Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૦૮
પંચસંગ્રહ-૨
અર્થ–મિથ્યાદષ્ટિ આત્મા અશુભ સઘળી પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બાંધીને આવલિકા ગયા પછી અંતર્મુહૂર્ત પર્યત તેને સંક્રમાવે છે.
ટીકાનુ–પાંચ જ્ઞાનાવરણ, નવ દર્શનાવરણ, અસતાવેદનીય, અઠ્ઠાવીસ મોહનીય, નરકદ્ધિક, તિર્યદ્ધિક, એકેન્દ્રિયાદિ ચાર અશુભ જાતિ, પ્રથમ સિવાય બાકીના પાંચ સંઘયણ અને પાંચ સંસ્થાન, અશુભવર્ણાદિ નવ, ઉપઘાત, અપ્રશસ્ત વિહાયોગતિ, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, અસ્થિર, અશુભ, દુર્ભગ, દુઃસ્વર, અનાદેય, અપયશ, નીચ ગોત્ર અને અંતરાય પંચક એ સઘળી–અાશી અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસ બાંધીને આવલિકા ગયા બાદ બાંધેલા તે રસને સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તથી આરંભી સઘળા ચારે ગતિના મિથ્યાદષ્ટિ જીવો અન્તર્મુહૂર્ત પર્યત સંક્રમાવે છે.
માત્ર અસંખ્યાત વર્ષાયુવાળા તિર્યંચો, મનુષ્યો અને આનતાદિ દેવો ઉત્કૃષ્ટ રસને સંક્રમાવતા નથી. કારણ કે તેઓ મિથ્યાષ્ટિ હોવા છતાં પણ તીવ્ર સંક્લેશનો અભાવ હોવાથી ઉપરોક્ત અશુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસને બાંધતા નથી, અને ઉત્કૃષ્ટ રસના બંધનો અભાવ હોવાને લીધે ઉત્કૃષ્ટ રસને તેઓ સંક્રમાવતા પણ નથી માટે તેઓને વર્યા છે.
મિથ્યાષ્ટિને ઉત્કૃષ્ટ રસનો સંક્રમ બંધાવલિકા ગયા બાદ અંતર્મુહૂર્ત જ કહ્યો છે, વધારે કાળ નહિ. કારણ કે અન્તર્મુહૂર્ત પછી શુભ પરિણામને યોગે તેના ઉત્કૃષ્ટ રસના વિનાશનો સંભવ છે. મિથ્યાદષ્ટિ આત્મા પાપ કે પુન્ય પ્રકૃતિના ઉત્કૃષ્ટ રસને યથાયોગ્ય રીતે બાંધ્યા છતાં પણ બંધ થયા પછી અંતર્મુહૂર્ત બાદ તે શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસને સંક્લેશ વડે અને અશુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસને વિશુદ્ધિ વડે અવશ્ય નાશ કરે છે, અને તેથી જ તેઓને ઉત્કૃષ્ટ રસના સંક્રમનો કાળ અંતર્મુહૂર્ત કહ્યો છે. ૫૭
आयावुज्जोचोराल-पढमसंघयणमणदुगाउणं । मिच्छा सम्मा य सामी सेसाणं जोगि सुभियाणं ॥५८॥
आतपोद्योतौरालप्रथमसंघयणमनुजद्विकायुषाम् । मिथ्यादृष्टयः सम्यग्दृष्टयश्च स्वामिनः शेषाणां योगिनः शुभानाम् ॥५८॥
૧. જો કે ઉપરોક્ત પાપ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ રસનો બંધ સંજ્ઞી મિથ્યાદૃષ્ટિ કરે છે. પરંતુ તેવો રસ બાંધી એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થાય તો તે એકેન્દ્રિયાદિ જીવો ઉત્કૃષ્ટ રસનો સંક્રમ કરી શકે છે.
૨. યુગલિકો અને આનતાદિ દેવો તીવ્ર સંક્લેશ નહિ હોવાને લીધે ભલે ઉત્કૃષ્ટ રસ બાંધે નહિ પણ જે સંજ્ઞીમાંથી તેઓ આવે છે ત્યાં બંધાયેલ ઉત્કૃષ્ટ રસ લઈને આવે તો તે કેમ ન સંક્રમાવે ? જેમ એકેન્દ્રિયો પૂર્વભવના બાંધેલા ઉત્કૃષ્ટ રસને સંક્રમાવે છે. તેના ઉત્તરમાં સમજવાનું કે, ઉપર ગાથાના અંતે કહ્યું છે કે મિથ્યાષ્ટિઓ પુન્ય કે પાપના ઉત્કૃષ્ટ રસને અંતર્મુહૂર્તથી વધારે ટકાવી શકતા નથી. યુગલિકોનું અને આનતાદિ દેવોનું આયુ તે પ્રશસ્ત પ્રકૃતિ હોવાને લીધે શુદ્ધ વેશ્યાએ બંધાય છે. જે લેગ્યાએ બંધાય છે તે લેશ્યા મનુષ્ય-તિર્યંચનું અંતર્મુહૂર્વ આયુ શેષ હોય ત્યારે થાય છે. છેલ્લા અંતર્મુહૂર્તમાં પ્રશસ્ત લેશ્યા હોવાને લીધે પૂર્વ ઉત્કૃષ્ટ રસ કદાચ બાંધ્યો હોય તોપણ તે ઘટી જાય છે. એટલે અશુભ પ્રકૃતિના ઉત્કૃષ્ટ રસની સત્તા લઈને યુગલિક અને આનતાદિમાં જતા નથી એટલે ઉત્કૃષ્ટ રસના સંક્રમાધિકારી તેઓ નથી.