Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૦૪
પંચસંગ્રહ-૨
વધારવો તે ઉદ્વર્તના, સત્તામાં રહેલા અધિક રસને અલ્પ કરવો તે અપવર્તના, અને વિવક્ષિત પ્રકૃતિના રસને બંધાતી અન્ય પ્રકૃતિના રસ રૂપે કરવો તે પ્રકૃત્યન્તર નયન સંક્રમ કહેવાય છે. એટલે કે સત્તામાં રહેલ રસની જે વધઘટ થાય છે અને એક સ્વરૂપે રહેલ રસ અન્ય સ્વરૂપે જેમ કે સાતવેદનીયનો અસાતવેદનીય રૂપે થાય છે તે સઘળા સંક્રમના જ પ્રકારો છે. આ રીતે વિશેષ લક્ષણનું કથન કર્યું.
હવે રસસ્પદ્ધકની પ્રરૂપણા કરે છે–રસ સ્પદ્ધકો સર્વઘાતી, દેશઘાતી અને અઘાતી એમ ત્રણ પ્રકારે છે. તેમાં પોતાનાથી હણાઈ શકે–દબાઈ શકે તેવા કેવલજ્ઞાનાદિ ગુણને જે સર્વથા ઘાત કરે તે સર્વઘાતિરસસ્પદ્ધકો કહેવાય છે. પોતાનાથી દબાઈ શકે તેવા જ્ઞાનાદિ ગુણના મતિજ્ઞાનાદિરૂપ એક દેશને જે દબાવે છે તે દેશઘાતિ સ્પદ્ધક કહેવાય છે. અને જે રસસ્પદ્ધકો આત્માના કોઈ પણ ગુણને દબાવતા નથી પરંતુ જેમ પોતે ચોર ન હોય છતાં ચોરના સંબંધથી ચોર કહેવાય છે તેમ સર્વઘાતિરસસ્પદ્ધકના સંબંધથી સર્વઘાતી કહેવાય છે, તે અઘાતિસ્પદ્ધકો છે.
આ અઘાતિ સ્પદ્ધકો સ્વયં આત્માના કોઈ ગુણને દબાવતા નથી, માત્ર સર્વઘાતિ સ્પદ્ધકનો જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી તેના જેવો ભાગ ભજવે છે. જેમ નિર્બળ બળવાનની સાથે મળે ત્યારે બળવાનના જેવો ભાગ ભજવે છે, તેમ અઘાતિરસ સર્વઘાતિ રસના સંબંધવાળો હોય ત્યાં સુધી તેનો જેવો ભાગ ભજવે છે.
પૂર્વે પ્રકૃતિઓમાં જે સર્વઘાતી, દેશઘાતી કે અઘાતીપણું કહ્યું તે સર્વઘાતી આદિ રસ સ્પદ્ધકના સંબંધથી સમજવું. એટલે કે તે તે પ્રકારના રસના સંબંધથી જ સર્વઘાતી, દેશઘાતી કે : અઘાતી પ્રવૃતિઓ કહેવાય છે, એમ સમજવું. એ જ હકીકત ગાથાના પદથી કહે છે– રસારણત:-સર્વઘાતિ આદિ રસરૂપ કારણને આશ્રયીને જ કર્મપ્રકૃતિઓ સર્વઘાતિની, દેશઘાતિની કે અઘાતિની કહેવાય છે. પર ઉપર કહી તે જ હકીકતને આ ગાથામાં વિશેષ સ્પષ્ટતા થાય માટે કહે છે –
સાફિરસેvi, ૫ો ટોનિ સંથારૂંકો | - इयरेणियरा एमेव, ठाणसन्ना वि नेयव्वा ॥५३॥ देशघातिरसेन प्रकृतयो भवन्ति देशघातिन्यः ।
इतरेणेतरे एवमेव स्थानसंज्ञाऽपि ज्ञातव्या ॥५३॥
અર્થ—દેશઘાતિ રસસ્પદ્ધકના સંબંધથી પ્રકૃતિઓ દેશઘાતિ છે, અને રૂતરે–સર્વઘાતિ રસસ્પદ્ધકના સંબંધથી પ્રકૃતિઓ રૂતો સર્વાતિ છે. એ પ્રમાણે સ્થાન સંજ્ઞા પણ જાણવી.
ટીકાનુ–કર્મપ્રકૃતિઓમાં સર્વઘાતિત્વ, દેશઘાતિત્વ અને અઘાતિત્વ એ રસના સંબંધથી છે. દેશઘાતિ રસ સ્પર્ધ્વકના સંબંધથી મતિજ્ઞાનાવરણીય આદિ પચીસ કર્મપ્રકૃતિઓ દેશઘાતિ કહેવાય છે, સર્વઘાતિ રસસ્પદ્ધકના સંબંધથી કેવલજ્ઞાનાવરણીયાદિ વીસ પ્રકૃતિઓ સર્વઘાતી કહેવાય છે, અને અઘાતિ રસસ્પદ્ધકના સંબંધથી સાતવેદનીયાદિ પંચોતેર પ્રકૃતિઓ અઘાતી કહેવાય છે. આત્માના જ્ઞાનાદિ ગુણને સૂર્ય અને મેઘને દૃષ્ટાંતે જે પ્રકૃતિઓ સર્વથા ઘાત કરે તે