિને ત્રણ આયુમાં ઉત્કૃષ્ટ રસનો, અને સભ્યત્વેથી પડી મિથ્યાત્વે જતા મિથ્યાષ્ટિને પણ દેવાયુના ઉત્કૃષ્ટ રસનો સંક્રમ ઘટી શકે છે.
- ૨. સાતવેદનીય, યશકીર્તિ અને ઉચ્ચ ગોત્ર એ ત્રણના ઉત્કૃષ્ટ રસનો બંધ ક્ષેપકને દશમાં ગુણસ્થાનકના અંત સમયે અને શેષ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસનો બંધ લપકને આઠમાના છઠ્ઠા ભાગે થાય છે.