Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩૦૦
પંચસંગ્રહ-૨
જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી સયોગીકેવલી છે. અહીં સર્વાપરના વડે ઉદયાવલિકા રહિત સ્થિતિની અપવર્તન થાય છે, ઉદયાવલિકા સકલ કરણને અયોગ્ય હોવાથી તેની અપવર્નના થતી નથી. એટલે જે સમયે સર્વાપવર્તના પ્રવર્તે છે તે સમયે યસ્થિતિ-કુલ સ્થિતિ ઉદયાવલિકા મેળવતાં જેટલી થાય તેટલી સમજવી.
અહીં કોઈ શંકા કરે કે–જેમ મતિજ્ઞાનાવરણીયાદિ પ્રવૃતિઓનો સમયાધિક આવલિકાસ્થિતિ શેષ રહે ત્યારે ક્ષીણમોહ ગુણઠાણે સમયપ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ કહ્યો છે તેમ અયોગી ગુણઠાણે તે ૯૪ પ્રકૃતિઓની સમયાધિક આવલિકા સ્થિતિ શેષ રહે ત્યારે ઉદયાવલિકા ઉપરની સમયપ્રમાણ સ્થિતિ ઘટાડવા રૂપ જઘન્ય સ્થિતિસંક્રમ કેમ ન કહ્યો ? તેના ઉત્તરમાં જણાવે છે કે, સઘળા સૂક્ષ્મ કે બાદર કોઈપણ જાતના યોગ રહિત, મેરુ પર્વતની જેમ સ્થિર એવા અયોગીકેવલી ભગવાન આઠ કરણ માંહેનું કોઈપણ કરણ પ્રવર્તાવતા નથી. કારણ કે નિષ્ક્રિય છે, માત્ર સ્વતઃ ઉદય પ્રાપ્ત કર્મને જ વેદે છે. માટે સયોગી કેવલીને જ તે પ્રકૃતિનો જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે–થાય છે.
ઉક્ત શેષ-બાકીની સ્યાનદ્વિત્રિક, મિથ્યાત્વ, મિશ્ર, અનન્તાનુબંધિ, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ એ બાર કષાય, સ્ત્રીવેદ, નપુંસકવેદ, નરકદ્ધિક, તિર્યદ્ગિક, પંચેન્દ્રિય જાતિ સિવાય જાતિ ચતુષ્ક, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ અને ઉદ્યોત એ બત્રીસ પ્રકૃતિઓનો પોતપોતાના ક્ષય કાળે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડનો જે છેલ્લો સંક્રમ થાય છે તે જઘન્ય સ્થિતિસંક્રમ કહેવાય છે.
હવે જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામીપણાનો વિચાર કરે છે–મિથ્યાત્વ અને મિશ્ર એ બે પ્રકૃતિને ક્ષયકાળે સર્વાપવર્તના વડે અપવર્તીને સત્તામાં રાખેલા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ તેના ચરમ ખંડને સંક્રમાવતા અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત અને અપ્રમત્ત મનુષ્યો જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી છે.
અનંતાનુબંધિની વિસંયોજના કરતાં અનિવૃત્તિ કરણે સર્વાપવર્તન વડે અપવર્તાને સત્તામાં રાખેલા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ચરમખંડને સર્વસંક્રમ વડે સંક્રમાવતા ચારે ગતિના સમ્યગ્દષ્ટિ આત્માઓ જઘન્ય સ્થિતિ સંક્રમના સ્વામી છે.
શેષ થિણદ્વીત્રિકાદિ છવ્વીસ પ્રકૃતિઓને ક્રમપૂર્વક ખપાવતા સર્વાપવર્તના વડે અપવર્તીને
૧. મિથ્યાત્વ, મિશ્ર અને અનંતાનુબંધિ સિવાય શેષ પ્રકૃતિઓને ક્ષપકશ્રેણિ પર આરૂઢ થયેલો આત્મા નવમે ગુણઠાણે ખપાવે છે, અને મિથ્યાત્વાદિ છ પ્રકૃતિઓને ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરનાર ચોથાથી સાતમા સુધીના જીવો ખપાવે છે. આ પ્રવૃતિઓની સ્થિતિને ક્ષય કરતાં કરતાં છેલ્લા પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ખંડ રહે છે તેને પણ ખપાવતાં તે છેલ્લા સ્થિતિઘાતના અંતર્મુહૂર્ત કાળના ચરમસમયે સર્વ સંક્રમ વડે સંક્રમાવી સત્તારહિત થાય છે. એટલે આ પ્રવૃતિઓનો પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જઘન્ય સ્થિતિસંક્રમ કહ્યો છે.
૨. મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનો સર્વથા ક્ષય જિનકાલિક પ્રથમ સંઘયણી મનુષ્યો જ કરતા હોવાથી તેઓને જ જઘન્ય સ્થિતિસંક્રમના સ્વામી કહ્યા છે.