Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૮૬
પંચસંગ્રહ-૨
બાકીની સઘળી સ્થિતિ સંક્રમે છે. બે આવલિકા પ્રમાણ સ્થિતિ છોડવાનું કારણ શું? ઉત્તરમાં કહે છે—કોઈપણ કર્મના બંધ સમયથી આરંભી એક આવલિકા પર્યત તેમાં કોઈપણ કરણની પ્રવૃત્તિ થતી નથી, આવલિકા ગયા બાદ જ કરણની પ્રવૃત્તિ થાય છે. આ નિયમ હોવાથી જે સમયે ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ થાય તે સમયથી આરંભી એક આવલિકા ગયા બાદ તે સ્થિતિ સંક્રમને યોગ્ય થાય છે. એ જ રીતે ઉદય સમયથી આરંભી એક આવલિકા કાળમાં ભોગવાય તેટલાં સ્થિતિસ્થાનોને ઉદયાવલિકા કહેવાય છે અને તેમાં પણ કોઈ કરણ લાગતું નથી, ઉપરની સ્થિતિમાં કરણ લાગે છે. કોઈ પણ કર્મપ્રકૃતિ, પછી ભલે તે પ્રદેશોદયવતી હોય કે રસોઇયવતી પરંતુ તેના ઉદય સમયથી આરંભી એક આવલિકા પ્રમાણ સ્થિતિ ઉદયાવલિકા કહેવાય છે, એવો પ્રાચીન શાસ્ત્રોમાં વ્યવહાર છે, માટે બંધાવલિકા ઉદયાવલિકા હીન બાકીની સઘળી સ્થિતિ સંક્રમી શકે છે એમ કહ્યું છે.
તેમાં જ્ઞાનાવરણ પંચક, દર્શનાવરણ નવક, અસાતવેદનીય, અને અંતરાય પંચકની બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની અર્થાતુ બંધાવલિકા અને ઉદયાવલિકા એમ બે આવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ અન્યત્ર સંક્રમે છે. એ પ્રમાણે
મનુષ્યગતિમાં તેની ઉદયાવલિકા ઉપર સંક્રમાવે, એટલે મનુષ્યગતિની તે ઉદયાવલિકા મેળવતાં કુલ સ્થિતિ સત્તા એક આવલિકા ન્યૂન વિસ કોડાકોડી થાય. હવે જે સમયે નરકગતિની સ્થિતિ મનુષ્યગતિમાં સંક્રમી તે સમયથી સંક્રમાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ સંક્રમે એટલે કુલ ત્રણ આવલિકા ન્યુન વિસ કોડાકોડી પ્રમાણ સ્થિતિ બંધાતી દેવગતિમાં સંક્રમી શકે. એટલે જ કહ્યું છે કે ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ત્રણ આવલિકા ન્યૂન સ્થિતિ અન્યત્ર સંક્રમે છે. એ પ્રમાણે અન્યત્ર પણ સમજવું.
પ્રશ્નનરકગતિ મનુષ્યગતિમાં સંક્રમે ત્યારે નરકગતિની સત્તા રહે કે નહિ? શું નરકગતિની સત્તા સાવ ખલાસ થાય ?
ઉત્તર–અન્ય પ્રકૃતિ નયન સંક્રમ વડે જે પ્રકૃતિ અન્યમાં સંક્રમે તેની સત્તા સાવ ખલાસ થાય નહિ. સંક્રમનારી પ્રકૃતિના સત્તામાં જેટલાં સ્થિતિસ્થાનો છે અને તેમાં જે દલરચના છે તે સ્થિતિસ્થાનોની દલરચનાનો અમુક ભાગ અન્યમાં સંક્રમે છે, સત્તાગત સંપૂર્ણ દળ રચના અન્ય રૂપે થતી નથી એટલે તેની સત્તાનો સર્વથા અભાવ થતો નથી. સત્તાનો સર્વથા અભાવ તો વ્યાઘાતભાવિની અપવર્તના વડે થાય છે.
પ્રશ્ન—ઉપર બંધાત્કૃષ્ટ પ્રકૃતિની બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ પતઘ્રહ પ્રકૃતિની ઉદયાવલિકા ઉપર સંક્રમે એમ શા માટે કહ્યું ? ઉદયાવલિકામાં પણ સંક્રમે એમ કેમ ન કહ્યું ?
ઉત્તર–બંધાવલિકા ગયા બાદ ઉદયાવલિકા ઉપરની સ્થિતિ અન્યત્ર સંક્રમે છે એમ ઉપર કહ્યું છે. અન્ય પ્રકૃતિ નયન સંક્રમ વડે જે સ્થાનકોમાં સંક્રમ થાય છે તેની નિષેક રચનામાં ફેરફાર થતો નથી. બંધકાળે જે પ્રમાણે નિષેક રચના થઈ છે તે તે જ પ્રમાણે રહે છે, માત્ર તેમના સ્વભાવાદિ પલટાઈ જાય છે. બંધાવલિકા ગયા બાદ જે સમયે સંક્રમ થાય છે તે સમયે ઉદયાવલિકા જેટલો કાળ ગયા પછી ફળ આપી શકે તે સ્થાનકોનો સંક્રમ થાય છે, ઉદયાવલિકા કરણને અયોગ્ય હોવાથી તેની અંદરનાં સ્થાનકોનો સંક્રમ થતો નથી. તેથી જ ઉદયાવલિકા ઉપર સંક્રમે છે એમ કહ્યું છે. ઉદયાવલિકામાંનાં સ્થાનકો જો સંક્રમ થઈ શકતાં હોત અગર તો નિષેક રચનામાં ફેરફાર થતો હોત તો ઉદયાવલિકામાં સંક્રમ છે એમ કહેત. અહીં માત્ર છેલ્લે જઘન્યસ્થિતિનો અન્ય પ્રકૃતિ નયન સંક્રમ વડે જે ઉદયાવલિકામાં સંક્રમે થાય છે તેની નિષેક રચનામાં પણ ફેરફાર થાય છે. જેમ હાસ્યાદિષટ્રકની સંખ્યય વરસ પ્રમાણ સ્થિતિ સંજવલન ક્રોધની ઉદયાવલિકામાં સંક્રમે છે. ઉદ્વર્તના-અપવર્તના વડે નિષેક રચનામાં પણ ફેરફાર થાય છે.