Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૯૪
પંચસંગ્રહ-૨ અર્થ– જે આત્મા જે કર્મપ્રકૃતિનો ક્ષપક છે તે આત્મા તે પ્રકૃતિની જઘન્ય સ્થિતિના સંક્રમનો સ્વામી છે. શેષ પ્રકૃતિઓનો સયોગીકેવલી સ્વામી છે, કારણ કે તેને અંતર્મુહૂર્ત પ્રમાણ અલ્પસ્થિતિ હોય છે.
ટીકાનુ—જે જે આત્મા જે જે કર્મપ્રકૃતિઓનો ક્ષપક છે તે તે આત્મા તે તે પ્રકૃતિઓની જઘન્યસ્થિતિ સંક્રમાવે છે. કારણ કે તેઓનો ક્ષય કરતાં કરતાં છેવટે અલ્પસ્થિતિ સત્તામાં રહે છે અને તેને સંક્રમાવે છે. જેમકે–ચારિત્રમોહનીયની સંજવલન લોભ સિવાય વીસ પ્રકૃતિઓનો અનિવૃત્તિ બાદર સંપરાયવર્તી સ્વામી છે, સંજવલનલોભનો સૂક્ષ્મસંપરાયવર્તી સ્વામી છે, દર્શન સપ્તકના ચોથા ગુણઠાણાથી સાતમા સુધીના સ્વામી છે, જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય છે, અંતરાય પાંચ, એ સઘળી પ્રકૃતિઓના ક્ષીણમોહ ગુણસ્થાનકવર્તી સ્વામી છે. તથા શેષ અઘાતિ કર્મપ્રકૃતિઓના જઘન્યસ્થિતિ સંક્રમના સ્વામી સયોગીકેવલી છે. કારણ કે તેને જ ચરમસમયે તે કર્મપ્રકૃતિઓની સંક્રમ યોગ્ય અંતર્મુહૂર્તપ્રમાણ જઘન્યસ્થિતિ સત્તામાં હોય છે, અન્યને હોતી નથી. ૪૪. હવે જઘન્યસ્થિતિ સંક્રમ કોને કહેવાય ? તે કહે છે –
उदयावलिए छोभो अण्णप्पगईए जो य अंतिमओ। . सो संकमो जहण्णो तस्स पमाणं इमं होइ ॥४५॥
વિનિય છોમ મચપ્રઃ યો યઃ ગત્તિમઃ |
स संक्रमो जघन्यः तस्य प्रमाणमिदं भवति ॥४५॥ અર્થ—અન્ય પ્રકૃતિનો ઉદયાવલિકામાં જે છેલ્લો પ્રક્ષેપ થાય તે જઘન્યસંક્રમ કહેવાય છે. તેનું પ્રમાણ આ છે.
ટીકાનુ–કોઈ વિવક્ષિત સંક્રમતી પ્રકૃતિની સ્થિતિનો પતધ્રહ પ્રકૃતિની ઉદયાવલિકામાં જે છેલ્લો છોભ-પ્રક્ષેપ-સંક્રમ થાય છે, તેમજ પોતાની જ પ્રકૃતિ સંબંધી ઉદયાવલિકામાં અર્થાત પોતાની જ ઉદયાવલિકામાં જે છેલ્લો સંક્રમ થાય તે જઘન્ય સ્થિતિ સંક્રમ કહેવાય છે. તાત્પર્ય એ કે, ક્ષય કરતા છેવટે જેટલી સ્થિતિનો અન્ય પ્રકૃતિ નયન સંક્રમ વડે–સંક્રમણકરણ વડે પરપ્રકૃતિની ઉદયાવલિકામાં સંક્રમ થાય તે અથવા અપવર્તના સંક્રમ વડે પોતાની જ ઉદયાવલિકામાં જે સંક્રમ થાય તે જઘન્યસ્થિતિ સંક્રમ કહેવાય.
આ ઉપરથી ઉદયાવલિકાના બહારના ભાગમાં જે સંક્રમ થાય તે જઘન્યસ્થિતિ સંક્રમ ન કહેવાય એમ સિદ્ધ થયું. છેલ્લે જેટલી સ્થિતિનો ઉદયાવલિકામાં પ્રક્ષેપ થાય તે જઘન્યસ્થિતિ સંક્રમ કહેવાય, એ જઘન્યસ્થિતિ સંક્રમનું લક્ષણ નિદ્રાદ્ધિક છોડીને સમજવું. નિદ્રાદ્ધિક માટે આગળ ઉપર
૧. જો કે અન્ય પ્રકૃતિ નયન સંક્રમ વડે જેટલાં સ્થાનકોનો સંક્રમ થાય છે તેમાં કંઈ ફેરફાર થતો નથી અર્થાતુ બાંધતી વખતે જે કાળે જે પ્રકારનાં ફળ આપવા રૂપે નિયત થયા હોય છે, સંક્રમ થયા બાદ તે કાળે જેમાં સંક્રમ થયો તેને અનુસરતું ફળ આપે છે. પરંતુ છેલ્લે જેટલી જઘન્યસ્થિતિનો સંક્રમ થાય છે તે સ્થિતિ સંકોચાઈ ઉદયાવલિકામાં સંક્રમે છે. અર્થાત ઉદયાવલિકાના કાળમાં ફળ આપે તેવી થઈ જાય છે.