Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩૪
પંચસંગ્રહ-૨
આદિ ગુણસ્થાનકે છનો બંધ થતો હોવાથી નવનો પતધ્રહ નથી, ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓએ પ્રાપ્ત નથી કર્યું તેઓને અનાદિ, અભવ્ય આશ્રયી અનંત, અને ભવ્ય આશ્રયી સાંત છે.
મિશ્રગુણસ્થાનકથી આરંભી અપૂર્વકરણના સંખ્યામાં ભાગ પર્યત દર્શનાવરણીયકર્મની નવની સત્તાવાળા અને છના બંધક, છમાં નવ સંક્રમાવે છે. આ છનો પતગ્રહ સાદિ સાત્ત છે. કારણ કે કાદાચિત્ક–અમુક વખતે જ પ્રવર્તે છે.
અપૂર્વકરણના સંખ્યાતમે ભાગે નિદ્રા અને પ્રચલાનો બંધવિચ્છેદ થયા પછીથી આરંભી સૂક્ષ્મસંપાયના ચરમસમય પર્વત ઉપશમ શ્રેણિમાં નવની સત્તાવાળા એ ચારના બંધક ચારમાં નવ પ્રકૃતિઓ સંક્રમાવે છે. આ ચારનો પતગ્રહ પણ અંતર્મુહૂર્ત પર્યત જ હોવાથી સાદિસાંત છે.
નવ પ્રકૃતિરૂપ સંક્રમસ્થાન સાદિ, અનાદિ, ધ્રુવ અને અદ્ભવ એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે સૂક્ષ્મસંપાયથી અગાડી ઉપશાંતમોહે સંક્રમ થતો નથી ત્યાંથી પડે ત્યારે થાય છે માટે સાદિ, તે સ્થાન જેઓ પ્રાપ્ત કર્યું નથી. તેઓને અનાદિ, અભવ્યને ધ્રુવ અને ભવ્યને અધ્રુવ હોય છે.
ક્ષપકશ્રેણિમાં અનિવૃત્તિબાદરભંપરાય ગુણસ્થાનકની સંખ્યાતમો ભાગ શેષ રહે ત્યારે થીણદ્વિત્રિકનો સત્તામાંથી ક્ષય થાય છે. તેનો ક્ષય થયા પછીથી આરંભી સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકના ચરમસમય પર્યત દર્શનાવરણીયની છની સત્તાવાળા અને ચારના બંધક, ચારમાં છ સંક્રમાવે છે. આ સંક્રમ અને પદ્મહ અંતર્મુહૂર્ત પર્યત જ પ્રવર્તતા હોવાથી સાદિ-સાંત છે.
અગિયારમા ગુણસ્થાનકના પ્રથમ સમયથી બારમા ગુણસ્થાનકના ચરમ સમય પર્યત જો કે સત્તામાં હોય છે છતાં દર્શનાવરણીયકર્મનો સંક્રમ થતો નથી કારણ કે બંધ નથી, બંધ નહિ હોવાથી પતથ્રહ પણ નથી. અને આ જ કારણથી ચાર પ્રકૃતિરૂપ ત્રીજું સંક્રમસ્થાનક પણ ઘટતું નથી.
વેદનીય અને ગોત્ર એ દરેક કર્મના બળે સત્તાસ્થાનક છે. તે આ પ્રમાણે–૧. બે પ્રકૃતિરૂપ અને ૨. એક પ્રકૃતિરૂપ. જો કે વેદનીય અને ગોત્રકર્મનું બે પ્રકૃતિરૂપ સત્તાસ્થાનક છે છતાં પણ બંને પ્રકૃતિઓ એકીસાથે સંક્રમ થતો નહિ હોવાથી એક એક પ્રકૃતિરૂપ એક એક સંક્રમસ્થાનક જ ઘટે છે. કારણ કે પરાવર્તમાન હોવાથી ગોત્ર અને વેદનીયની બબ્બે પ્રકૃતિમાંથી માત્ર એક એકનો જ બંધ થાય છે. એટલે બંધાતી પ્રકૃતિ પતગ્રહપણે છે, અને નહિ બંધાતી પ્રકૃતિ સંક્રમનારી તરીકે છે. જો બંને સાથે બંધાતી હોત તો જ્ઞાનાવરણીયની જેમ પરસ્પર સંક્રમ થઈ શકત એટલે બેય પ્રકૃતિઓ પતંગ્રહપણે અને સંક્રમપણે ઘટી શકત. તેમ નહિ હોવાથી એક એક પ્રકૃતિરૂપ જ સંક્રમસ્થાનક સમજવું.
૧. છનો પતધ્રહ વચમાં થતાં મનુષ્ય ભવાધિક એકસો બત્રીસ સાગરોપમ પર્યત પ્રવર્તે છે. કારણ કે દર્શનાવરણીયની છ પ્રકૃતિનો બંધ તેટલો કાળ થાય છે. કેમ કે ચોથાથી સાતમા સુધીમાં આત્મા એટલો જ વખત વધારેમાં વધારે ટકી શકે છે.